Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચમાં કાર સાથે જોખમી સ્ટંટ કરનાર શખ્સ ઝડપાયો:હોસ્ટેલ ગ્રાઉન્ડમાં સ્ટંટનો વીડિયો વાયરલ થતાં પોલીસે ધરપકડ કરી, કાર પણ જપ્ત

    6 hours ago

    ભરૂચ શહેરના હોસ્ટેલ ગ્રાઉન્ડ જેવા જાહેર સ્થળે ફોર વ્હીલર કાર સાથે જોખમી સ્ટંટ કરી લોકોના જીવ જોખમમાં મૂકનાર શખ્સને ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યો છે. ગત 22 નવેમ્બર, 2026ના રોજ કરવામાં આવેલા સ્ટંટનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. જાહેર સ્થળે આ પ્રકારે બેદરકારીપૂર્વક વાહન ચલાવવાથી અન્ય નાગરિકોની સુરક્ષા જોખમમાં મુકાઈ શકે તેવી સ્થિતિ સર્જાઈ હતી. વાયરલ વીડિયો બાદ પોલીસે તપાસ શરૂ કરી ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ ઇન્સ્પેક્ટર કે.ડી. માંગરોળિયાએ વાયરલ વીડિયો અંગે તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવા સૂચના આપી હતી. જેના પગલે પોલીસની સર્વેલન્સ ટીમે માનવ બાતમીદારો અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી સ્ટંટ કરનાર શખ્સની ઓળખ મેળવવા તપાસ હાથ ધરી હતી. અંકલેશ્વરના બ્રજમાનસિંહ સિકરવારની ધરપકડ પોલીસે તપાસના અંતે કાર સાથે જોખમી સ્ટંટ કરનાર અંકલેશ્વરના મોતાલી ગામમાં સિદ્ધેશ્વરી રેસિડેન્સીમાં રહેતા બ્રજમાનસિંહ મુકેશસિંહ સિકરવારને ઝડપી પાડ્યો હતો અને કાર પણ જપ્ત કરી હતી. આ મામલે ભરૂચ શહેર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં BNSની કલમ 281 મુજબ ગુનો નોંધી આરોપી સામે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    1 લાખના ભજીયા વિવાદથી સુરત મનપાની સભામાં માત્ર ચાની ચૂસકી:નાસીરનગર આવાસ ફાળવણી મુદ્દે ગરમાગરમ ચર્ચા, વિપક્ષનો અવાજ દબાવવાનો આક્ષેપ
    Next Article
    ચોમાસામાં તૂટતા રસ્તાઓનો કાયમી ઉકેલ:40 ફૂટથી વધુ પહોળા માર્ગો સિમેન્ટના જ બનશે, ડામર રોડના કામો શરૂ, 5 ફૂટ ઊંડે સુધીની લાઈનોનું 3D મેપિંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment