Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફરિયાદ નોંધાઈ:રાયધણપરમાં હુમલા સમયે આરોપીઓએ પાંચ ગામોમાં પોણો કલાક અંધારપટ કર્યો હોવાનું ખુલ્યું

    2 weeks ago

    તાલુકાના રાયધણપર ગામમાં ગત શુક્રવારે સામાન્ય બાબતે થયેલી બોલાચાલી બાદ નાના વરનોરા ગામના આરોપીઓએ હુમલો કરી પથ્થરમારો કરતા ભારે ચકચાર ફેલાઈ હતી. એ દરમિયાન વીજ પુરવઠો બંધ કરી નાખવા મામલે હવે પીજીવીસીએલે અજાણ્યા આરોપી સામે ગુનો નોંધાવ્યો છે. પ્રાપ્ત વિગતો મુજબ પીજીવીસીએલના ભુજ ગ્રામ્ય પેટા વિભાગના નાયબ ઇજનેર વર્ગીસભાઇ કરમાભાઈ સુવેરાએ આ અંગે અજાણ્યા શખ્સ સામે માધાપર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ફરિયાદની વિગતો અનુસાર, ગત 29 મેના રાત્રિના આશરે સાડા દસથી સવા અગિયાર વાગ્યાના સમયગાળા દરમિયાન આ ઘટના બની હતી. રાયધણપર અને નાના વરનોરા ગામની વચ્ચેથી પસાર થતી 11 કે.વી વીજ લાઇન સાથે કોઈ અજાણ્યા ઇસમે કોઈ સાધન વડે ઇરાદાપૂર્વક ચેડાં કર્યા હતા. આ લાઇન સાથે છેડછાડ થવાના કારણે રાયધણપર સબ સ્ટેશન હેઠળ આવતા રાયધણપર, નાના વરનોરા, ગળપાદર, ત્રાયા અને પૈયા ગામોમાં અચાનક વીજ પુરવઠો ઠપ થઈ ગયો હતો. રાત્રિના સમયે વીજળી ગુલ થતાં કમ્પ્લેઇન સેન્ટર પર જાણ કરવામાં આવી હતી. લાઇનમેન સ્ટાફે ઘટનાસ્થળે પહોંચી તપાસ કરતાં માલૂમ પડ્યું હતું કે કોઈકે જાણીજોઈને વીજ પુરવઠો બંધ કરવાના હેતુથી આ કૃત્ય કર્યું હતું. સ્ટાફની મહેનત બાદ એ-બી સ્વીચ કાપીને પોણા કલાક પછી વીજ પુરવઠો પુનઃ સ્થાપિત કરાયો હતો.પોલીસે આ મામલે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. 23 આરોપીની અટક, 4 બાઈક,3 બોલેરો કબ્જે રાયધણપર ગામમાં હિંસક હુમલો થયાની ઘટના મામલે માધાપર પોલીસ મથકે 23 આરોપી સામે નામજોગ સહીત 30 આરોપી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો.આ ઉપરાંત બે પોલીસકર્મી ઈજાગ્રસ્ત થવા મામલે ફરજમાં રુકાવટ અંગે અલગથી ફરિયાદ દાખલ કરવામાં આવી હતી.પોલીસે આરોપીઓ સામે કાર્યવાહી કરી અત્યાર સુધી કુલ 23 આરોપીઓને ઝડપી લીધા છે.તેમજ હુમલા સમયે ઉપયોગમાં લેવાયેલા 4 બાઈક,૩ બોલેરો ગાડી અને ધોકા-પાઈપ સહીતના હથીયારો પોલીસે કબ્જે કર્યા છે.હજુ પણ પોલીસ દ્વારા આ મામલે કાર્યવાહી કરવામાં આવી રહી છે. 72 કલાક બાદ પણ બન્ને ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત શુક્રવારે રાત્રે સામાન્ય બાબતે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધો હતો અને જોતજોતામાં હિંસક બનાવની ઘટના બની હતી.બનાવની જાણ થતા જ પોલીસ કાફલો રાયધણપર ગામે પહોચ્યો હતો.જે બાદ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી.બનાવના 72 કલાક બાદ સોમવારે પણ કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે રાયધણપર અને નાના વરનોરા ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખવામાં આવ્યો છે.
    Click here to Read More
    Previous Article
    કોટડા જડોદર સુધી સઘન ચેકિંગ:નખત્રાણામાં ટ્રાફિક સમસ્યા હલ કરવા પોલીસની ડ્રાઈવ : 24 વાહનો ડિટેઈન કરવામાં આવ્યા
    Next Article
    નવી કારોબારીની રચના:અંજારમાં શ્રીમાળી સોની સમાજે દાતાઓના સન્માન કર્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment