Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં સાંજે 4 વાગ્યા બાદ મેઘતાંડવ, ત્રણ કલાક રેડ એલર્ટ:ધોધમાર વરસાદથી રસ્તાઓ જળબંબાકાર, ખાડિયામાં મકાન ધરાશાયી થતાં 4 લોકો દટાયા; ત્રણનું રેસ્ક્યૂ એકની શોધખોળ

    7 hours ago

    રાજ્યના હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની કરવામાં આવેલી આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં સાંજે ચાર વાગ્યા બાદ એકાએક ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. એસ.જી. હાઇવે, એસ.પી. રિંગ રોડ, જગતપુર, ચાંદખેડા, મોટેરા, નરોડા, એરપોર્ટ, શાહીબાગ, સરસપુર, ગોતા, ઘાટલોડિયા, નારણપુરા, સાબરમતી, બાપુનગર, લાલદરવાજા અને જમાલપુર સહિત સમગ્ર શહેરમાં સાંબેલાધાર વરસાદ ખાબક્યો હતો. વીજળીના કડાકા-ભડાકા સાથે વરસેલા વરસાદથી રવિવારની સાંજે ફરવા નીકળેલા શહેરીજનો અટવાઈ પડ્યા હતા અને જનજીવન પ્રભાવિત થયું હતું. શહેરમાં એક કલાકમાં સરેરાશ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. સૌથી વધુ વરસાદ શહેરના પૂર્વ વિસ્તારમાં હંસપુરા- એસપી રીંગરોડ પર એક જ કલાકમાં સવા બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે, જ્યારે નરોડા, મુઠીયા, નવા નરોડા, નિકોલ, હરીદર્શન ચાર રસ્તા, મોટેરા, ચાંદખેડા, રાણીપ, ન્યુ રાણીપ, માધુપુરા અને દૂધેશ્વર વિસ્તારમાં બે ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. ગોતા, એસ.જી. હાઇવે, ચાંદલોડિયા, જોધપુર, સેટેલાઈટ શિવરંજની, આશ્રમરોડ નવરંગપુરા, રામોલ, કઠવાડા, સહિતના વિસ્તારોમાં દોઢ ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. રાજ્યના હવામાન વિભાગ દ્વારા સાંજે 4 વાગ્યાથી 7 વાગ્યા સુધી ત્રણ કલાક અમદાવાદ, સુરેન્દ્રનગર, ખેડા, આણંદ, સાબરકાંઠા, દાહોદ, મહીસાગર, અરવલ્લી, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર ગાંધીનગર, ભરૂચ, ભાવનગર અને કચ્છમાં વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. 15 જિલ્લાઓમાં ત્રણ કલાકમાં ભારેથી અતિ ભારે વરસાદ ને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. આ તમામ જિલ્લાઓમાં ભારે વરસાદને લઈને તંત્રને એલર્ટ પણ રહેવા જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    શિલ્પા શેટ્ટીના ઘરે ગણપતિ બાપ્પાનું આગમન:પતિ રાજ સાથે આરતી કરી, ભારે વરસાદ વચ્ચે બાપ્પાને લેવા પહોંચી અંકિતા લોખંડે
    Next Article
    સુરતની પી.પી. સવાણી ઈન્સ્ટીટ્યૂટની હોસ્ટેલમાં 100 વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝનીંગ:6 બસ ભરી હોસ્પિટલ ખસેડાયા, એડમિનિસ્ટ્રેટર બોલ્યા-'આ મસાલાવાળી ખબર નથી'

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment