Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીર સોમનાથ ભાજપે કોંગ્રેસ પર બંધારણની અવગણનાનો આરોપ લગાવ્યો:સંવિધાન ગૌરવ દિવસ પહેલાં પત્રકાર પરિષદમાં સાંસદ રાજેશ ચુડાસમા અને માનસિંહ પરમારના પ્રહાર

    11 घंटे पहले

    આગામી 26 નવેમ્બરના રોજ ઉજવવામાં આવનાર સંવિધાન ગૌરવ દિવસ અંતર્ગત ગીર સોમનાથ જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જિલ્લા ભાજપ અધ્યક્ષ ડો. સંજય પરમાર, જૂનાગઢ લોકસભાના સાંસદ રાજેશ ચુડાસમા અને રાજ્યસભાના સાંસદ માનસિંહ પરમાર ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે ભાજપના આગેવાનોએ ભારતીય બંધારણના ઘડવૈયા ડો. બાબાસાહેબ આંબેડકરના યોગદાનને યાદ કરી કેન્દ્રની મોદી સરકાર દ્વારા તેમના વિચારો અને વારસાને સન્માનિત કરવા હાથ ધરાયેલા કાર્યોની વિગતો રજૂ કરી હતી. સાથે જ કોંગ્રેસ પર બંધારણ અને બાબાસાહેબની અવગણના કરવાના આક્ષેપો સાથે આકરા પ્રહારો કર્યા હતા. પત્રકાર પરિષદને સંબોધતા સાંસદોએ જણાવ્યું હતું કે, 26 નવેમ્બર 1949ના રોજ બંધારણ સભાએ ભારતનું બંધારણ સ્વીકાર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ષ ૨૦૧૫માં ડો. બાબાસાહેબ આંબેડકરની 125મી જન્મજયંતીની ઉજવણીના ભાગરૂપે 26 નવેમ્બરને સંવિધાન દિવસ તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો હતો. બાબાસાહેબે સમાનતા, સ્વતંત્રતા, ન્યાય અને બંધુતાના મૂલ્યોને બંધારણમાં સ્થાન આપીને દેશના દરેક નાગરિકના અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કર્યું હતું. ભાજપના આગેવાનોએ બાબાસાહેબના જીવન સાથે જોડાયેલા પાંચ મહત્વપૂર્ણ સ્થળોને પંચતીર્થ તરીકે વિકસાવવાના મોદી સરકારના નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો હતો. જેમાં મહૂની જન્મભૂમિ, લંડનની શિક્ષણભૂમિ, નાગપુરની દીક્ષાભૂમિ, દિલ્હીની મહાપરિનિર્વાણ ભૂમિ અને મુંબઈની ચૈત્યભૂમિનો સમાવેશ થાય છે. આ ઉપરાંત દિલ્હીમાં રાષ્ટ્રીય સ્મારક અને ડો. આંબેડકર ઇન્ટરનેશનલ સેન્ટરની સ્થાપના તેમજ ડિજિટલ પેમેન્ટ એપનું નામ 'BHIM' રાખીને બાબાસાહેબને સન્માન આપવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું. કટોકટીના મુદ્દે કોંગ્રેસને ઘેરી કોંગ્રેસ પર પ્રહાર કરતાં સાંસદ રાજેશ ચુડાસમાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ આજે બંધારણની નકલ હાથમાં લઈને લોકશાહી બચાવવાની વાતો કરે છે, પરંતુ વર્ષ 1975માં ઇન્દિરા ગાંધીની સરકારે દેશમાં કટોકટી લાદીને 21 મહિના સુધી લોકશાહીના મૂળભૂત અધિકારોનું હનન કર્યું હતું. આ સમયગાળા દરમિયાન નાગરિક સ્વતંત્રતાઓ પર નિયંત્રણો, પ્રેસ મીડિયા પર સેન્સરશિપ અને રાજકીય વિરોધીઓને જેલમાં પૂરવાની ઘટનાઓ બની હતી. બાબાસાહેબ આંબેડકરને તેમના જીવનકાળ દરમિયાન પણ કોંગ્રેસ તરફથી યોગ્ય સન્માન મળ્યું ન હોવાનો આક્ષેપ પણ તેમણે કર્યો હતો. સરકારી યોજનાઓને બાબાસાહેબના વિચારો સાથે જોડી સાંસદ માનસિંહ પરમારે જણાવ્યું હતું કે, જનધન યોજના, ઉજ્જવલા યોજના, આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી આવાસ યોજના અને સ્વચ્છ ભારત અભિયાન જેવી યોજનાઓ દ્વારા ગરીબો, મહિલાઓ, વંચિતો અને પછાત વર્ગોના સશક્તિકરણ માટે સરકાર કાર્યરત છે. બાબાસાહેબનું સપનું દરેક નાગરિકને સમાન અધિકાર, સમાન તક અને સન્માનપૂર્ણ જીવન આપવાનું હતું. અંતમાં ભાજપના આગેવાનોએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં 'સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ'ના મંત્ર સાથે સરકાર આગળ વધી રહી છે. સંવિધાન ગૌરવ દિવસ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લામાં પદયાત્રા સહિતના વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં ઓનલાઈન ક્રિકેટ સટ્ટાના અડ્ડા પર મકરપુરા પોલીસની રેડ:ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા વચ્ચેની T-20 મેચ પર રમાતો હતો સટ્ટો, વોટ્સએપ ગ્રુપ મારફતે ચલાવાતું હતું નેટવર્ક, બે શખ્સ ઝડપાયા
    Next Article
    સુરત રેલવે વિસ્તારમાં સુરક્ષા સામે ફરી સવાલ:કોસાડ-ગોથાણ વચ્ચે ટ્રેક પરથી હાથ-પગ કપાયેલી હાલતમાં મહિલાની લાશ મળી, અકસ્માત કે અન્ય કોઈ રહસ્યમય કારણ? તે દિશામાં તપાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment