Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ઉધનામાં બે માળની જર્જરિત બિલ્ડિંગની ગેલેરી ધરાશાયી:ફાયર વિભાગની નોટિસ છતાં લોકોએ ઘર ખાલી ન કર્યા, સદનસીબે જાનહાનિ ટળી

    8 hours ago

    સુરત શહેરમાં જોખમી અને જર્જરિત બિલ્ડિંગોને ખાલી કરવા તંત્ર દ્વારા સમયાંતરે ચેતવણીઓ આપવામાં આવે છે, છતાં લોકો ધ્યાને ન લેવા દુર્ઘટનાઓ બને છે. આજે શહેરના ઉધના વિસ્તારમાં વધુ એક જર્જરિત ઇમારતની બાલ્કની અચાનક તૂટી પડી છે. સદનસીબે આ દુર્ઘટના વહેલી સવારે બની હોવાથી કોઈ મોટી જાનહાનિ થઈ નહોતી. લોકોની અવરજવર ન હોવાથી દુર્ઘટના ટળી ઉધના વિસ્તારના રોડ નંબર 13 પર બે માળની એક જૂની અને જર્જરિત બિલ્ડિંગ આવેલી છે. સવારે આશરે 5 વાગ્યાના સુમારે અચાનક જ આ ઇમારતની ગેલેરી કડડભૂ થઈને નીચે પડી હતી. વહેલી સવારનો સમય હોવાને કારણે રસ્તા પર કે બિલ્ડિંગની આસપાસ લોકોની અવરજવર નહિવત હતી, જેના કારણે એક મોટી હોનારત ટળી ગઈ હતી. જો આ ઘટના દિવસના સમયે બની હોત તો ગંભીર જાનહાનિ થવાની પૂરી શક્યતા હતી. ફાયર વિભાગની નોટિસ છતાં ખાલી ન કરાઈ સૂત્રોના જણાવ્યા અનુસાર, સુરત મહાનગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા આ જોખમી અને અતિ જર્જરિત બિલ્ડિંગ બાબતે અગાઉ જ નોટિસ ફટકારવામાં આવી હતી. તંત્ર દ્વારા ઇમારતમાં આવેલા તમામ ઘર અને દુકાનો તાત્કાલિક ખાલી કરી દેવા માટે કડક સૂચના આપવામાં આવી હોવા છતાં, સમયસર સ્થળાંતર ન થવાને કારણે આ અકસ્માત સર્જાયો હતો.
    Click here to Read More
    Previous Article
    યુપી ચૂંટણી મામલે ખડગેના ઘરે કોંગ્રેસની બેઠક:કોંગ્રેસે સપા પાસેથી 181 બેઠકો માંગી; 2022માં 2 બેઠકો જીતી હતી
    Next Article
    વલસાડના રાજનનગરમાં ચાર મકાનના તાળા તોડી ચોરી:બુરખાધારી તસ્કરો રેલવે ટ્રેક તરફથી આવ્યા; 50થી વધુ શંકાસ્પદની પૂછપરછ, CCTV ફૂટેજ તપાસાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment