Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરવા હડફ પોલીસ મથકે વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધાયો:નાટાપુર નજીક હાઈવે ઓળંગતી વેળાએ વાહનની ટક્કરે આધેડનું મોત

    17 hours ago

    મોરવા હડફ તાલુકાના નાટાપુર ગામે દિલ્હી-મુંબઈ ભારતમાલ હાઈવે રોડ ક્રોસ કરી રહેલા આધેડને અજાણ્યા વાહનચાલકે ટક્કર મારતા ગંભીર ઈજાઓના પગલે સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મોરવા હડફ પોલીસ મથકે અજાણ્યા વાહનચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. મોરવા(હ)ના નાટાપુર ખાતે રહેતા 54 વર્ષીય આરતસિંહ મંગળસિંહ પટેલ ગત 21 નવેમ્બરના રોજ સાંજના આશરે 7 વાગ્યાના સુમારે ઘરેથી ખેતર તરફ જવા નીકળ્યા હતા. તે દરમિયાન નાટાપુર ગામ નજીક દિલ્હીથી મુંબઈ જતા ભારતમાલ હાઈવે રોડ ઓળંગતી વેળાએ અજાણ્યા વાહનચાલકે પોતાનું વાહન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારી ટક્કર મારી હતી. અકસ્માતમાં રોડ પર ફંગોળાઈ ગયેલા આરતસિંહને માથા તથા શરીરે ગંભીર ઈજાઓ પહોંચી હતી. બનાવની જાણ થતાં પરિવારજનો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ મારફતે તેમને ગોધરા સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રાથમિક સારવાર બાદ વધુ સારવાર અર્થે વડોદરાની એસ.એસ.જી. હોસ્પિટલ લઈ જવાયા હતા. જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. આ મામલે મૃતકના પુત્ર મુકેશકુમાર આરતસિંહ પટેલએ મોરવા હડફ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં ડ્રગ્સ વેચનારા હવે ઘર વિનાના થશે:સરખેજમાં નાર્કોટિક્સના આરોપીઓના 3 ગેરકાયદે મકાનને AMC-પોલીસે બુલડોઝરથી તોડી પાડ્યા
    Next Article
    સેન્સેક્સમાં 900 અંકનો ઘટાડો, 83000 પર આવ્યો:નિફ્ટી પણ 300 અંક નીચે, ગ્લોબલ માર્કેટમાં ઘટાડાની અસર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment