Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં ડ્રગ્સ વેચનારા હવે ઘર વિનાના થશે:સરખેજમાં નાર્કોટિક્સના આરોપીઓના 3 ગેરકાયદે મકાનને AMC-પોલીસે બુલડોઝરથી તોડી પાડ્યા

    10 hours ago

    અમદાવાદમાં ડ્રગ્સ વેચનારા આરોપીઓ સામે હવે બુલડોઝરની કાર્યવાહી શહેર પોલીસ અને મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે. શહેરના સરખેજ વિસ્તારમાં બે કિલો ગાંજાના જથ્થા સાથે ઝડપાયેલી મહિલા સહિત નાર્કોટિકના ગુનામાં સંડોવાયેલા આરોપીઓના ઘર ઉપર દાદાનુ બુલડોઝર ફરી વળ્યું. સરખેજના સંન્યાસ અને કૈલાશ આશ્રમ પાસે સરકારી જમીન પર ગેરકાયદે બનાવવામાં આવેલા ત્રણ મકાનને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે કોર્પોરેશનની મદદથી તોડી પાડવામાં આવ્યા. જેના ડ્રોન વીડિયો પણ સામે આવ્યા છે. ડ્રગ્સમુકત ભારત અને ગુજરાત અભિયાન અંતર્ગત દેશમાંથી ડ્રગ્સની બદી દૂર કરવા ડ્રગ્સ વેચનારા તત્વો સામે ગૃહમંત્રી અમિત શાહની સૂચના બાદ કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. દંપત્તી અને પાડોશી NDPSના ગુનામાં આરોપી ઝોન 7 ડીસીપી શિવમ વર્માએ જણાવ્યું હતું કે, નો ડ્રગ્સ અમદાવાદ અભિયાન ચાલી રહ્યું છે. નાના-મોટા ડ્રગ્સ પેડલરોની વિરુદ્ધમાં પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે. સરખેજ પોલીસ અને ઝોન 7 LCB દ્વારા સરખેજ વિસ્તારમાં સુનીતા રાઠોડ અને દિપક રાઠોડ નામના NDPS એક્ટ હેઠળ ગુના નોંધવામાં આવેલા હતા. પતિ-પત્ની અને તેમના પાડોશમાં રહેતા શાંતાબેન રાઠોડ પણ NDPS ગુનામાં સંડોવાયેલા અમે તેમની ગેરકાયદે મિલકત હોવાનું ધ્યાને આવ્યું હતું. જેથી મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ડિમોલેશન કરવાની કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે કોઈપણ નશાકારક પ્રવૃત્તિ કરવાના ગુનામાં સંડોવાયેલું હશે તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ આજ જગ્યા પર ડિમોલિશન કરવામાં આવ્યું હતું આરોપીઓની ગેરકાયદે મિલકત હોવાનું ધ્યાને આવશે તો તેમની સામે તંત્રને સાથે રાખી કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ આજ જગ્યા પર 2025માં TP 90 પર ડીમોલિશન કરી 6 મકાન અને 9 કોમર્શિયલ બાંધકામ AMC એ દૂર કર્યા હતા. જ્યાં ફરી બાંધકામ કરતા અને નશાની પ્રવૃત્તિ શરૂ રાખતા પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવાના ભાગરૂપે ત્રણ મકાનોને ડિમોલેશન કરવાની કાર્યવાહી કરી છે. નશાકારક પ્રવૃતિના આરોપીની ગેરકાયદે મિલકતની તપાસ થશે પોલીસ દ્વારા આ વિસ્તારમાં વોચ રાખવામાં આવશે જો ફરીથી કોઈ આવી પ્રવૃત્તિ જણાશે તો તાત્કાલિક કાર્યવાહી થશે. ઝોન 7 પોલીસ સ્ટેશન વિસ્તારમાં નશાકારક પ્રવૃત્તિ સાથે સંડોવાયેલા આરોપીઓની ગેરકાયદે મિલકતો અંગે તપાસ કરવામાં આવી રહી છે જે બાદ તેમની સામે બુલડોઝર ફેરવવાની કાર્યવાહી થશે. યુવકે મહિલા આરોપી સુનિતાનું નામ આપ્યું હતું મહત્વનું છે કે, 4 દિવસ પહેલા જ ઝોન-7 LCB અને બોડકદેવ પોલીસે થલતેજ વિસ્તારમાં આવેલા મલાવ તળાવના છાપરા પાસે જાહેર રોડ પર ગાંજો વેચતા રાજુ ભીલ નામના યુવકને ઝડપી પાડ્યો હતો. આ રાજુની પૂછપરછમાં રાજુ ભીલની કબૂલાતના આધારે પોલીસે સરખેજમાં સંન્યાસ આશ્રમ પાસે કૈલાશ તળાવ નજીક આવેલા સુનીતા રાઠોડના મકાનમાં દરોડો પાડી તપાસ હાથ ધરી હતી. ઘરમાંથી પોલીસને 2.174 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. વધુ તપાસ દરમિયાન ઘરની તિજોરીમાં મૂકેલી એક બેગમાંથી ₹53.51 લાખ રોકડા મળી આવ્યા હતા. આટલી મોટી રોકડ રકમ બાબતે પૂછપરછ કરતા સુનીતા રાઠોડ કોઈ સંતોષકારક જવાબ આપી શકી નહોતી. પ્રાથમિક તપાસમાં આ ગાંજો રાજસ્થાનથી લાવવામાં આવતો હોવાનું બહાર આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    સુરત રેલવે વિસ્તારમાં સુરક્ષા સામે ફરી સવાલ:કોસાડ-ગોથાણ વચ્ચે ટ્રેક પરથી હાથ-પગ કપાયેલી હાલતમાં મહિલાની લાશ મળી, અકસ્માત કે અન્ય કોઈ રહસ્યમય કારણ? તે દિશામાં તપાસ
    Next Article
    મોરવા હડફ પોલીસ મથકે વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો:નાટાપુર નજીક હાઈવે ઓળંગતી વેળાએ વાહનની ટક્કરે આધેડનું મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment