Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત રેલવે વિસ્તારમાં સુરક્ષા સામે ફરી સવાલ:કોસાડ-ગોથાણ વચ્ચે ટ્રેક પરથી હાથ-પગ કપાયેલી હાલતમાં મહિલાની લાશ મળી, અકસ્માત કે અન્ય કોઈ રહસ્યમય કારણ? તે દિશામાં તપાસ

    10 घंटे पहले

    સુરત રેલવે પોલીસ (GRP) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)ની કામગીરી અને સુરક્ષા વ્યવસ્થા સામે ફરી એકવાર ગંભીર સવાલો ઉભા થયા છે. સુરત શહેર નજીક આવેલા કોસાડ અને ગોથાણ રેલવે સ્ટેશન વચ્ચેથી આજે વહેલી સવારે એક અજાણી 40 વર્ષીય મહિલાનો અત્યંત ક્ષત-વિક્ષત હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. વહેલી સવારે 4 વાગ્યે ટ્રેક વચ્ચેથી મળી લાશ મળતી વિગતો અનુસાર, આજે વહેલી સવારે આશરે 4 વાગ્યાના અરસામાં કોસાડ અને ગોથાણ રેલવે સ્ટેશન વચ્ચે પસાર થતા બે રેલવે ટ્રેકની બરાબર વચ્ચે એક 40 વર્ષીય મહિલાનો મૃતદેહ પડ્યો હોવાની માહિતી રેલવે તંત્રને મળી હતી. ઘટનાની ગંભીરતાને જોતા રેલવે પોલીસનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી ગયો હતો. પ્રાથમિક તપાસમાં મૃતક મહિલાના બંને હાથ અને બંને પગ કપાયેલી હાલતમાં મળી આવ્યા હતા. આ અત્યંત બિહામણું દ્રશ્ય જોઈને ઘટનાસ્થળે એકત્ર થયેલા લોકો પણ હચમચી ઉઠ્યા હતા. મહિલાની ઓળખ માટે પોલીસની દોડધામ ઘટનાસ્થળે પહોંચેલી પોલીસે જરૂરી પંચનામું કરીને મૃતદેહનો કબજો મેળવ્યો હતો અને તેને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. મૃતક મહિલા કોણ છે અને ક્યાંની રહેવાસી છે, તેની ઓળખ હજુ સુધી થઈ શકી નથી. આ બનાવને પગલે રેલવે તંત્રમાં ભારે દોડધામ મચી ગઈ છે અને મહિલાના વાલી-વારસોની ભાળ મેળવવા માટે આસપાસના પોલીસ સ્ટેશનોમાં ગુમશુદા વ્યક્તિઓની વિગતો ચકાસવામાં આવી રહી છે. અકસ્માત કે અન્ય કોઈ રહસ્ય? અનેક સવાલો મહિલાનું મોત કોઈ ચાલુ ટ્રેનની અડફેટે આવી જવાથી થયેલો અકસ્માત છે કે પછી તેની પાછળ અન્ય કોઈ રહસ્યમય કારણ છુપાયેલું છે, તે અંગે અનેક તર્ક-વિતર્કો સર્જાયા છે. ખાસ કરીને બે રેલવે ટ્રેકની બરાબર વચ્ચે બંને હાથ અને પગ કપાયેલી હાલતમાં મૃતદેહ મળી આવવો તે અનેક શંકાઓને જન્મ આપી રહ્યો છે. પેટ્રોલિંગના દાવા વચ્ચે સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલી સુરત રેલવે વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી અકસ્માતો અને અજાણ્યા મૃતદેહો મળી આવવાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. વારંવાર બનતી આ પ્રકારની ઘટનાઓને કારણે રેલવે તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે સ્થાનિકો અને મુસાફરોમાં રોષ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને રાત્રિના સમયે રેલવે પોલીસની પેટ્રોલિંગ કામગીરી સામે પણ ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. તંત્ર દ્વારા સઘન પેટ્રોલિંગના દાવા કરવામાં આવે છે, પરંતુ વહેલી સવારે આ રીતે ટ્રેક પરથી મહિલાનો મૃતદેહ મળી આવતા સુરક્ષા વ્યવસ્થાની પોલ ખુલી ગઈ હોય તેવો ઘાટ સર્જાયો છે. હાલ તો મહિલાની ઓળખ છતી કરવા અને તેના મોતનું સાચું કારણ બહાર લાવવા માટે રેલવે પોલીસ દ્વારા ઝીણવટભરી તપાસ કરવામાં આવે તે અત્યંત જરૂરી બન્યું છે.
    Click here to Read More
    Previous Article
    ગીર સોમનાથ ભાજપે કોંગ્રેસ પર બંધારણની અવગણનાનો આરોપ લગાવ્યો:સંવિધાન ગૌરવ દિવસ પહેલાં પત્રકાર પરિષદમાં સાંસદ રાજેશ ચુડાસમા અને માનસિંહ પરમારના પ્રહાર
    Next Article
    અમદાવાદમાં ડ્રગ્સ વેચનારા હવે ઘર વિનાના થશે:સરખેજમાં નાર્કોટિક્સના આરોપીઓના 3 ગેરકાયદે મકાનને AMC-પોલીસે બુલડોઝરથી તોડી પાડ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment