Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુનાખોરી પર અંકુશ માટે પોલીસની નવી પહેલ:વડોદરામાં મેન્ટર પ્રોજેક્ટ હેઠળ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોનું કાઉન્સેલિંગ કરી ગુનાખોરીનો માર્ગ છોડવા સમજાવ્યા

    6 hours ago

    વડોદરા શહેરમાં ગુનાખોરી પર નિયંત્રણ મેળવવા અને ગુનાહિત પ્રવૃત્તિઓમાં સંડોવાયેલા લોકોને સુધારવાની તક આપવાના હેતુથી વડોદરા પોલીસે મેન્ટર પ્રોજેક્ટ અંતર્ગત વિશેષ પહેલ હાથ ધરી છે. આ પ્રોજેક્ટના ભાગરૂપે પોલીસ દ્વારા મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા લોકોને બોલાવી તેમનું કાઉન્સેલિંગ કરી ગુનાખોરીનો માર્ગ છોડવા સમજાવવામાં આવ્યા હતા. ગોત્રી પોલીસ સ્ટેશન ખાતે ઝોન-2ના DCP મંજીતા વણઝારાની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ઝોન-2 હેઠળ આવતા તમામ પોલીસ સ્ટેશનોના પોલીસ ઇન્સ્પેક્ટરો હાજર રહ્યા હતા. આ દરમિયાન મિલકત સંબંધી ગુનાઓમાં સંડોવાયેલા ઈસમોને પણ ઉપસ્થિત રાખવામાં આવ્યા હતા. પોલીસ અધિકારીઓએ ઉપસ્થિત ઈસમોને ગુનાહિત પ્રવૃત્તિઓથી દૂર રહેવા અને સમાજની મુખ્યધારામાં જોડાવા માટે સમજણ આપી હતી. સાથે જ ભવિષ્યમાં કોઈપણ પ્રકારની અસામાજિક કે ગુનાહિત પ્રવૃત્તિમાં સામેલ ન થવા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. વડોદરા પોલીસ દ્વારા મેન્ટર પ્રોજેક્ટ હેઠળ હાથ ધરવામાં આવેલી આ પહેલનો મુખ્ય ઉદ્દેશ માત્ર ગુનાઓ પર અંકુશ મેળવવાનો જ નહીં, પરંતુ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોને યોગ્ય માર્ગદર્શન આપી તેમનામાં સુધાર લાવવાનો અને તેમને સમાજમાં સકારાત્મક જીવન જીવવા પ્રેરિત કરવાનો છે. DCP ઝોન 2 મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, ઝોન-2 વિસ્તારમાં અમારા મેન્ટર પ્રોગ્રામ અંતર્ગત આ કાર્યક્રમ ગોઠવવામાં આવ્યો હતો. મેન્ટર પ્રોગ્રામ હેઠળ જે ઈસમો અગાઉ કોઈ ગુનામાં પકડાયેલા છે, તેમના પર અમે સતત વોચ રાખીએ છીએ અને તેમની ગતિવિધિઓ પર ધ્યાન રાખીએ છીએ. તેઓ બીજી વખત કોઈ ગુનાહિત પ્રવૃત્તિમાં ન સંકળાય, તે હેતુથી આ મેન્ટર પ્રોગ્રામ અંતર્ગત અમે તેમનું બ્રિફિંગ રાખ્યું હતું, તેમને એલર્ટ કર્યા હતા અને તાકીદ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    લાઘણજમાં કારની ટક્કરથી આધેડને ફ્રેક્ચર:રેસ્ટોરન્ટ સંચાલક-સ્ટાફે કારચાલકને ભગાડી દઈ ઈજાગ્રસ્તને સારવારમાં ન જવા દઈ ધમકાવ્યાની ફરિયાદ
    Next Article
    દૂષિત પાણીના કારણે અસંખ્ય માછલીઓના મોત:જહાંગીરપુરા-સરોલી કેનાલ રોડ પરની ઘટના, સ્થાનિકોમાં ભારે રોષ બાદ GPCB અને સિંચાઇ વિભાગની તપાસ શરૂ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment