Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભરૂચ વોર્ડ 1 માં પ્રાથમિક સુવિધાઓનો અભાવ:રહીશોએ નગરપાલિકા પ્રમુખ-ચીફ ઓફિસરને રજૂઆત કરી

    1 day ago

    ભરૂચ નગરપાલિકાના વોર્ડ નંબર 1 માં પ્રાથમિક સુવિધાઓના અભાવને કારણે સ્થાનિક રહીશોએ નગરપાલિકા કચેરીએ રજૂઆત કરી હતી. વોર્ડની આશરે 15 સોસાયટીના રહીશોએ એકત્ર થઈ પ્રમુખ અને ચીફ ઓફિસરને મળીને પોતાની સમસ્યાઓ જણાવી હતી. રહીશોના જણાવ્યા અનુસાર, વોર્ડ નંબર 1 માં 1000 થી વધુ મકાનો આવેલા છે અને તેઓ નિયમિતપણે 'A' ગ્રેડનો વેરો ભરે છે. તેમ છતાં, વિસ્તારમાં રસ્તા, સ્ટ્રીટ લાઇટ, પાણી અને ગટર જેવી પાયાની સુવિધાઓની સ્થિતિ કથળેલી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે, અનેક રસ્તાઓ બિસ્માર હાલતમાં છે અને ઠેર ઠેર મોટા ખાડા પડી ગયા છે. કેટલાક સ્થળોએ રસ્તામાંથી લોખંડના સળિયા પણ બહાર નીકળી આવ્યા છે, જેનાથી ખાસ કરીને રાત્રિના સમયે અકસ્માતનો ભય રહે છે. પૂરતી સ્ટ્રીટ લાઇટના અભાવે રાત્રે ઘણા વિસ્તારોમાં અંધારપટ છવાઈ જાય છે. આ ઉપરાંત પીવાના પાણી અને ગટર વ્યવસ્થાની સમસ્યાઓ અંગે પણ રહીશોએ નગરપાલિકા સમક્ષ રજૂઆત કરી હતી. સ્થાનિકોએ કોર્પોરેટર સામે પણ નારાજગી વ્યક્ત કરતા આરોપ લગાવ્યો કે, રજૂઆત કરવા જતાં તેમને "તમે અમને વોટ ક્યાં આપ્યો હતો કે અમે તમારું કામ કરીએ" જેવા જવાબો મળે છે, જેના કારણે સમસ્યાઓનું નિરાકરણ થતું નથી. આગામી ઈદે મિલાદ-ઉન-નબીના તહેવારને ધ્યાનમાં રાખીને, રહીશોએ જુલૂસના રૂટ પરના ખાડા તાત્કાલિક પૂરવા, બંધ સ્ટ્રીટ લાઇટો ચાલુ કરવા, જરૂરિયાત મુજબ નવી લાઇટો લગાવવા અને પાણી-ગટર જેવી પાયાની સુવિધાઓનું કાયમી નિરાકરણ લાવવાની માંગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    રાજકોટ મનપાની સ્ટેન્ડિંગ કમિટી બેઠક મળી:17.29 કરોડની 12 દરખાસ્ત મંજુર, 1.24 કરોડની એક દરખાસ્ત નામંજુર, આજથી દર મહિને 40 લાખની બચત થશે, સ્વચ્છતા સર્વે માટે 1.11 કરોડ ચૂકવાશે
    Next Article
    માનવતાએ ધર્મની દીવાલો તોડી:હિંદુ મહિલાએ મુસ્લિમ દર્દીને અને મુસ્લિમ મહિલાએ હિંદુ દર્દીને કિડની દાનમાં આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment