Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલેક્ટરે બન્નીના ગામોમાં પાણી માટે એક્શન પ્લાન બનાવવા કહ્યું:ધોરડોમાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં ખેડૂતોને કૂવા માટે જમીન ફાળવણીનો મુદ્દો પણ ઉઠ્યો

    8 hours ago

    કચ્છના અંતરિયાળ વિસ્તારોમાં પીવાના પાણીની સમસ્યા અને કૂવા બનાવવા સરકારી જમીન ફાળવવાની પ્રક્રિયામાં પડતી મુશ્કેલીઓ અંગે ધોરડોમાં યોજાયેલી બેઠકમાં ચર્ચા થઈ. જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ સંબંધિત વિભાગોના અધિકારીઓને પ્રશ્નોનો સમયમર્યાદામાં ઉકેલ લાવવા સૂચના આપી. ભુજના ધારાસભ્ય કેશુભાઈ પટેલે બન્નીના હાજીપીર, ભીટારા અને લુણા સહિતનાં ગામોમાં પાણી વિતરણની સમસ્યા રજૂ કરી. તેમણે સમગ્ર કચ્છમાં પાણી વિતરણની વ્યવસ્થા સુધારવા આયોજનબદ્ધ કામગીરી કરવાની જરૂર જણાવી. કલેક્ટરે પાણી પુરવઠા વિભાગ અને સંબંધિત તંત્રને તાત્કાલિક બોર બનાવવા જેવા વૈકલ્પિક ઉપાયો હાથ ધરવા કહ્યું. ભવિષ્યમાં પાણીની અછત ન સર્જાય તે માટે લાંબા ગાળાનું આયોજન તૈયાર કરવા અને બન્નીનાં ગામોમાં સ્થાનિક જરૂરિયાત મુજબ નિયમિત તથા પૂરતું પાણી પહોંચે તે માટે એક્શન પ્લાન બનાવવા પણ સૂચના આપી. ખેડૂતોને કૂવા બનાવવા માટે બે ગુંઠા સરકારી જમીન ફાળવવાની પ્રક્રિયામાં એનઓસી મેળવવામાં થતા વિલંબનો મુદ્દો પણ ઉઠ્યો. કેશુભાઈ પટેલે ભુજ તાલુકા સહિત કચ્છના ખેડૂતોની મુશ્કેલી દૂર કરવા રજૂઆત કરી. કલેક્ટરે મામલતદારો સહિતના અધિકારીઓને અરજીઓનો ઝડપથી નિકાલ કરવા અને બિનજરૂરી વિલંબ ટાળવા કહ્યું. કલેક્ટરે કહ્યું કે નાગરિકોને પીવાનું પાણી સરળતાથી મળે તે વહીવટીતંત્રની પ્રાથમિકતા છે. જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ થતા પ્રશ્નો ઉકેલવા વિભાગોએ સંકલન સાથે જવાબદારીપૂર્વક કામ કરવું જોઈએ. બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ પ્રભાબેન હુણ, સામાજિક ન્યાય સમિતિના ચેરમેન મંજુલાબેન ચાવડા, જિલ્લા વિકાસ અધિકારી અતિરાગ ચપલોત, પશ્ચિમ કચ્છના પોલીસ અધિક્ષક વિકાસ સુંડા અને નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયા હાજર રહ્યા હતા. વિવિધ વિભાગોના ઉચ્ચ અધિકારીઓ અને તાલુકાકક્ષાના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    હર્ષિત અને શમિલ વચ્ચે બોલાચાલી:હસન નવાઝની ફિફ્ટી, ભારત સામે પાકિસ્તાનની ત્રીજી વિકેટ; વૈભવ સૂર્યવંશીને ખભા પર વાગ્યું
    Next Article
    સિદ્ધપુરના મેળામાં 55 કિલો ખાદ્યસામગ્રીનો નાશ:પાટણની ટીમે 27 ખાદ્ય એકમ તપાસ્યા; બિનઆરોગ્યપ્રદ સામગ્રી સ્થળ પર જ નષ્ટ કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment