Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રિક્ષા-ટેક્સી ચાલકો ફરી આંદોલનના મૂડમાં:25મીએ RTO કચેરીનો ઘેરાવ કરશે, ઓનલાઇન એપમાં નિયમ મુજબ ભાડું આપવા અને ગેરકાયદેસર ચાલતા ટુ વ્હીલર બંધ કરવા માંગ

    6 hours ago

    અમદાવાદમાં વધતા જતા CNGના ભાવ અને ઓલા, ઉબર, રેપિડો જેવી ઓનલાઈન એપ્લિકેશન દ્વારા રિક્ષા અને ટેક્સી ચાલકોનું શોષણ થતું હોવાના આક્ષેપ સાથે રિક્ષા અને ટેક્સી ચાલકોએ ફરી આંદોલનનું રણશિંગું ફૂંક્યું છે. અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયન અને ટેક્સી યુનિયન દ્વારા અમદાવાદ એરપોર્ટ ટેક્સી સ્ટેન્ડ ખાતે બેઠક યોજવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં રિક્ષા અને ટેક્સી ચાલકો અને યુનિયનના લોકો જોડાયા હતા. ગેરકાયદેસર ચાલતા ટુ વ્હીલર અને ઓનલાઈન એપ્લિકેશનના વિરોધમાં 25 મીએ RTO કચેરીનો ઘેરાવ કરી મોટી સંખ્યામાં રિક્ષા અને ટેક્સી ચાલકો ધરણા અને વિરોધ પ્રદર્શન કરશે. ઓલા, ઉબર, રેપિડો જેવી એપ્લિકેશનને સસ્પેન્ડ કરવાની માંગ સરકાર દ્વારા નક્કી કરવામાં આવેલા નિયમો મુજબ ઓનલાઈન એપ્લિકેશનમાં ભાડું ચૂકવવામાં આવતું ન હોવાનો આક્ષેપ કરી રિક્ષા અને ટેક્સી ચાલકોએ યોગ્ય ભાડું આપવાની માગ કરી હતી. તેમજ ગેરકાયદેસર રીતે ઓનલાઈન એપ્લિકેશનમાં ચાલતાં ટુ-વ્હીલર વાહનો બંધ કરાવવાની પણ માંગ કરવામાં આવી હતી, પરંતુ અનેક વખત રજૂઆત કરવા છતાં RTO દ્વારા માત્ર નોટિસ આપ્યા બાદ કોઈ કાર્યવાહી કરવામાં ન આવતી હોવાનો આક્ષેપ કર્યો છે. જેથી ઓલા, ઉબર, રેપિડો જેવી ઓનલાઇન એપ્લિકેશનને સસ્પેન્ડ કરવાની માંગ સાથે આગામી 25 નવેમ્બરે અમદાવાદ RTO કચેરી ખાતે વિરોધ પ્રદર્શન અને ધરણાં યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મોટી સંખ્યામાં રિક્ષા-ટેક્સી ચાલકો વિરોધ નોંધાવશે ઓલા, ઉબર અને રેપિડો જેવી ઓનલાઈન એપ્લિકેશનને સસ્પેન્ડ કરવાની સાથે સરકારના નિયમ મુજબ ભાડું ચૂકવવામાં આવે તેવી માગ સાથે મોટી સંખ્યામાં રિક્ષા અને ટેક્સી ચાલકો વિરોધ નોંધાવશે. તેમજ જ્યાં સુધી તેમની માગણીઓ અંગે કાર્યવાહીનો લેખિતમાં જવાબ નહીં મળે ત્યાં સુધી ધરણાં અને વિરોધ પ્રદર્શન ચાલુ રાખવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે. અમે RTO કચેરીએ વિરોધ અને ધરણા પ્રદર્શન કરીશું: વિજય મકવાણા અમદાવાદ રિક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું હતું કે, અમદાવાદ RTO કચેરીએ 25મીએ મોટી સંખ્યામાં રિક્ષા અને ટેક્સી ચાલકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવશે. આજે બેઠક મળી હતી જેમાં નિયમના લોકો હાજર રહ્યા હતા. અત્યાર સુધી અનેક વખત રજૂઆત કરવા છતાં કોઈ યોગ્ય કાર્યવાહી કરવામાં આવતી નથી. જેથી હવે 25 તારીખે RTO કચેરીએ લેખિતમાં જવાબ માટે મોટી સંખ્યામાં જઈશું. જ્યાં સુધી અમને લેખિતમાં પોઝિટિવ જવાબ નહીં મળે ત્યાં સુધી અમે RTO કચેરીએ વિરોધ અને ધરણા પ્રદર્શન કરીશું. 'માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખીશું' અમારી મુખ્ય માંગ છે કે ઓલા, ઉબર અને રેપીડો ઓનલાઇન કંપનીઓ અમારું શોષણ કરી રહી છે તેમને સસ્પેન્ડ કરવામાં આવે. તેમજ યોગ્ય ભાડું આપવામાં આવતું તો સરકારના નિયમ મુજબ અમને ભાડું આપવામાં આવે અને જે પણ ટુ વ્હીલર ઓનલાઇન એપ્લિકેશનમાં ગેરકાયદેસર ચાલે છે તેને તાત્કાલિક બંધ કરવામાં આવે તે માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રાખવાના છીએ.
    Click here to Read More
    Previous Article
    બાળકીનો ચહેરો રખડતા શ્વાને ફાડી ખાતા મામલો હાઇકોર્ટમાં:AUDA, કલોલ નગરપાલિકા અને એનિમલ વેલ્ફેર બોર્ડને પક્ષકાર બનાવી કરાઈ રજૂઆત, બચકું ભરનાર શ્વાનને શેલ્ટર હોમમાં રાખવા માંગ
    Next Article
    'વર્ષે 200 કરોડના ઉઠામણાં, અનેક કેસ ચોપડે પણ નથી ચઢતા':ચેમ્બર ઓફ કોમર્સની ગુજસીટોક-BNS કલમ 316(5)માં સુધારાની માંગ, કહ્યું- આરોપીઓને તરત જ જામીન મળી જાય છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment