Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હળવદના માનગઢમાં જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળ્યા:લોકોમાં કુતૂહલ, તંત્ર દોડતું થયું; ભૂસ્તર વિભાગ અને GPCBની ટીમ તપાસ કરશે

    7 hours ago

    હળવદના માનગઢ ગામે રહેણાંક વિસ્તારમાં જમીનમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળી રહ્યા છે. જેથી લોકોમાં ભારે કુતૂહલ જોવા મળી રહ્યું છે. આ અંગેની જાણ થતાં જ તંત્ર દોડતું થયું હતું. ધુમાડા નીકળતા હતા તે જગ્યાએ જમીન ગરમ હતી હળવદના માનગઢ ગામે રહેતા જલ્પેશ રતિલાલ પટેલના રહેણાંક મકાન અને ત્યાં આવેલા ઇલેક્ટ્રીક વીજપોલની નીચેના ભાગમાંથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળી રહ્યા છે. તેમણે તરત જ તલાટી મંત્રી દિપક હડિયાલ અને મામલતદારને જાણ કરી. ગામના અન્ય લોકો પણ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તેમણે જોયું કે, જ્યાંથી ધુમાડા નીકળતા હતા તે જગ્યાએ જમીન ગરમ હતી. ગ્રામજનોમાં અનેક તર્ક-વિતર્ક તલાટી મંત્રી દીપક હડિયલે જણાવ્યું કે જમીનની નીચેથી ગરમ વરાળ જેવા ધુમાડા નીકળી રહ્યા છે. તેમણે આ અંગે ટીડીઓ અને સંબંધિત વિભાગોને જાણ કરી છે. હવે ભૂસ્તર વિભાગ અને જીપીસીબીના અધિકારીઓ દ્વારા આગળની તપાસ કરવામાં આવી રહી છે. જમીનમાંથી ગરમ વરાળ નીકળી રહી છે અને જમીન પણ ગરમ થઈ ગઈ છે. આ ગેસ છે કે ગરમ વરાળ, તે તપાસનો વિષય છે. ગ્રામજનોમાં આ અંગે અનેક તર્ક-વિતર્ક થઈ રહ્યા છે. તંત્ર દ્વારા સેમ્પલિંગ લેવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા મોરબી તાલુકાના વીરપરડા ગામ પાસે કુવાનું પાણી દરિયાના મોજાની જેમ હાલકડોલક થતું હતું.
    Click here to Read More
    Previous Article
    તરણેતર લોકમેળાના અંતિમ દિવસે પોલીસ પરિવારે ધજા ચડાવી:રેન્જ IG નિર્લિપ્ત રાયે પૂજા બાદ ધજા માથે લઈ ત્રિનેત્રેશ્વર મહાદેવના મંદિરે ચડાવી, રાસ-ગરબામાં જોડાયા
    Next Article
    વડાપ્રધાન મોદીનો 76મો જન્મદિવસ મનોદિવ્યાંગોએ ઉજવ્યો:ૐ ટ્રેનિંગ સેન્ટરમાં કેક કાપી, રંગોળી બનાવી ખુશી વ્યક્ત કરી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment