Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સિદ્ધપુરના મેળામાં 55 કિલો ખાદ્યસામગ્રીનો નાશ:પાટણની ટીમે 27 ખાદ્ય એકમ તપાસ્યા; બિનઆરોગ્યપ્રદ સામગ્રી સ્થળ પર જ નષ્ટ કરી

    8 hours ago

    કારતક પૂનમ નિમિત્તે સિદ્ધપુર ખાતે યોજાયેલા મેળામાં મુલાકાતીઓને શુદ્ધ અને સુરક્ષિત ખાદ્યસામગ્રી મળી રહે તે હેતુથી પાટણ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન કુલ 27 પેઢીઓની ચકાસણી કરીને 55 કિલો જેટલા બિનઆરોગ્યપ્રદ ખાદ્યપદાર્થોનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. કારતક પૂનમના અવસરે સિદ્ધપુર ખાતે ભરાયેલા મેળામાં નાગરિકોને સ્વચ્છ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત ખાદ્યચીજવસ્તુઓ ઉપલબ્ધ થાય તે માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્ર, પાટણ દ્વારા વિશેષ તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. ફૂડ સેફ્ટી ઑફિસર એન. જે. ત્રિવેદી અને ફૂડ સેફ્ટી વાનની ટીમ દ્વારા મેળાના વિવિધ વિસ્તારોમાં ખાદ્યચીજવસ્તુઓનું વેચાણ કરતા સ્ટોલ અને એકમો પર આકસ્મિક તપાસ કરવામાં આવી હતી. તંત્રની આ સઘન તપાસ કામગીરી દરમિયાન મેળામાં કાર્યરત કુલ 27 ખાદ્ય પેઢીઓનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. ચકાસણી દરમિયાન કેટલાક એકમો પરથી વેચાણ અર્થે રાખવામાં આવેલી આશરે 55 કિલો બિનઆરોગ્યપ્રદ ખાદ્યચીજવસ્તુઓ મળી આવી હતી, જેનો તંત્રની ટીમ દ્વારા સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો. મેળામાં આવતા શ્રદ્ધાળુઓ અને મુલાકાતીઓના આરોગ્યની સુરક્ષા જળવાઈ રહે તથા ખાદ્યપદાર્થોની ગુણવત્તા અને સ્વચ્છતાના ધોરણોનું પાલન થાય તે માટે તંત્ર દ્વારા આ દેખરેખ અને તપાસની કામગીરી કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    કલેક્ટરે બન્નીના ગામોમાં પાણી માટે એક્શન પ્લાન બનાવવા કહ્યું:ધોરડોમાં સંકલન સહ ફરિયાદ સમિતિની બેઠકમાં ખેડૂતોને કૂવા માટે જમીન ફાળવણીનો મુદ્દો પણ ઉઠ્યો
    Next Article
    India vs Pakistan LIVE Score, Asia Cup Rising Stars LIVE Updates: Hasan Nawaz Slams Fifty, Pak Back In Command vs India

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment