Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુપ્રીમ કોર્ટે કહ્યું- બાળકો માતા-પિતાની સંપત્તિ કે રમકડાં નથી:માતાથી અલગ નહીં થાય, પિતાને મળી શકશે; મદ્રાસ હાઈકોર્ટનો નિર્ણય પલટાયો

    6 hours ago

    સુપ્રીમ કોર્ટે સોમવારે એક સુનાવણી દરમિયાન કહ્યું કે બાળકો માતા-પિતાની મિલકત કે રમકડાં નથી. જસ્ટિસ વિક્રમ નાથ અને જસ્ટિસ અપારેશ કુમાર સિંહની બેન્ચે કહ્યું કે કોઈ સગીર બાળકના વાલી નક્કી કરતી વખતે કોર્ટ માટે સૌથી મહત્વની બાબત તેનું કલ્યાણ છે. છૂટાછેડા લીધેલા દંપતીના બે પુત્રોની કસ્ટડી સાથે જોડાયેલા કેસમાં કોર્ટે બાળકોને માતાથી અલગ કરવાનો ઇનકાર કર્યો. બંને બાળકો મે 2014થી સતત માતા સાથે રહે છે. કોર્ટે પિતાને દર મહિને 2 દિવસ સવારે 10થી બપોરે 2 વાગ્યા સુધી બાળકોને મળવાની મંજૂરી આપી છે. મુલાકાત મદુરાઈના ગાંધી મ્યુઝિયમમાં થશે. મદ્રાસ હાઈકોર્ટે કસ્ટડી પિતાને સોંપી હતી આ મામલો બે પુત્રોની માતાની અપીલ સાથે સંબંધિત હતો. બંનેની ઉંમર હવે 16 અને 14 વર્ષ છે. મહિલાએ મદ્રાસ હાઈકોર્ટના ઑક્ટોબર 2024ના આદેશને પડકાર્યો હતો. હાઈકોર્ટે ફેમિલી કોર્ટના તે આદેશને યથાવત્ રાખ્યો હતો, જેમાં પુત્રોની કસ્ટડી પિતાને સોંપવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. સુપ્રીમ કોર્ટ સમક્ષ સવાલ હતો કે શું સતત માતા સાથે રહેતા બાળકોની કસ્ટડી પિતાને સોંપવી જોઈએ. પિતા બાળકોના કુદરતી વાલી છે. બેન્ચે જણાવ્યું કે બાળકોના માતા-પિતાના લગ્ન ઑગસ્ટ 2009માં થયા હતા. તેમના બે પુત્રોનો જન્મ જુલાઈ 2010 અને મે 2012માં થયો હતો. વિવાદ બાદ 4 કેસ દાખલ કરવામાં આવ્યા હતા. પિતાએ છૂટાછેડાનો કેસ પણ દાખલ કર્યો હતો. ક્રૂરતાના આધારે લગ્નજીવનનો અંત લાવતાં છૂટાછેડા મંજૂર કરવામાં આવ્યા હતા. બંને પક્ષો 2014થી અલગ રહે છે. તેમનું લગ્નજીવન 2018માં સમાપ્ત થયું હતું. બાળકોએ માતા સાથે રહેવાની ઇચ્છા વ્યક્ત કરી હતી સુપ્રીમ કોર્ટે તમામ પક્ષો અને બાળકો સાથે વાતચીત કરી. કોર્ટે કહ્યું કે બંને બાળકોએ માતા સાથે રહેવાની પોતાની ઈચ્છા સ્પષ્ટપણે વ્યક્ત કરી છે. બેન્ચે કહ્યું કે છૂટાછેડા પછી માતાએ એકલાએ બાળકોનો ઉછેર કર્યો. માતા તેમના અભ્યાસનું ધ્યાન રાખી રહી છે. કોર્ટે કહ્યું કે જ્યારે માતા-પિતાની માગણીઓ એકબીજા સાથે ટકરાય છે, ત્યારે માત્ર કાનૂની દૃષ્ટિકોણથી નિર્ણય લઈ શકાય નહીં. આવા કેસોમાં નિર્ણય માટે માનવીય પાસાં પણ જરૂરી હોય છે. પિતા દર મહિને બે દિવસ અને તહેવારો દરમિયાન મળી શકશે કોર્ટે ફેમિલી કોર્ટના નિર્દેશ અનુસાર પિતાને દર મહિને બીજા શનિવાર અને રવિવારે બાળકોને મળવાની મંજૂરી આપી. આ ઉપરાંત પિતા પોંગલ અને અર્ધવાર્ષિક રજાઓ દરમિયાન પણ બાળકોને મળી શકશે. આ મુલાકાત માતાના નિવાસસ્થાને અથવા મદુરાઈના ગાંધી મ્યુઝિયમમાં થઈ શકે છે. પિતાએ ફોન અથવા વૉટ્સઍપ મેસેજ દ્વારા માતાને અગાઉથી જાણ કરવી પડશે. કોર્ટે કહ્યું કે માતાના કહેવા પર પિતાએ બાળકોના આગળના અભ્યાસનો ખર્ચ વહેંચવા માટે તૈયાર રહેવું પડશે.
    Click here to Read More
    Previous Article
    David Raya Absent From Arsenal Training Before Crucial UCL Clash Against Borussia Dortmund
    Next Article
    બાળકીનો ચહેરો રખડતા શ્વાને ફાડી ખાતા મામલો હાઇકોર્ટમાં:AUDA, કલોલ નગરપાલિકા અને એનિમલ વેલ્ફેર બોર્ડને પક્ષકાર બનાવી કરાઈ રજૂઆત, બચકું ભરનાર શ્વાનને શેલ્ટર હોમમાં રાખવા માંગ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment