Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલ જિલ્લા ક્રાઈમ અપડેટ:હિટ એન્ડ રન સહિત બે અકસ્માતમાં બે વ્યક્તિનાં મોત, યુવક પર ચપ્પુથી હુમલો; વોલ્વો બસમાંથી ₹2.57 લાખનો દારૂ ઝડપાયો

    6 hours ago

    પંચમહાલ જિલ્લામાં ચોરી, મારામારી, અકસ્માત અને દારૂની હેરાફેરી સહિતના અલગ-અલગ બનાવો સામે આવ્યા છે. શહેરા તાલુકાના પાદરડી ચોકડી પાસે બાઈક પર રાખેલા પાકીટમાંથી ₹11,499ની કિંમતનો મોબાઈલ ફોન અજાણ્યો તસ્કર ચોરી કરી ફરાર થઈ ગયો હતો. આ મામલે શહેરા પોલીસે ફરિયાદના આધારે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. બીજી તરફ કાલોલ તાલુકાના સુરેલી પેટે વિજય ભગતની મુવાડી ગામે સામાન્ય બોલાચાલીમાં બે સગા ભાઈઓએ પાડોશી યુવક પર લોખંડના ચપ્પુથી હુમલો કર્યો હતો. હુમલામાં યુવકને પેટના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતાં વેજલપુર પોલીસ મથકે બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધાયો છે. મોરવા હડફમાં હિટ એન્ડ રન અકસ્માતમાં 54 વર્ષીય આધેડનું મોત મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામ નજીક દિલ્હી-મુંબઈ ભારતમાલા હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના બની હતી. રોડ ક્રોસ કરી રહેલા 54 વર્ષીય આધેડને અજાણ્યા વાહનચાલકે અડફેટે લેતાં તેમનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. અકસ્માત સર્જ્યા બાદ વાહનચાલક ફરાર થઈ ગયો હતો. આ મામલે પોલીસે ગુનો નોંધી ફરાર વાહનચાલકની શોધખોળ શરૂ કરી છે. ઘોઘંબામાં વાન અને બાઈક વચ્ચે અકસ્માતમાં 28 વર્ષીય યુવકનું મોત ઘોઘંબા તાલુકાના વાવકુલ્લી-1 ગામના સીમાડા પાસે વાન અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બાઈકચાલક 28 વર્ષીય યુવકનું મોત થયું હતું, જ્યારે બાઈક પર સવાર અન્ય બે વ્યક્તિઓ ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત બાદ વાનચાલક સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો. બનાવ અંગે દામાવાવ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. શહેરામાં વોલ્વો બસના લગેજ બોક્સમાંથી ₹2.57 લાખનો વિદેશી દારૂ ઝડપાયો શહેરા બસ સ્ટેશન સામે પોલીસે ખાનગી વોલ્વો બસના લગેજ બોક્સમાં તપાસ કરતાં ટ્રોલી બેગમાં પાર્સલ કરીને મોકલવામાં આવેલો ₹2.57 લાખથી વધુની કિંમતનો વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. તપાસ દરમિયાન કુલ 998 નંગ દારૂની બોટલ, પાઉચ અને ક્વાર્ટર મળી આવ્યાં હતાં. આ મામલે કાલોલના દારૂ મંગાવનાર શખ્સ સહિત બે વ્યક્તિઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી પોલીસે દારૂ ક્યાંથી મોકલવામાં આવ્યો હતો અને તેમાં કોણ-કોણ સંડોવાયેલું છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    બંધારણના મુદ્દે રાજકીય જંગ તેજ:ગાંધીનગરમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઇ. કે. જાડેજાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસના ઇતિહાસ પર ઉઠાવ્યા સવાલ
    Next Article
    सीट के मामले में रिस्क नहीं ले सकते; समाजवादी पार्टी ने कांग्रेस से मीटिंग के बाद ऐसा क्यों कहा

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment