Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લાઘણજમાં કારની ટક્કરથી આધેડને ફ્રેક્ચર:રેસ્ટોરન્ટ સંચાલક-સ્ટાફે કારચાલકને ભગાડી દઈ ઈજાગ્રસ્તને સારવારમાં ન જવા દઈ ધમકાવ્યાની ફરિયાદ

    6 hours ago

    મહેસાણા જિલ્લાના લાઘણજ પોલીસ સ્ટેશનમાં માર્ગ અકસ્માત અને ત્યારબાદ રેસ્ટોરન્ટ સંચાલક તથા સ્ટાફ દ્વારા કરાયેલી કથિત દાદાગીરી મામલે ફરિયાદ નોંધાઈ છે. જગુદણ સર્વિસ રોડ પર એક અજાણ્યા ફોર-વ્હીલર ચાલકે બાઈકને ટક્કર મારતા 57 વર્ષીય પેઈન્ટરને ડાબા પગમાં ફ્રેક્ચર થયું હતું. આરોપ છે કે, અકસ્માત બાદ રેસ્ટોરન્ટના સંચાલક અને સ્ટાફે પોતાના ગ્રાહક એવા કારચાલકને ભગાડી મૂકી ઈજાગ્રસ્ત આધેડને એક કલાક સુધી રોડ પર બેસાડી રાખી ધમકાવ્યા હતા. રેસ્ટોરન્ટના પાર્કિંગમાંથી નીકળેલી કારે બાઈકને ટક્કર મારી પુનાસણ ગામના રહેવાસી 57 વર્ષીય અશોકગીરી ગોસ્વામી ગત 25 ઓગસ્ટ, 2026ના રોજ તેમના કારીગર લાલાજી સાથે બાઈક નં. જી.જે.02.ઈ.એલ.0048 પર અપોલો કંપનીમાં પેઈન્ટિંગકામ પતાવી બપોરે બે વાગ્યે ઘરે પરત ફરી રહ્યા હતા. વોટરપાર્ક સામે જગુદણ સર્વિસ રોડ પર મગનલાલ ભાખરીશાકવાળા રેસ્ટોરન્ટના પાર્કિંગમાંથી એક ડાર્ક ગ્રે કલરની કારે બેદરકારીપૂર્વક આવી બાઈકને ટક્કર મારતા બંને રોડ પર પટકાયા હતા, જેમાં અશોકગીરીને ડાબા પગે ગંભીર ઈજા થઈ હતી અને જમણો પગ સાઈલેન્સરથી દાઝ્યો હતો. ગ્રાહકનું ઉપરાણું લઈ કારચાલકને ભગાડ્યો, ઈજાગ્રસ્તને ધમકાવ્યા ફરિયાદ મુજબ, અકસ્માત બાદ રેસ્ટોરન્ટના સંચાલક અને સ્ટાફે પોતાના ગ્રાહક એવા કારચાલકનું ઉપરાણું લઈ અશોકગીરી તથા કારીગરને ધમકાવ્યા હતા. તેમણે કારીગરને રૂ. 50 ભાડું આપી રવાના કરી દીધો હતો અને કારચાલકને પણ 'બધું સંભાળી લઈશું' તેમ કહી ભગાડી મૂક્યો હતો. ઈજાગ્રસ્ત અશોકગીરીના પુત્ર સાહીલગીરીએ ફોન પર પિતાને દવાખાને લઈ જવા વિનંતી કરી હોવા છતાં સ્ટાફે આનાકાની કરી ધમકી આપી એક કલાક સુધી રોડ પર બેસાડી રાખ્યા હતા. પગમાં ફ્રેક્ચરનું નિદાન થયા બાદ લાઘણજ પોલીસમાં ફરિયાદ બાદમાં કોઈએ 108 એમ્બ્યુલન્સ બોલાવતા અશોકગીરીને નંદાસણ સી.એચ.સી. ખાતે લઈ જવાયા હતા, જ્યાં એમ.એલ.સી. રિપોર્ટ બનાવી પ્રાથમિક સારવાર અપાઈ હતી. ઘરે ગયા બાદ પગમાં દુખાવો યથાવત્ રહેતા ઓર્થોપેડિક હોસ્પિટલમાં એક્સ-રે કરાવતા ડાબા પગમાં ફ્રેક્ચર હોવાનું નિદાન થયું હતું. અગાઉ આપેલી અરજી પર કોઈ કાર્યવાહી ન થતાં અંતે અશોકગીરીએ અજાણ્યા કારચાલક, રેસ્ટોરન્ટ સંચાલક અને સ્ટાફ વિરુદ્ધ લાઘણજ પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    હર્ષિત અને શમિલ વચ્ચે બોલાચાલી:ભારત સામે પાકિસ્તાનની ત્રીજી વિકેટ પડી, 59 રન ફટરાકી સદાકત આઉટ; વૈભવ સૂર્યવંશીને ખભા પર વાગ્યું
    Next Article
    ગુનાખોરી પર અંકુશ માટે પોલીસની નવી પહેલ:વડોદરામાં મેન્ટર પ્રોજેક્ટ હેઠળ ગુનાહિત પ્રવૃત્તિમાં સંડોવાયેલા લોકોનું કાઉન્સેલિંગ કરી ગુનાખોરીનો માર્ગ છોડવા સમજાવ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment