Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કડીમાં નબળા કપાસિયા ખોળના જથ્થાનો નાશ:સીલ કરાયેલા ગોડાઉનોમાં સબ-સ્ટાન્ડર્ડ પશુઆહારની ગણતરી, પશુ આહારને જમીનમાં દાટી નાશ કરાયો

    7 घंटे पहले

    મહેસાણા જિલ્લાના કડી અને આસપાસના વિસ્તારોમાં કપાસિયા ખોળ એટલે કે કોટનસીડ ઓઈલકેકમાં ભેળસેળ અને નબળી ગુણવત્તાના પશુઆહાર મામલે તંત્ર દ્વારા મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી. 11મી ઓક્ટોબરે મંત્રીને થયેલી રજૂઆત તેમજ કોટન સીડ ક્રશર્સ એસોસિએશનની સાધારણ સભામાં મળેલી મૌખિક ફરિયાદના આધારે 11 અને 12 ઓક્ટોબર દરમિયાન તંત્ર કુલ ચાર ગોડાઉન સીલ કરવામાં આવ્યા હતા. જેમાં અલદેસણ, નગરાસણ અને લીંચ સહિતના વેરહાઉસનો સમાવેશ થાય છે. આ ગોડાઉનોમાંથી લેવામાં આવેલા સેમ્પલ ચકાસણી માટે ગુજરાતની સરકાર માન્ય NDDB CAF લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા. લેબોરેટરી રિપોર્ટમાં જે મેન્યુફેક્ચરરના સેમ્પલ સબ-સ્ટાન્ડર્ડ એટલે કે નિર્ધારિત ધોરણ કરતાં નબળી ગુણવત્તાના આવ્યા છે, તેનો નિકાલ કરવા રાજ્ય સરકાર તરફથી સૂચના અને આદેશ મળતા જ તંત્ર સક્રિય થયું અને આ પશુ આહારના માલના નિકાલની કામગીરી કરવામાં આવી હતી. 'રઘુદીપ' નામના મેન્યુફેક્ચરરની સબ-સ્ટાન્ડર્ડ 48 બેગનો નિકાલ અમદાવાદ વિભાગીય સંયુક્ત પશુપાલન નિયામક દ્વારા આજે સવારે આઠ વાગ્યાથી સીલ કરેલા વેરહાઉસના સીલ ખોલીને ગણતરી અને નિકાલની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. અમિતા પટેલ વેરહાઉસ ખાતે સીલ તોડીને મેન્યુફેક્ચરર મુજબ માલની ગણતરી હાથ ધરવામાં આવી છે. આ વેરહાઉસમાં 10,794 બેગનો જથ્થો સંગ્રહિત હતો, જેમાંથી 'રઘુદીપ' નામના મેન્યુફેક્ચરરની સબ-સ્ટાન્ડર્ડ 48 બેગનો નિકાલ કરવાની કાર્યવાહી કરાઈ. જોકે ગણતરી દરમિયાન અંદાજે 50 જેટલી બેગ નીકળે તેવી શક્યતા છે. આ વેરહાઉસની કામગીરી પૂર્ણ થયા બાદ 'ભવ્ય વેરહાઉસ' ખાતે પણ સબ-સ્ટાન્ડર્ડ માલના નિકાલની કાર્યવાહી કરવામાં આવશે. નબળી ગુણવત્તાના પશુઆહારને જમીનમાં દાટી નાશ આ સમગ્ર મામલે પશુપાલન વિભાગના જોઈન્ટ ડાયરેક્ટર કે. જે. બ્રહ્મક્ષત્રિયે જણાવ્યું હતું કે, લેબોરેટરીના રિપોર્ટમાં જે મેન્યુફેક્ચરરનો પશુઆહાર BISના સ્ટાન્ડર્ડ નોર્મ્સ કરતાં ગુણવત્તા અને જથ્થાની દ્રષ્ટિએ સબ-સ્ટાન્ડર્ડ છે, તેનો જમીનમાં JCBથી ઊંડો ખાડો ખોદીને યોગ્ય રીતે દાટીને નાશ કરવામાં આવી રહ્યો છે. વેપારીઓ સામે દંડનીય કાર્યવાહી અંગે સ્પષ્ટતા કરતા તેમણે જણાવ્યું હતું કે, કાયદાના કાર્યક્ષેત્ર હેઠળ લાયસન્સિંગ ઇસ્યુ કરવાની પ્રક્રિયા અને સરકાર તેમજ વિધાનસભામાંથી પસાર થઈને ગાઈડલાઇન્સ આવ્યા બાદ જ દંડનીય કાર્યવાહી શક્ય બનશે, હાલ પૂરતો માત્ર સબ-સ્ટાન્ડર્ડ માલનો નિકાલ કરાવવામાં આવી રહ્યો છે. પ્રોટીનની માત્રામાં ઘટાડો, સિલિકા-મોઈસ્ચરની ટકાવારીના આધારે નક્કી થાય જોઈન્ટ ડાયરેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે, હાઈકોર્ટના દિશા-નિર્દેશ વિના રિપોર્ટના પરિણામો બહાર પાડી શકાતા નથી. જો કે, BIS સ્ટાન્ડર્ડ મુજબ ઓઈલ સીડકેકમાં ડીકોર્ટીકેટેડમાં ઓછામાં ઓછું 40 ટકા અને અનડીકોર્ટીકેટેડમાં 25 ટકા પ્રોટીન હોવું જરૂરી છે. આ ઉપરાંત પ્રોટીનની માત્રામાં ઘટાડો તેમજ ક્રૂડ ફાઈબર, ક્રૂડ ફેટ, સિલિકા અને મોઈસ્ચરની ટકાવારીમાં જોવા મળતા ફેરફારના આધારે પશુઆહારને સબ-સ્ટાન્ડર્ડ ઠરાવી તેનો નાશ કરવાની કાર્યવાહી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    નાણામંત્રી નિર્મલા સીતારમણે ગરીબીનો અર્થ સમજાવ્યો:માત્ર કમાણી નહીં, પાક્કુ ઘર, પાણી, સ્વચ્છતા અને સારવાર જરૂરી; 2011-23 દરમિયાન 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા
    Next Article
    આચાર્યના જન્મદિવસે 72 હજાર કિલો ઘાસનું દાન:બોટાદમાં 14 પાંજરાપોળનાં પશુઓ માટે 100થી વધુ સ્વયંસેવકોએ જીવદયા કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment