Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બંધારણના મુદ્દે રાજકીય જંગ તેજ:ગાંધીનગરમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઇ. કે. જાડેજાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસના ઇતિહાસ પર ઉઠાવ્યા સવાલ

    6 hours ago

    આગામી 26 નવેમ્બરના રોજ ઉજવાનારા સંવિધાન ગૌરવ દિવસ પૂર્વે ગુજરાતના રાજકારણમાં બંધારણ અને ડૉ. બાબાસાહેબ આંબેડકરના વારસાને લઈને રાજકીય નિવેદનબાજી તેજ બની છે. ગાંધીનગરમાં આજે પૂર્વ કેબિનેટ મંત્રી આઇ. કે. જાડેજાએ કોંગ્રેસ અને ખાસ કરીને રાહુલ ગાંધીની રાજકીય રણનીતિ પર સીધું નિશાન સાધ્યું હતું. બંધારણની નકલ હાથમાં રાખવી અને તેના મૂલ્યું પાલન કરવું એ બંને અલગ બાબત- આઈ.કે. જાડેજા દેશમાં હાલ બંધારણની રક્ષા અને તેના અપમાનના મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષ વચ્ચે ચાલી રહેલા વાકયુદ્ધ વચ્ચે ભાજપે કોંગ્રેસને તેના જૂના ઇતિહાસના આધારે ઘેરવાની વ્યૂહરચના અપનાવી છે. આજે ગાંધીનગરમાં આઇ. કે. જાડેજાએ જણાવ્યું હતું કે, રાહુલ ગાંધી હાથમાં બંધારણની નકલ લઈને વિવિધ કાર્યક્રમો અને પ્રદર્શનો કરી રહ્યા છે પરંતુ બંધારણની નકલ હાથમાં રાખવી અને તેના મૂલ્યોનું પાલન કરવું એ બંને અલગ બાબતો છે. તેમણે આક્ષેપ કર્યો હતો કે કોંગ્રેસનો ઇતિહાસ બંધારણની ભાવનાના વારંવારના ઉલ્લંઘનથી ભરેલો રહ્યો છે.કોંગ્રેસની રાજકીય વિશ્વસનીયતા પર સવાલ ઉઠાવતા જાડેજાએ ભૂતકાળના ત્રણ મુખ્ય મુદ્દાઓ ઉઠાવ્યા હતા. જેમાં તત્કાલીન વડાપ્રધાન ઇન્દિરા ગાંધીના શાસનમાં લાદવામાં આવેલી કટોકટી, જેમાં પ્રેસની સ્વતંત્રતા પર અંકુશ મુકાયો હતો અને હજારો નાગરિકોને જેલમાં ધકેલી દેવાયા હતા. કલમ 356નો વારંવાર દુરુપયોગ કરીને વિવિધ રાજ્યોની ચૂંટાયેલી સરકારોને બરખાસ્ત કરી અંદાજે 90 વખત રાષ્ટ્રપતિ શાસન લાદવાનો મુદ્દો અને કાશ્મીરમાં કલમ 370 અંગે બાબાસાહેબ આંબેડકરના વિરોધની અવગણના કરીને દેશની એકતા સામે પ્રશ્નો ઊભા કરવાનો આક્ષેપ તેમણે કર્યો હતો. કોંગ્રેસે બાબા સાહેબ આંબેડકરને અન્યાય કર્યાનો આક્ષેપ દલિત અને વંચિત મતદારોમાં બાબાસાહેબ આંબેડકર પ્રત્યેના સન્માનના મુદ્દે રાજકીય દાવો મજબૂત કરતા પૂર્વ મંત્રીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના શાસનમાં બાબાસાહેબને જીવિત અવસ્થામાં સતત અન્યાય થયો અને સંસદના સેન્ટ્રલ હોલમાં તેમની તસવીર મૂકવા કે તેમને ભારત રત્ન આપવા માટે પણ કોઈ પહેલ કરવામાં આવી ન હતી. વર્ષ 1990માં ભાજપ સમર્થિત એનડીએ સરકારના શાસનકાળમાં જ તેમને મરણોત્તર ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે જ ભાજપ સરકારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં વર્ષ 2015થી 2026 નવેમ્બરને સંવિધાન ગૌરવ દિવસ તરીકે જાહેર કરીને તેમજ બાબાસાહેબના જીવન સાથે જોડાયેલા સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવીને સાચું સન્માન આપ્યું હોવાનો દાવો તેમણે કર્યો હતો. જનધન યોજના, ડીબીટી, ઉજ્જવલા, આયુષ્માન ભારત અને પ્રધાનમંત્રી આવાસ જેવી કલ્યાણકારી યોજનાઓને તેમણે બાબાસાહેબના સામાજિક ન્યાય અને સમાનતાના વિચારોનું અમલીકરણ ગણાવ્યું હતું. અંતમાં તેમણે ઉમેર્યું હતું કે બંધારણના નામે રાજનીતિ કરનારાઓના બેવડા વલણને દેશની જનતા સારી રીતે ઓળખી ચૂકી છે.
    Click here to Read More
    Previous Article
    'વર્ષે 200 કરોડના ઉઠામણાં, અનેક કેસ ચોપડે પણ નથી ચઢતા':ચેમ્બર ઓફ કોમર્સની ગુજસીટોક-BNS કલમ 316(5)માં સુધારાની માંગ, કહ્યું- આરોપીઓને તરત જ જામીન મળી જાય છે
    Next Article
    પંચમહાલ જિલ્લા ક્રાઈમ અપડેટ:હિટ એન્ડ રન સહિત બે અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત, યુવક પર ચપ્પુથી હુમલો; વોલ્વો બસમાંથી ₹2.57 લાખનો દારૂ ઝડપાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment