Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પાણી ભરાયેલા રસ્તા પર બાઇક સ્લીપ થતાં એકનું મોત:પરશુરામ ભઠ્ઠા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, પોલીસે વધુ તપાસ હાથ ધરી

    6 hours ago

    વડોદરા શહેરના સયાજીગંજ વિસ્તારમાં પરશુરામ ભઠ્ઠા પાસે અજીબોગરીબ અકસ્માતની ઘટના સામે આવી છે. રોડ પર વરસાદી પાણી ભરાયેલું હોવાથી બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. આ દરમિયાન એક બાઇક ચાલકે અચાનક બ્રેક મારતાં બાઇક સ્લીપ થઈ હતી, જેના કારણે એક વ્યક્તિનું ગંભીર ઇજાઓને પગલે કરુણ મોત નીપજ્યું હતું. જ્યારે એક યુવક ઇજાગ્રસ્ત થયો હતો. આ મામલે સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા એકનું મોત વડોદરા શહેરના પરશુરામ ભઠ્ઠા પાસે રોડ પર પાણી ભરાયેલું હતું. આ દરમિયાન બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. પાણી ભરાયેલા રસ્તા પર અચાનક બ્રેક મારવાના કારણે બાઇક ચાલકે કાબૂ ગુમાવ્યો હતો અને બાઇક સ્લીપ થઈ હતી. આ અકસ્માતમાં એક યુવકને ગંભીર ઇજાઓ પહોંચતાં તેનું મોત નીપજ્યું હતું. ઘટનાની જાણ થતાં સ્થાનિક લોકો અને રાહદારીઓ મદદ માટે દોડી આવ્યા હતા. પોલીસે યુવકની ઓળખ કરવાની દિશામાં તપાસ હાથ ધરી છે. સયાજીગંજ પોલીસે વધુ તપાસ હાથ ધરી બીજી તરફ, વડોદરા શહેરમાં માર્ગ અકસ્માતોની ઘટનાઓમાં નિર્દોષ લોકોના જીવ જઈ રહ્યા છે ત્યારે રસ્તા પર ભરાતાં પાણી અને માર્ગોની સ્થિતિ સામે પણ સવાલો ઊભા થયા છે. ઘટનાની જાણ થતાં સયાજીગંજ પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલમાં ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. ઇજાગ્રસ્ત યુવક સંગમે જણાવ્યું હતું કે, અમે બાઇક લઈને સામેથી આવી રહ્યા હતા, ત્યારે સામેથી એક બાઈક આવી. તેને બચાવવાના ચક્કરમાં અમારી બાઈક લપસી ગઈ હતી. સામેવાળો પણ સ્પીડમાં હતો. હું મારા મામા સાથે હતો. અમારી ગાડી બહુ વધારે સ્પીડમાં નહોતી, આશરે 50ની આસપાસ હશે. ત્યાં પાણી ભરાયેલું હતું અમે પાણીની બાજુમાંથી આવી રહ્યા હતા અને તેને બચાવવાના ચક્કરમાં નીકળવા જતા આખી ગાડી લપસી ગઈ.
    Click here to Read More
    Previous Article
    બ્રિટિશ તરવૈયાએ તરતા-તરતા 3 દિવસમાં હોર્મુઝ પાર કર્યું:તેલ ટેન્કર પરના હુમલા જોયા, દરિયાઈ પર્યાવરણને બચાવવા માટે દુનિયાને અપીલ કરી
    Next Article
    બોટાદની નવોદય વિદ્યાલય પાસે કચરામાં આગથી ધુમાડો ફેલાયો:ઝેરી ધુમાડાથી 405 વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર જોખમ, શહેર કોંગ્રેસ પ્રમુખ કટારીયાની ડમ્પિંગ સાઈટ તાત્કાલિક હટાવવા અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment