Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરતમાં જમવા બાબતે પથ્થરના ઘા ઝીંકી યુવકનું ઢીમ ઢાળ્યું:પોલીસે 50થી વધુ CCTV ચેક કર્યા, ચાલવાની ઢબ પરથી પકડાયો હત્યારો

    10 hours ago

    સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં જમવા જેવી નજીવી બાબતે થયેલા ઝઘડાની અદાવતમાં એક યુવકની પથ્થર મારીને હત્યા કરવામાં આવી છે. 23 એપ્રિલના રોજ સાર કોમ્પ્લેક્ષના કમ્પાઉન્ડમાં નિદ્રાધીન યુવક પર પથ્થર ઝીંકી હુમલો કરનાર કચરો વીણતા શખ્સને સલાબતપુરા પોલીસે સીસીટીવી ફૂટેજ અને તેની ચાલવાની વિશિષ્ટ ઢબના આધારે ગણતરીના કલાકોમાં ઝડપી પાડ્યો છે. આરોપીએ માથા અને છાતીના ભાગે મોટો પથ્થર ઝીંક્યો આ ઘટના પાછળ રાત્રિના સમયે ભોગ બનનાર અને આરોપી વચ્ચે જમવા બાબતે થયેલી બોલાચાલી જવાબદાર હતી. ઝઘડો શાંત થયા બાદ બંને છૂટા પડ્યા હતા, પરંતુ આરોપી બબલુ ઉર્ફે બુલ્લુએ મનમાં ખાર રાખ્યો હતો. જ્યારે યુવક સાર કોમ્પ્લેક્ષના કમ્પાઉન્ડમાં સૂઈ રહ્યો હતો, ત્યારે આરોપીએ તેના માથા અને છાતીના ભાગે મોટો પથ્થર ઝીંકી દીધો હતો. હુમલો કરીને આરોપી અંધારાનો લાભ લઈ ફરાર થઈ ગયો હતો. ગંભીર રીતે ઘવાયેલા યુવકનું 26 એપ્રિલના રોજ સારવાર દરમિયાન સિવિલ હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. પોલીસે 50થી વધુ CCTV કેમેરા તપાસ્યા રખડતું જીવન જીવતા અજાણ્યા હત્યારાને પકડવો પોલીસ માટે પડકાર હતો. સલાબતપુરા પોલીસે અલગ-અલગ ટીમો બનાવી વિસ્તારના 50થી વધુ CCTV કેમેરા તપાસ્યા હતા. ફૂટેજમાં એક શંકાસ્પદ વ્યક્તિ કચરો વીણતો દેખાયો હતો. જોકે તેનો ચહેરો સ્પષ્ટ નહોતો, પરંતુ તેની ચાલવાની ચોક્કસ ઢબ અને પહેરવેશના આધારે પોલીસે ફોટોગ્રાફ્સ તૈયાર કરી સ્થાનિકોમાં વહેંચ્યા હતા. આ સઘન તપાસને અંતે પોલીસે આરોપીને કોર્ડન કરી ઝડપી લીધો હતો. કોણ છે આ આરોપી? આ હત્યા કેસમાં પોલીસના હાથે ઝડપાયેલા આરોપીનું નામ બબલુ ઉર્ફે બુલ્લુ અશોક ભોલ છે. 41 વર્ષીય આ આરોપી મૂળ ઓરિસ્સા રાજ્યના ગંજામ જિલ્લાના નારાયણપુર ગામનો વતની છે. રોજગારીની શોધમાં સુરત આવ્યો હતો. સલાબતપુરામાં રોકડીયા હનુમાન મંદિરની સામેના બ્રિજ નીચે રહેતો હતો અને શહેરમાં અલગ-અલગ જગ્યાઓએ ફૂટપાથ પર સૂઈ જતો હતો. રસ્તા પરથી ભંગાર, પ્લાસ્ટિકની ખાલી બોટલો અને પૂંઠાઓ વીણીને તે પોતાનું ગુજરાન ચલાવતો હતો. આરોપી લાજપોર મધ્યસ્થ જેલમાં ધકેલ્યો શરૂઆતમાં પોલીસે હત્યાની કોશિશનો ગુનો દાખલ કર્યો હતો, પરંતુ યુવકના અવસાન બાદ હવે આરોપી વિરુદ્ધ ભારતીય દંડ સંહિતા (IPC) મુજબ હત્યાની કલમનો ઉમેરો કરવામાં આવ્યો છે. હાલ આરોપી લાજપોર મધ્યસ્થ જેલમાં છે અને પોલીસ આગળની કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.
    Click here to Read More
    Previous Article
    સાબરકાંઠામાં સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીની મતગણતરી:આવતીકાલે 12 કેન્દ્રો પર થશે, તૈયારીઓ પૂર્ણ
    Next Article
    'અમદાવાદમાંથી દબાણ હટ્યું હોય એવો એક રોડ બતાવો':હાઇકોર્ટે દબાણ અને ધ્વનિ પ્રદૂષણ મુદ્દે મ્યુનિ.કમિશ્નર, ગૃહ વિભાગના સેક્રેટરી, GPCB ચેરમેનને ઓનલાઈન હાજર કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment