Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બે શખ્સનો ધારિયા-ધોકા લઈને આધેડ પર હુમલો:વાઘાવાડી રોડ પર જમીનના પૈસા અને લખાણ મામલે ઝઘડો, ધમકી આપી કારના કાચ તોડી નાખ્યા

    6 hours ago

    ભાવનગરના વાઘાવાડી રોડ વિસ્તારમાં જમીનના પૈસા અને લખાણ મામલે બે શખ્સે આધેડને ફોન પર ધમકી આપી, બાદમા બંને શખ્સોએ ધારિયું અને ધોકો લઈને આધેડના ઘરે પહોંચ્યા હતા. જ્યાં તેમની કારના કાચ ફોડી નુકસાન કરીને ધારિયા વડે હુમલો કરી ઈજા પહોંચાડી હતી. આધેડે નિલમબાગ પોલીસ મથકમાં બંને શખ્સ સામે ફરિયાદ નોંધાવી છે. જમીન વેચાઈ જતાં સરખા ભાગે નાણાં વહેંચી લીધાં વાઘાવાડી રોડ પર વરલ હાઉસ સામે અક્ષરવાડી બાજુમાં રહેતા 56 વર્ષીય અશોક બાભણીયાએ નિલમબાગ પોલીસ મથકમાં જયેશ બારૈયા અને એક અજાણ્યા શખ્સ સામે ફરિયાદ નોંધાવી હતી કે, તેમના પરિવારની અઘેવાડા અને વાઘાવાડી રોડ ખાતે જમીન આવેલી હતી. જેમાં અઘેવાડાની જમીન વેચાઈ જતાં તેમણે અને તેમની બહેને સરખા ભાગે નાણાં વહેંચી લીધાં હતાં, જ્યારે વાઘાવાડી રોડ પરની જમીનના પણ પૈસા આવ્યા હતા. લખાણ ન હોવાનું જણાવતાં અપશબ્દો બોલી ધમકી આપી જે વાતની ખબર પડતા આ જમીનના લખાણ બાબતે તેમના બનેવીના ભત્રીજા જયેશે 18 નવેમ્બરના રોજ સાંજે આશરે 6:30 વાગ્યે તેઓને ફોન કરી જમીનના લખાણ હોવાની વાત કરી હતી. જોકે, તેઓએ કોઈ લખાણ ન હોવાનું જણાવતાં જયેશે તેમને અપશબ્દો બોલી ધમકી આપી હતી. ત્યારબાદ બીજા દિવસે પણ બે અલગ-અલગ મોબાઈલ નંબર પરથી ફોન કરી ધમકી આપી હતી. ધારિયા અને ધોકા વડે હુમલો કરી કાચ તોડી નુકસાન કર્યું દરમિયાન, રાત્રિના આશરે 9થી 9:15 વાગ્યાના અરસામાં તેઓ ઘરે હાજર હતા ત્યારે જયેશ ધારિયું અને તેની સાથે એક અજાણ્યો શખ્સ ધોકો લઈને તેમના ઘરે આવી બંને શખ્સોએ ઘરની બાજુમાં પાર્ક કરેલી તેમની કાર પર ધારિયા અને ધોકા વડે હુમલો કરી કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું. આ અંગે તેઓએ પૂછપરછ કરતાં જયેશે ધારિયું ઊંધું પકડી તેમના પગ પર મારી મૂંઢ ઈજા પહોંચાડી હતી. 'લખાણ મુજબ પૈસા આપ નહીં તો જાનથી મારી નાખીશ' વધુમાં, બંને શખ્સોએ કોઈ લખાણ ન હોવા છતાં ખોટાં બહાનાં કાઢી તેમની પાસેથી પૈસા પડાવવાના ઇરાદે 'લખાણ મુજબ પૈસા આપવા પડશે, જો પૈસા નહીં આપો તો જાનથી મારી નાખીશ' તેવી ધમકી આપી હતી. આ દરમિયાન તેમનો દીકરો અને પત્ની ઘરની બહાર આવતાં બંને શખ્સો ત્યાંથી ભાગી ગયા હતા. બનાવ અંગે નિલમબાગ પોલીસે બંને શખ્સો સામે BNSની કલમ 115(2), 352, 351(3), 324(4), 54 તેમજ જીપી એક્ટની કલમ 135 મુજબ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    ભરૂચના શુક્લતીર્થમાં કારતક અગિયારથી 7 દિવસનો મેળો શરૂ થયો:પરિવાર સાથે તંબુ બાંધીને રહેવાની પરંપરા આકર્ષણનું કેન્દ્ર; પાતાળમાંથી સ્વયંભૂ શિવલિંગ પ્રગટ થયું હોવાની માન્યતા
    Next Article
    અમદાવાદમાં રૂ. 75 કરોડના ખર્ચે અત્યાધુનિક ‘બ્રહ્મ ભવન’નું નિર્માણ થશે:સ્વામી સચ્ચિદાનંદજી અને રમેશભાઈ ઓઝા સહિતના સંતો માનદ સલાહકાર બન્યા, જગદીશ ત્રિવેદીએ રૂ. 1 કરોડનું દાન આપ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment