Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બાળકીનો ચહેરો રખડતા શ્વાને ફાડી ખાતા મામલો હાઇકોર્ટમાં:AUDA, કલોલ નગરપાલિકા અને એનિમલ વેલ્ફેર બોર્ડને પક્ષકાર બનાવી કરાઈ રજૂઆત, બચકું ભરનાર શ્વાનને શેલ્ટર હોમમાં રાખવા માંગ

    6 hours ago

    ગાંધીનગર જિલ્લાના સાંતેજ વિસ્તારમાં આવેલી 'ગ્લોરી કો-ઓપરેટિવ હાઉસિંગ સર્વિસ સોસાયટી લિમિટેડ' દ્વારા રખડતા શ્વાનોના ત્રાસ અને 'એનિમલ બર્થ કંટ્રોલ (ABC) રૂલ્સ, 2023' ના કેટલાક નિયમોને પડકારતી અરજી ગુજરાત હાઇકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં AUDA, સાંતેજ ગ્રામ પંચાયત, કલોલ નગરપાલિકા અને એનિમલ વેલ્ફેર બોર્ડને પક્ષકાર બનાવવામાં આવ્યા છે. જોકે, આ મુદ્દો હાલ સુપ્રીમ કોર્ટ સમક્ષ પડતર હોવાથી અને ટૂંક સમયમાં ચુકાદો આવવાની શક્યતા હોવાનું ટાંકીને હાઇકોર્ટે સુપ્રીમ કોર્ટનો ચુકાદો ન આવે ત્યાં સુધી અરજીની સુનાવણી મુલતવી રાખી છે. માળીની 4 વર્ષની માસૂમ દીકરી પર શ્વાનનો હુમલો અરજીમાં રજૂઆત કરવામાં આવી છે કે તાજેતરમાં સોસાયટીના કેમ્પસની અંદર માળીની માત્ર 4 વર્ષની માસૂમ દીકરી પર રખડતા કૂતરાએ ગંભીર હુમલો કરી બચકાં ભર્યા હતા. આ હુમલામાં બાળકીના ચહેરાને ભારે નુકસાન થયું હતું અને કાયમી ડાઘ રહી ગયા છે. બાળકીની સર્જરી પાછળ અંદાજે ₹70 હજારનો ખર્ચ થયો હતો, જે સોસાયટીના સભ્યોએ ફાળો એકત્ર કરીને ચૂકવ્યો હતો. આ ઘટના બાદ બગીચા અને પ્લે-એરિયામાં રમતા બાળકોના માતા-પિતામાં ભારે ડર પેસી ગયો છે. આ ઉપરાંત, રખડતા કૂતરાઓ સભ્યોના વરંડામાં મુકેલા સોફા-સામાનને નુકસાન પહોંચાડે છે અને ગંદકી કરી આરોગ્યના પ્રશ્નો ઊભા કરે છે. ABC રૂલ્સ, 2023ના નિયમો મૂળ કાયદાની સત્તાની બહાર અરજદાર સોસાયટીએ ABC રૂલ્સ, 2023ના નિયમ 11(8), 11(19) અને નિયમ-20ને પડકારતા જણાવ્યું છે કે, સોસાયટી દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવેલી મુખ્ય માંગણીઓ
    Click here to Read More
    Previous Article
    સુપ્રીમ કોર્ટે કહ્યું- બાળકો માતા-પિતાની સંપત્તિ કે રમકડાં નથી:માતાથી અલગ નહીં થાય, પિતાને મળી શકશે; મદ્રાસ હાઈકોર્ટનો નિર્ણય પલટાયો
    Next Article
    રિક્ષા-ટેક્સી ચાલકો ફરી આંદોલનના મૂડમાં:25મીએ RTO કચેરીનો ઘેરાવ કરશે, ઓનલાઇન એપમાં નિયમ મુજબ ભાડું આપવા અને ગેરકાયદેસર ચાલતા ટુ વ્હીલર બંધ કરવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment