Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હી એરપોર્ટનો ત્રીજો રનવે આવતીકાલથી શરૂ થશે:7 મહિનાથી બંધ હતો, રનવે પર શોર્ટકટ ટેક્સીવે, વિમાન લેન્ડ થતાં જ ઝડપથી સાઇડ થઈ જશે

    11 hours ago

    દિલ્હી એરપોર્ટનો ત્રીજો રનવે 11R/29L આવતીકાલથી કાર્યરત થઈ જશે. રનવેને આ જ વર્ષના ફેબ્રુઆરીમાં બંધ કરવામાં આવ્યો હતો. લગભગ 7 મહિના બાદ તેને ફરીથી શરૂ કરવામાં આવી રહ્યો છે. દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ (DIAL)એ શનિવારે જણાવ્યું કે રનવે શરૂ કરતા પહેલાં તમામ જરૂરી નિરીક્ષણો, માન્યતા પ્રક્રિયાઓ અને રેગુલેટરી મંજૂરીઓ મેળવવામાં આવી છે. નવા રનવે પર રેપિડ એક્ઝિટ ટેક્સીવે (RET) બનાવવામાં આવ્યો છે. જેના દ્વારા લેન્ડિંગ બાદ વિમાનની ઝડપ ઘટતાં જ તે મુખ્ય રનવે પરથી બહાર નીકળી શકે છે. આનાથી વિમાન રનવે ઝડપથી ખાલી કરશે. આગામી વિમાનના લેન્ડિંગ અથવા ટેકઓફ માટે રનવે વહેલી તકે મળી રહેશે. દિલ્હી એરપોર્ટના ત્રીજા રનવેમાં શું નવું થયું, મુસાફરોને શું ફાયદો થશે; 6 સવાલ-જવાબમાં સમજો… સવાલ: રનવે ક્યારે બંધ કરવામાં આવ્યો હતો? જવાબ: રનવે 11R/29Lને 26 ફેબ્રુઆરી 2026થી ટેકઓફ અને લેન્ડિંગ માટે બંધ કરવામાં આવ્યો હતો. તેને 20 સપ્ટેમ્બર 2026થી ફરી શરૂ કરવામાં આવી રહ્યો છે. સવાલ: કામ કેટલા દિવસ ચાલ્યું? જવાબ: લગભગ 7 મહિના. શરૂઆતમાં તેને મેના એન્ડ સુધી બંધ રાખવાની યોજના હતી, પરંતુ રિહેબિલિટેશનનું કામ સપ્ટેમ્બર સુધી ચાલ્યું. સવાલ: આટલા મોટા અપગ્રેડની જરૂર શા માટે પડી? જવાબ: રનવેનો 2008થી સતત ઉપયોગ થઈ રહ્યો હતો. વધતા એર ટ્રાફિક, વધુ ઓપરેશનલ દબાણ અને સમય જતાં રનવે જૂનો થઈ જવાને કારણે વ્યાપક રિહેબિલિટેશન જરૂરી બની ગયું હતું. આ પહેલાં 2017માં સામાન્ય રિહેબિલિટેશન કરવામાં આવ્યું હતું. સવાલ: નવા રનવેમાં સૌથી મોટો ફેરફાર શું છે? જવાબ: તેમાં નવું Rapid Exit Taxiway (RET Z1) બનાવવામાં આવ્યું છે. તેના કારણે લેન્ડિંગ બાદ વિમાન રનવેને ઝડપથી ખાલી કરી શકશે અને રનવે પર વિમાનના રોકાણનો સમય ઘટશે. સવાલ: રનવે પર હજી કયા કામો કરવામાં આવ્યા છે? જવાબ: રનવેની નવી સપાટી બનાવવામાં આવી, 29Lના થ્રેશોલ્ડમાં કાયમી ફેરફાર કરવામાં આવ્યો અને એરફિલ્ડ ગ્રાઉન્ડ લાઇટિંગ સિસ્ટમને અપગ્રેડ કરવામાં આવી. સિવિલ અને ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં પણ સુધારા કરવામાં આવ્યા. સવાલ: આનાથી મુસાફરોને શું ફાયદો થશે? જવાબ: રનવે ફરી શરૂ થવાથી એરપોર્ટની ઓપરેશનલ ક્ષમતા અને ફ્લાઇટ મૂવમેન્ટની ક્ષમતા વધશે. નવા એક્ઝિટ ટેક્સીવેને કારણે વિમાનો ઝડપથી રનવે પરથી દૂર થઈ શકશે, જેના કારણે રનવેની ઉપલબ્ધતા વધુ સારી રહેશે. અનેક એજન્સીઓ સાથે મળીને કરવામાં આવ્યું કામ DIAL એ સમગ્ર પ્રોજેક્ટ દરમિયાન ડિરેક્ટોરેટ જનરલ ઑફ સિવિલ એવિએશન (DGCA), એરપોર્ટ્સ ઑથોરિટી ઑફ ઇન્ડિયા (AAI), એર ટ્રાફિક કંટ્રોલ (ATC) અને એરલાઇન્સ સાથે મળીને કામ કર્યું. આનો હેતુ સુરક્ષા, ઓપરેશન અને નિયમન સંબંધિત તમામ જરૂરી શરતો પૂરી કરવાનો હતો. નક્કી કરેલી પ્રક્રિયાઓ પૂર્ણ થયા બાદ 20 સપ્ટેમ્બરથી રનવે પર ઓપરેશન ફરી શરૂ કરવાની મંજૂરી મળી. ----------------------------------------- આ સમાચાર પણ વાંચો… એર ઈન્ડિયા એક્સપ્રેસના 8 ક્રૂ સસ્પેન્ડ, જેમાં 4 પાઇલટ: નિર્ધારિત સમયમાં આલ્કોહોલ ટેસ્ટ કરાવ્યો નહીં એર ઈન્ડિયા એક્સપ્રેસે દુબઈ-અમૃતસર ફ્લાઇટના 8 ક્રૂ મેમ્બર્સને ત્રણ મહિના માટે સસ્પેન્ડ કર્યા છે. તેમાં ચાર પાઇલટ્સનો સમાવેશ થાય છે. આ કાર્યવાહી ફરજિયાત પોસ્ટ-ફ્લાઇટ બ્રેથ એનાલાઇઝર (આલ્કોહોલ) ટેસ્ટમાં વિલંબને કારણે કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    રાહુલ ગાંધી ઈન્દોર પહોંચ્યા, 5 કિમી સુધી ટ્રાફિક જામ:'છાત્રો કી ગુંજ’માં Gen-Z સાથે ચર્ચા કરશે, યુવતીઓ બોલી- RAGAને પ્રેમ કરીએ છીએ, તેથી આવ્યા છીએ
    Next Article
    ગાંધીનગરમાં મીની ટ્રકમાંથી શંકાસ્પદ માસ ઝડપાયું:વાવોલ પાસે મીની ટ્રકનો અકસ્માત, જવાબદારો સામે ગુનો નોંધવાની ગૌરક્ષકોની માંગ

    Related National Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment