Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    'વર્ષે 200 કરોડના ઉઠામણાં, અનેક કેસ ચોપડે પણ નથી ચઢતા':ચેમ્બર ઓફ કોમર્સની ગુજસીટોક-BNS કલમ 316(5)માં સુધારાની માંગ, કહ્યું- આરોપીઓને તરત જ જામીન મળી જાય છે

    6 hours ago

    સુરતના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે હાલ સૌથી મોટી સમસ્યા બની ચૂકેલા અંદાજે 200 કરોડના 'ઉઠામણાં' અને સંગઠિત વેપારી છેતરપિંડીના દૂષણને ડામવા ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (SGCCI) મેદાને આવ્યું છે. ચેમ્બર પ્રમુખ અશોક જીરાવાલાએ ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી અને કેન્દ્રીય કાપડ મંત્રી ગિરીરાજ સિંહને પત્ર પાઠવી ઉઠામણાં કરનારા ચીટરો સામે ગુજસીટોક (GUJCTOC) હેઠળ કાર્યવાહી કરવા તથા BNSની કલમ 316(5)માં સુધારો કરવા માંગ કરી છે. 200 કરોડના ઉઠામણાં, અનેક કેસ પોલીસ ચોપડે નોંધાતા જ નથી ઉઠામણાંના આંકડા અંગે ચોંકાવનારી વિગતો આપતા અશોક જીરાવાલાએ જણાવ્યું કે, તેમની પાસે આવતા કાયદેસરના અને અધિકૃત આંકડા મુજબ જ ₹200 કરોડ રૂપિયાના ઉઠામણાં થયા છે. જો ઓફ ધ રેકોર્ડ વાત કરીએ તો વાર્ષિક ધોરણે આ આંકડો ઘણો મોટો છે, કારણ કે ઘણા કેસો પોલીસ ચોપડે નોંધાતા નથી અથવા તપાસના નામે પડી રહે છે. માત્ર 5 થી 10 લોકોની ટોળકી 'ઘોડા બેસાડીને' સમગ્ર ટ્રેડર્સ અને વિવર્સ વર્ગને આર્થિક રીતે પાયમાલ કરી રહી છે. સિવિલ મેટર ગણી જામીન મળી જતા ચીટરોને મોકળું મેદાન ચેમ્બર પ્રમુખે સ્પષ્ટ કર્યું કે, હાલની કાયદાકીય જોગવાઈઓ મુજબ ઉઠામણાંના કેસ સિવિલ મેટર બની જાય છે અને ફોજદારી ગુનો બનતો ન હોવાથી આરોપીઓને તરત જ જામીન મળી જાય છે. બીજી તરફ, ગુજસીટોક કાયદામાં 2 ગુના બાદ 3જા ગુનામાં સીધા પાસા હેઠળ કાર્યવાહી થાય છે. તેથી જો વેપારી છેતરપિંડીને ગુજસીટોક હેઠળ આવરી લેવામાં આવે, તો ચીટરોમાં કાયદાનો ડર બેસશે અને દક્ષિણ ગુજરાતના વેપાર-ઉદ્યોગને મુક્ત અને સુરક્ષિત વાતાવરણ મળી રહેશે. BNS કલમ 316(5)માં એજન્ટ-બ્રોકરની સ્પષ્ટ વ્યાખ્યા ઉમેરવા માંગ કેન્દ્રીય કાપડ મંત્રી ગિરીરાજ સિંહને પાઠવેલા પત્રમાં ચેમ્બરે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની કલમ 316(5)માં સુધારો કરવાની રજૂઆત કરી છે. હાલ આ કલમમાં એજન્ટ, બ્રોકર, મર્ચન્ટ, ફેક્ટર, ડીલર અને ડિસ્ટ્રિબ્યુટર જેવા મધ્યસ્થીઓની સ્પષ્ટ વ્યાખ્યા ન હોવાથી આરોપીઓ છટકી જાય છે. આ ઉપરાંત, BNSS હેઠળ જામીનની કડક જોગવાઈ કરવા અને છેતરપિંડીથી ઊભી કરાયેલી મિલકતો જપ્ત કરી ભોગ બનનાર વેપારીઓને વળતર અપાવવાની વ્યવસ્થા કરવા પણ ભલામણ કરાઈ છે. કાપડ મંત્રીની હકારાત્મક ખાતરી અને એક્સપોર્ટ સેન્ટરની માંગ ચેમ્બરની રજૂઆતને કેન્દ્રીય કાપડ મંત્રી ગિરીરાજ સિંહે ગંભીરતાથી લઈ BNSની કલમમાં સુધારા તથા સંગઠિત છેતરપિંડીનો મુદ્દો કેન્દ્રીય ગૃહ મંત્રાલય સમક્ષ ભલામણ સાથે મોકલવાની ખાતરી આપી છે. આ સાથે જ સુરત અને દક્ષિણ ગુજરાતના નાના-મધ્યમ કાપડ ઉત્પાદકોને વૈશ્વિક બજારમાં નિકાસ વધારવામાં મદદરૂપ થવા SGCCI ખાતે ‘એક્સપોર્ટ ફેસિલિટેશન સેન્ટર’ શરૂ કરવાની માંગ પર પણ સકારાત્મક વિચારણા કરવાની ખાતરી આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રિક્ષા-ટેક્સી ચાલકો ફરી આંદોલનના મૂડમાં:25મીએ RTO કચેરીનો ઘેરાવ કરશે, ઓનલાઇન એપમાં નિયમ મુજબ ભાડું આપવા અને ગેરકાયદેસર ચાલતા ટુ વ્હીલર બંધ કરવા માંગ
    Next Article
    બંધારણના મુદ્દે રાજકીય જંગ તેજ:ગાંધીનગરમાં પૂર્વ કેબિનેટ મંત્રી આઇ. કે. જાડેજાએ રાહુલ ગાંધી અને કોંગ્રેસના ઇતિહાસ પર ઉઠાવ્યા સવાલ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment