Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નવી કારોબારીની રચના:અંજારમાં શ્રીમાળી સોની સમાજે દાતાઓના સન્માન કર્યા

    2 सप्ताह पहले

    અખિલ કચ્છ વિશા શ્રીમાળી સોની સમાજ દ્વારા નોટબુક વિતરણ પ્રોજેક્ટના દાતાઓના સન્માનનો કાર્યક્રમ અંજાર મધ્યે યોજાયો હતો. દીપ પ્રાગટ્ય બાદ અખિલ કચ્છ વિશા શ્રીમાળી સોની સમાજના આગામી સત્ર માટે પ્રમુખ તરીકે વરાયેલા કિરીટભાઈ પ્રાણલાલ ચાંપાનેરીયા (ભુજપુર)એ સૌનું શાબ્દિક સ્વાગત કર્યું હતું. સંસ્થા દ્વારા 9 વર્ષથી ચાલતા નોટબુક વિતરણ પ્રોજેક્ટ અંતર્ગત દર વર્ષે વીસ હજારથી વધુ નોટબુક છપાવી કચ્છ જિલ્લાના જ્ઞાતિના છાત્રોને રાહતદરે વિતરણ કરવામાં આવે છે. જેમાં સહયોગ આપનાર મુખ્ય દાતા રણછોડભાઈ દેવશીભાઈ ચાંપાનેરીયા પરિવારના ચંદુભાઈ અને રાજુભાઈનું વિશેષ સન્માન અને દરેક સહયોગી દાતાઓનું સન્માન કરાયું હતું. ઉપરાંત સતત 9 વર્ષ સુધી નોટબુક વિતરણ પ્રોજેક્ટના ચેરમેન તરીકે સેવા આપનાર પરેશભાઈ પાટડીયા- અંજારનું વિશેષ સન્માન કરાયું હતું. એમણે નોટબુક પ્રોજેક્ટનો ચાલુ વર્ષનો હિસાબ રજૂ કર્યો હતો. આ નોટબુક દર વર્ષે એક થીમ આધારીત મુખ્ય પેજ સજાવાય છે. છાત્રો જ્ઞાતિનો ઈતિહાસ જાણે એ માટે બહારવટીયાઓ સામે લડીને વીરગતિ પામનાર જ્ઞાતિજનો અને એમની પાછળ સતી થનારના પાળીયાઓ અને ખાંભીઓનો ઈતિહાસ વર્ણવાયો છે. જેની માહિતી ઉપપ્રમુખ દિનેશભાઈ ચાંપાનેરીયાએ આપી હતી. આગામી બે વર્ષ માટે નોટબુક વિતરણ માટે મુખ્ય દાતાઓના નામો કિર્તીભાઈ તુલસીદાસ પાટડીયા અને રવજીભાઈ ગોવિંદજીભાઈ પારેખ- ગાંધીધામ-રાજકોટની જાહેરાત થઈ હતી. પ્રમુખ કિરીટભાઈએ કારોબારી અને હોદેદારોની જાહેરાત કરી હતી. જેમાં ઉપપ્રમુખ દિનેશ ચાંપાનેરીયા, ઉપપ્રમુખ રશ્મીકાંત ઝીઝુવાડીયા, ઉપપ્રમુખ સંજય પાટડીયા, મહામંત્રી રાજેશ માંડલીયા, મંત્રી હરીશ માંડલીયા, મંત્રી પ્રભુ પાટડીયા, ખજાનચી મનોજ પાટડીયા, સહખજાનચી ગિરીશ પાટડીયા, કોઓર્ડીનેટર રાજેશ પાટડીયા, નોટબુક પ્રોજેક્ટ ચેરમેન મિતેષ ચાંપાનેરીયાની જાહેરાત કરી હતી. સ્થાપક પ્રમુખ ચંદુભાઈ ચાંપાનેરીયા, ધર્મેન્દ્ર પારેખ, સુરેશ કોંઢીયા, મનોજ પાટડીયા, મહેશ ચાંપાનેરીયા, ભરત કલોલીયા, ભુજ સમાજના પ્રમુખ રાજેશ માંડલીયા, અંજાર પ્રમુખ મોહન પાટડીયા, અંજાર શહેર પ્રમુખ રાજેન્દ્ર આડેસરા, આદીપુર પ્રમુખ જેઠાલાલ મોરવાડીયા, ગાંધીધામ પ્રમુખ બ્રિજેશ પાટડીયા, ભચાઉ પ્રમુખ મનોજ પાટડિયા, મુન્દ્રા પ્રમુખ રાજેન્દ્ર પાટડીયા, રાપર પ્રમુખ વિનોદ ઘાસીયા, માંડવી પ્રમુખ આર.બી. સોની વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ફરિયાદ નોંધાઈ:રાયધણપરમાં હુમલા સમયે આરોપીઓએ પાંચ ગામોમાં પોણો કલાક અંધારપટ કર્યો હોવાનું ખુલ્યું
    Next Article
    લોકો ત્રાહિમામ:નિરોણામાં વીજ ધાંધિયા: 7 દિવસમાં પ્રશ્ન નહીં ઉકેલાય તો ઉગ્ર આંદોલનની ચીમકી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment