Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડમાં ભાજપે નૂતન વર્ષનું સ્નેહમિલન યોજ્યું:નરેન્દ્ર મોદી અને ભૂપેન્દ્ર પટેલ વર્ચ્યુઅલી જોડાયા; પક્ષના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા

    6 hours ago

    વલસાડમાં ધારાસભ્ય ભરત પટેલના નિવાસસ્થાને ભાજપે નૂતન વર્ષનું સ્નેહમિલન યોજ્યું. કાર્યક્રમમાં મોટી સંખ્યામાં પક્ષના પદાધિકારીઓ, સંગઠનના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા. ભાજપે રાજ્યના તમામ ધારાસભ્યોના નિવાસસ્થાને નવા વર્ષના સ્નેહમિલનનું આયોજન કર્યું હતું. વલસાડના કાર્યક્રમમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્મા વર્ચ્યુઅલી જોડાયા હતા. કાર્યકરોએ LED સ્ક્રીન પર તેમનાં સંબોધન સાંભળ્યાં. ધારાસભ્ય ભરત પટેલે કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવી હતી. તેમણે કહ્યું કે વલસાડ વિધાનસભા વિસ્તારના કાર્યકરોની મહેનતને બિરદાવવા સ્નેહમિલન અને સમૂહ ભોજનનું આયોજન કરાયું છે. આગામી ગ્રામ પંચાયત ચૂંટણી અંગે ભરત પટેલે કહ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર અને પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માના નેતૃત્વમાં ભાજપનું સંગઠન મજબૂત છે અને પક્ષ ચૂંટણી માટે તૈયાર છે. તેમણે ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો. તેમણે જણાવ્યું કે તેમના મતવિસ્તારનાં 56 ગામોમાંથી લગભગ 55 ગામોમાં ભાજપ પ્રેરિત સરપંચ ચૂંટાયેલા છે. આગામી ચૂંટણીમાં પણ આ પ્રમાણ જળવાશે તેવી આશા તેમણે વ્યક્ત કરી.
    Click here to Read More
    Previous Article
    ધામા ફીડરમાં વીજળી અનિયમિત, ખેડૂતોનું ખેતરકામ અટક્યું:ઝીંઝુવાડા સહિત ચાર ગામના હજારો ખેડૂતોને પાંચ દિવસથી મુશ્કેલી; PGVCLએ ફોલ્ટને કારણ ગણાવ્યો
    Next Article
    સેલવાસામાં લગ્નની લાલચ આપી 4 વર્ષ સુધી યુવતીનું શોષણ:આરોપીએ દુષ્કર્મ આચરી 4 વાર ગર્ભપાત પણ કરાવ્યો, મારપીટ કરી જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment