Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નાણામંત્રી નિર્મલા સીતારમણે ગરીબીનો અર્થ સમજાવ્યો:માત્ર કમાણી નહીં, પાક્કુ ઘર, પાણી, સ્વચ્છતા અને સારવાર જરૂરી; 2011-23 દરમિયાન 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા

    7 घंटे पहले

    નાણામંત્રી નિર્મલા સીતારમણે સોમવારે કહ્યું કે ગરીબીને માત્ર મજૂરી અથવા આવકથી માપી શકાય નહીં. સુરક્ષિત ઘર, સ્વચ્છ પાણી, સ્વચ્છતા અને સારવાર વિના પરિવાર આર્થિક સંકટમાં રહે છે. તેમણે લિંક્ડઇન પોસ્ટમાં ભારત અંગે વિશ્વ બેંકના તાજેતરના ગરીબી અને સમાનતા અહેવાલનો ઉલ્લેખ કર્યો. અહેવાલ મુજબ, 2011થી 2023 વચ્ચે આશરે 50 કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા અને અત્યંત ગરીબી લગભગ સમાપ્ત થઈ ગઈ. નાણામંત્રીએ કહ્યું, ‘ગરીબી માત્ર આવક અથવા મજૂરીની અછત નથી. સુરક્ષિત છત, સ્વચ્છ પાણી, સ્વચ્છતા અથવા સારવાર વિના કોઈ પરિવાર નબળો રહે છે.’ તેમણે કહ્યું કે આવક વધ્યા પછી પણ આવા પરિવારો સંકટમાં રહી શકે છે. એક બીમારી તેમની આખી બચત ખતમ કરી શકે છે અને તેમને ફરીથી ગરીબીમાં ધકેલી શકે છે. નિર્મલા સીતારમણે કહ્યું- ગરીબીનો અર્થ માત્ર ઓછી આવક નથી સીતારમણના જણાવ્યા મુજબ, આઝાદી પછી છ દાયકાથી વધુ સમય સુધી મોટા પાયે ગરીબી દૂર કરવાનું અધૂરું વચન રહ્યું. 2010ના દાયકાની શરૂઆતમાં પણ વિદેશોમાં ભારતને લાંબા સમયથી ચાલી આવતી ગરીબી સામે ઝઝૂમતા દેશ તરીકે જોવામાં આવતું હતું. તેમણે કહ્યું કે તે સમયે ભારત સ્વચ્છતા, પોષણ, સ્વચ્છ રસોઈના ઈંધણ અને બેન્કિંગના ક્ષેત્રમાં પાછળ હતું. તે સમયગાળામાં એવું માનવામાં આવતું હતું કે ગરીબોને પૈસા વહેંચવાથી તેમની બધી સમસ્યાઓ આપમેળે દૂર થઈ જશે. સીતારમણે કહ્યું કે કેન્દ્ર સરકારે આ રીત અપનાવી નહોતી. તેના બદલે, તેણે પરિવારોની અલગ-અલગ ખામીઓને ઓળખીને તેમને દૂર કરવા માટે કામ કર્યું. તેમણે લખ્યું, “સરકારે દરેક યોજના તે લોકો માટે બનાવી, જેમને તેની જરૂર હતી. યોજનાઓમાં પરિણામો માપવા અને જે ખામીને દૂર કરવાની હતી, તે મુજબ કામ કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું.” તેમણે કહ્યું કે ગરીબી ઘટાડવા માટે કોઈ “જાદુઈ છડી” નહોતી. કલ્યાણકારી યોજનાઓનો અમલ કરવા માટે છેવાડાના પરિવાર સુધી લાભાર્થીઓની ઓળખ અને દેખરેખ જરૂરી હતી. 10 દિવસમાં પીએમએ 3 વખત કાર્યક્રમોમાં ગરીબીનો ઉલ્લેખ કર્યો છેલ્લા 10 દિવસમાં પીએમ મોદીએ ગરીબીને લઈને મુખ્યત્વે 50 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવવા અને વર્લ્ડ બેંકના અહેવાલનો ઉલ્લેખ કર્યો છે.
    Click here to Read More
    Previous Article
    ₹28,000 करोड़ की मेगा डील फिर भी शेयरों में भारी बिकवाली, Tata Steel का शेयर 7% लुढ़का, APL Apollo में भूचाल
    Next Article
    કડીમાં નબળા કપાસિયા ખોળના જથ્થાનો નાશ:સીલ કરાયેલા ગોડાઉનોમાં સબ-સ્ટાન્ડર્ડ પશુઆહારની ગણતરી, પશુ આહારને જમીનમાં દાટી નાશ કરાયો

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment