Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દુર્ઘટના:બોરવેલની ઘોડી વીજ લાઈનને અડી જતાં‎ કરંટથી શ્રમિક ભડથું, માલિક 75 % દાઝ્યો‎

    3 days ago

    સમીના નાયકામાં ખેતરમાં બોર બનાવવા ટ્યુબવેલ લઈને આવેલા માલિક અને શ્રમિક કામગીરી દરમ્યાન ટ્રેક્ટર પાછળની ટ્યુબવેલની ઘોડી ઊંચી કરતી વખતે જ્યોતિગ્રામ યોજનાના હાઈટેન્શન વાયર સાથે અડી જતાં સેકન્ડોમાં વીજ સપ્લાય ટ્યુબવેલમાં પ્રસરી જતા માલિક અને શ્રમિક બન્ને ઝપેટમાં આવતા વીજ કરંટથી શ્રમિકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું, જ્યારે માલિક શરીરે ગંભીર રીતે દાઝી જતાં જિંદગી અને મોત વચ્ચે જંગ લડી રહ્યા છે. સમીના નાયકા ગામે નરસિંહજીના ખેતરમાં આશરે સવારે 10:50 કલાકે કાંકરેજ તાલુકાના કંબોઈ ગામના શ્રમિક વીરસીંગજી સોલંકી અને માલિક સરસ્વતી તાલુકાના કાલુધી ગામના ગોવિંદજી ઠાકોર મીની બોર બનાવવા પહોંચ્યા હતા. ટ્રેક્ટર રિવર્સ લીધું, જગ્યા નક્કી થઈ અને જેવી બોરવેલ માટેની લોખંડની ચરખી (ઘોડી) ઊંચી કરી કે તરત જ ઉપરથી પસાર થતા મોતની જાળ જેવા 11 KV ના વાયરો સાથે તેનો સ્પર્શ થયો. એક જોરદાર ધડાકો અને આખું ટ્રેક્ટર વીજપ્રવાહની ઝપેટમાં આવી ગયું હતું. વીરસીંગજીના શરીરમાંથી વીજળી પસાર થઈ ગઈ અને તેમણે ત્યાં જ દમ તોડી દીધો. ગોવિંદજીને ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટનાના પગલે આસપાસના ખેડૂતો દોડી આવતા ઇજાગ્રસ્તને તાત્કાલિક સારવાર અર્થે ખસેડયા હતા. ફર્સ્ટ પર્સન - દ્રશ્ય જોઈને ધ્રૂજારી છૂટી ગઈ અમે ખેતરમાં ઉભા હતા ત્યાં જ અચાનક વીજળીના ધડાકાનો અવાજ આવ્યો. જોયું તો ટ્રેક્ટર પરની લોખંડની ઘોડી વીજ લાઈનને અડી ગઈ હતી. બંને યુવાનો જમીન પર પટકાયા હતા. અમે દોડીને ગયા પણ કરંટ એટલો જબરદસ્ત હતો કે ટ્રેક્ટર પાસે જવાની હિંમત નહોતી ચાલતી. એક યુવાન તો ત્યાં જ શાંત થઈ ગયો હતો, જ્યારે બીજો તડપતો હતો. આ દ્રશ્ય જોઈને ધ્રુજારી છૂટી ગઈ હતી. મજૂરી કરવા આવેલા માણસો માટે મોત આવી રીતે આવશે એવું વિચાર્યું નહોતું.- સ્થાનિક ખેડૂત, નાયકા એક્સપર્ટ - હાઇવોલ્ટેજ કરંટથી અંગો, લોહી સેકન્ડોમાં સુકાઈ જાય યુજીવીસીએલના નિષ્ણાંતોના મતે ખેતરમાં વીજ અકસ્માતો મોટેભાગે માનવીય ભૂલથી સર્જાય છે. ભીની જમીન અને લોખંડના સાધનો વીજળીના સુવાહક હોવાથી કરંટ ઝડપથી પ્રસરે છે, જે જીવલેણ બની શકે છે. અહીંયા 11,000 વોલ્ટ (11 KV)ની હાઈ ટેન્શન લાઈન પસાર થાય છે. આ લાઈન એટલી પાવરફુલ હોય છે કે જો કોઈ ધાતુની વસ્તુ તેની નજીક પણ જાય (ઈન્ડક્શનને કારણે), તો તે સીધી આકર્ષાય છે. આટલા હાઈ વોલ્ટેજમાં વ્યક્તિના શરીરના આંતરિક અંગો અને લોહી સેકન્ડોમાં સુકાઈ જાય છે અને હૃદય બંધ પડી જાય છે. 11 KV નો ઝટકો સીધો જ મૃત્યુ તરફ દોરી જાય છે અથવા વ્યક્તિને કાયમી અપંગ બનાવી શકે છે.
    Click here to Read More
    Previous Article
    બિલ જોઈ ગ્રાહકના‎ હોશ ઉડી ગયા:પાટણ વિજ કંપનીએ રૂ. 3,500ને બદલે 8.23 લાખનું બિલ પકડાવ્યું
    Next Article
    GSEB 10th Result 2026 Out Today At 8 AM: Direct Link, How To Check Marks Via Website, SMS, WhatsApp

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment