Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચોમાસામાં તૂટતા રસ્તાઓનો કાયમી ઉકેલ:40 ફૂટથી વધુ પહોળા માર્ગો સિમેન્ટના જ બનશે, ડામર રોડના કામો શરૂ, 5 ફૂટ ઊંડે સુધીની લાઈનોનું 3D મેપિંગ

    9 hours ago

    રાજકોટમાં દર વર્ષે ચોમાસું આવતાની સાથે રસ્તાઓનું ધોવાણ થવું અને તૂટેલા રોડના સમારકામ પાછળ કરોડો રૂપિયાનો ધુમાડો થવો એ હવે ભૂતકાળ બનવા જઈ રહ્યો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે મહાનગરોમાં ટકાઉ રસ્તાઓ માટે આપેલી સૂચનાને પગલે રાજકોટ મનપાએ નવા વર્ષથી શહેરમાં પ્રથમ વખત મોટા પાયે સિમેન્ટ કોંક્રિટ (સીસી) રોડ બનાવવા કવાયત શરૂ કરી દીધી છે. મેયર ડો.નેહલ શુકલએ તંત્રને દોડતું કરીને શહેરના 40 ફૂટથી વધુ પહોળાઈ ધરાવતા તમામ રસ્તાઓ માત્ર સિમેન્ટના જ બનાવવા માટેનું પ્લાનિંગ અને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરવા આદેશ આપી દીધો છે. આ સાથે જ ડામર રોડના જાહેર થયેલા કામો પણ શરૂ કરી દેવામાં આવ્યા છે. બીજીતરફ મનપાનાં પ્લોટની ફાળવણીમાં 'ફિક્સિંગ' થતું હોવાની ફરિયાદો મળતા મેયરે ટેન્ડર અને હરાજીથી જ જગ્યા આપવાનાં આદેશ આપ્યા છે. 15 મીટરથી નાના રસ્તા પર ડામર, મોટા માર્ગો પર સીસી રોડ મેયર ડો. નેહલ શુક્લે જણાવ્યા મુજબ, નવી વ્યવસ્થા અંતર્ગત, હવે 40 ફૂટથી વધુ પહોળા માર્ગો પર મજબૂત સીસી રોડ તૈયાર કરાશે, જ્યાે 15 મીટરથી ઓછી પહોળાઈવાળા રસ્તાઓ ઉપર ડામરકામ યથાવત રાખવામાં આવશે. તાજેતરમાં મળેલી સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં સમગ્ર શહેર માટે 160 કરોડ રૂપિયાના ખર્ચે નવા ડામરકામ મંજૂર કરાયા હતા, તેનું કામ લાભપાંચમથી શરૂ પણ થઈ ચૂક્યું છે. હવે આ ડામરકામની સમાંતર જ શહેરમાં સીસી રોડના પ્રોજેક્ટ્સ પણ શરૂ થશે. જમીનમાં 5 ફૂટ ઊંડે સુધીની લાઈનોનું થશે 3D મેપિંગ વધુમાં મેયરે જણાવ્યું કે, રસ્તાની નીચે કઈ જગ્યાએ પાણીની પાઈપલાઈન, વીજ કેબલ કે અન્ય લાઈનો પસાર થાય છે તેનો સચોટ નકશો તૈયાર કરવા કોર્પોરેશન હવે આધુનિક ટેકનોલોજીનો સહારો લેશે. અત્યાર સુધી તંત્ર પાસે જમીનની અંદર માત્ર 2 ફૂટ સુધીની જ ઈમેજ દેખાતો રેકોર્ડ ઉપલબ્ધ હતો. હવે તેને વધારીને જમીનની અંદર 5 ફૂટ સુધીની ઊંડાઈમાં રહેલી તમામ ભૂગર્ભ લાઈનોની સ્થિતિ સ્પષ્ટ દેખાય તેવી થ્રી-ડી (3D) ઈમેજ તૈયાર કરવાની કામગીરી સોંપવામાં આવશે, જેથી ખોદકામ કર્યા વગર જ ભૂગર્ભ નેટવર્કની સંપૂર્ણ માહિતી મળી રહેશે. યુદ્ધના કારણે ડામર મોંઘો થતાં સીસી રોડનો વિચાર સામાન્ય રીતે ડામર રોડની સરખામણીએ સિમેન્ટ રોડ બનાવવાનો ખર્ચ વધુ આવે છે, પરંતુ તેનું આયુષ્ય પણ ઘણું લાંબુ હોય છે. જોકે, તાજેતરમાં યુદ્ધની સ્થિતિને કારણે ડામરના ભાવમાં મોટો ઉછાળો આવતા એક તબક્કે ડામર અને સિમેન્ટ રોડના અંદાજિત ખર્ચ સરખા જેવા થઈ ગયા હતા. ભાવ લગોલગ આવી જતાં તંત્રએ લાંબા સમય સુધી ટકી રહે તેવા સીસી રોડ તરફ વળવાનું પસંદ કર્યું છે, જોકે હાલ ધીમે ધીમે ડામરના ભાવમાં ફરી ઘટાડો જોવા મળી રહ્યો છે. નવા રોડ વારંવાર ખોદવા ન પડે તે માટે 'ડક્ટ' અને પીજીવીસીએલ સાથે સંકલન સિમેન્ટ રોડ બન્યા બાદ વીજળી, પાણી, ગટર, ગેસ કે ટેલિકોમના કામ માટે ફરીથી રસ્તા ખોદવા ન પડે તે સૌથી મોટો પડકાર છે. આ માટે મેયરે અગાઉથી જ આ તમામ યુટિલિટી કંપનીઓ સાથે સંકલન સાધવા સૂચના આપી છે. ખાસ કરીને ભૂગર્ભ વીજલાઈનોના સંકલન માટે મેયરે પીજીવીસીએલ (PGVCL)ના મેનેજિંગ ડિરેક્ટરને પત્ર પણ લખ્યો છે. આ ઉપરાંત, ભવિષ્યમાં સમારકામની જરૂર ઊભી થાય ત્યારે આખો સીસી રોડ તોડવો ન પડે તે માટે 'ડક્ટ' કે જરૂરિયાતવાળા ભાગમાં સિમેન્ટના બદલે પેવીંગ બ્લોકનો ટુકડો પાથરવાની વ્યવહારુ ટેકનિકલ સલાહ પણ મેયરે આપી છે. ટેન્ડર અને હરાજીથી જ જગ્યા આપવા મેયરનો આદેશ મહાનગરપાલિકાના વિવિધ વિસ્તારોમાં આવેલા ટી.પી. પ્લોટ અને ખુલ્લા મેદાનોની સીઝનલ ધંધા માટે થતી ફાળવણીમાં 'વહેલા તે પહેલા'ની પદ્ધતિ બંધ કરવા મેયર ડો. નેહલ શુકલએ એસ્ટેટ શાખાને સૂચના આપી છે. અત્યાર સુધી માત્ર અરજીના આધારે લાગતા-વળગતા અને ચોક્કસ લોકોને જ પ્લોટ ફાળવી દેવાતા હોવાની તેમજ ફાળવણીમાં ફિક્સિંગ થતું હોવાની ફરિયાદો મેયર સુધી પહોંચી હતી. આ રજૂઆતોને ગંભીરતાથી લઈને હવે પારદર્શક રીતે ટેન્ડર અને ભાવ-ઓફર મંગાવીને જ પ્લોટ ભાડે આપવાનો નિર્ણય લેવાયો છે. નવરાત્રી મહોત્સવ અને ફટાકડા બજારની જેમ જ હવે ઉનાળાની સીઝનમાં મસાલા માર્કેટ, ગરમ વસ્ત્રો સહિત અન્ય સીઝનલ ધંધા માટે હંગામી ધોરણે જગ્યા મેળવવા ભાવ-ઓફર મંગાવવામાં આવશે. જો એક જ પ્લોટ કે મેદાન માટે એક કરતાં વધુ અરજદારો હશે, તો ઊંચી ઓફર આપનારને અથવા હરાજીની પ્રક્રિયા દ્વારા જગ્યા ફાળવવામાં આવશે. આ નવી વ્યવસ્થાના અમલથી પ્લોટ ફાળવણીમાં પારદર્શિતા આવવાની સાથે મનપાની આવકમાં પણ વધારો થવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં કાર સાથે જોખમી સ્ટંટ કરનાર શખ્સ ઝડપાયો:હોસ્ટેલ ગ્રાઉન્ડમાં સ્ટંટનો વીડિયો વાયરલ થતાં પોલીસે ધરપકડ કરી, કાર પણ જપ્ત
    Next Article
    ભાવનગરમાં સ્પ્રેની બોટલમાં બ્લાસ્ટ થતા 7થી વધુ લોકો દાઝ્યા:પ્રત્યક્ષદર્શીએ કહ્યું- 'બોટલ પર હથોડી મારતા જ આગ ફાટી નીકળી', પોલીસ તપાસ માટે પહોંચી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment