Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કુંભારવાડા મિલની ચાલીમાં વીજપોલનો વાયર બળ્યો:પાવરના ધાંધિયાથી લોકોના કિંમતી ઉપકરણો ખાખ, PGVCL સામે રોષ

    5 days ago

    ભરઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ભાવનગર શહેરના કુંભારવાડા વિસ્તારમાં આવેલી મિલની ચાલી લક્ષ્મીનગરમાં વીજ કંપનીની બેદરકારીના કારણે સ્થાનિક રહીશો ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે તાજેતરમાં જ આ વિસ્તારમાં વીજપોલનો મુખ્ય વાયર બળી જવાની ઘટના સામે આવી છે, જેના કારણે સ્થાનિક લોકોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે, ​ભરઉનાળે વોલ્ટેજ વધ-ઘટ થતાં હોબાળો ​સ્થાનિકએ જણાવ્યું હતું કે, મિલની ચાલી લક્ષ્મીનગરમાં છેલ્લા કેટલાક સમયથી અવારનવાર લાઈટનો વોલ્ટેજ ભારે વધ-ઘટ થઈ રહ્યો છે, ભરઉનાળે વીજળીના આ ધાંધિયાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે પાવરમાં થતા આ લો-હાઈ વોલ્ટેજના કારણે ઘરોમાં રાખેલા કિંમતી વીજ ઉપકરણો જેવા કે ​ટીવી, ​ફ્રીજ, ​પાણીની મોટર, ​પંખા અને લાઈટો સહિતની ઉપકરણોઓ​વારંવાર બળી જઈને ખરાબ થઈ રહ્યા છે, જેના કારણે સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર મોટો આર્થિક બોજ આવી પડ્યો છે. ​​સ્થાનિક રહીશોનો આક્ષેપ છે કે, આ ગંભીર સમસ્યા અંગે જ્યારે પણ PGVCL ની કચેરીએ ફોન કરીને રજૂઆત કરવામાં આવે છે, ત્યારે તંત્ર દ્વારા કોઈ તાત્કાલિક પગલાં લેવામાં આવતા નથી. અધિકારીઓ એકબીજા ઉપર 'ખો' આપીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરે છે અને ફોન પર સંતોષકારક જવાબ મળતો નથી, વારંવાર રજૂઆતો કરવા છતાં PGVCLના બહેરા તંત્રના પેટનું પાણી હલતું નથી. અમારી માંગ છે કે વીજ કંપની આ બાબતને ગંભીરતાથી લે, કાયમી ઉકેલ લાવે અને ભવિષ્યમાં લોકોનું નુકસાન થતું અટકાવે, ​હવે જોવાનું એ રહ્યું કે સ્થાનિકોની આ ઉગ્ર માંગ અને આક્રોશ બાદ PGVCLના ઉચ્ચ અધિકારીઓ આ વિસ્તારની મુલાકાત લઈને જર્જરિત વાયરો બદલશે કે પછી જનતાને આમ જ હેરાન થવા માટે છોડી દેશે..
    Click here to Read More
    Previous Article
    સુરત શહેરમાં ગરમીનો ભારે પ્રકોપ:અસહ્ય બફારા સામે પંખા-કૂલર પણ ફેલ, ઘર કે ઓફિસની બહાર નીકળતા જ લોકો પરસેવાથી રેબઝેબ
    Next Article
    સુરતમાં ખાડીપૂર રોકવા મનપા એક્શનમાં:દિલ્હીથી મંગાવેલા 4 સ્પેશિયલ 'ફ્લોટિંગ મશીનો'મેદાને, 540 કલાકમાં 7300 ઘન મીટર કચરો બહાર ફેંક્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment