Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોટાદની નવોદય વિદ્યાલય પાસે કચરામાં આગથી ધુમાડો ફેલાયો:ઝેરી ધુમાડાથી 405 વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય પર જોખમ, શહેર કોંગ્રેસ પ્રમુખ કટારીયાની ડમ્પિંગ સાઈટ તાત્કાલિક હટાવવા અને જવાબદારો સામે કાર્યવાહીની માંગ

    6 hours ago

    બોટાદ સ્થિત જવાહર નવોદય વિદ્યાલયની બિલકુલ નજીક આવેલી ડમ્પિંગ સાઈટ પર કચરાના ઢગલામાં આગ લાગવાની ઘટના બની છે. આ આગને કારણે ફેલાયેલા ઝેરી ધુમાડાથી શાળામાં અભ્યાસ કરતા અંદાજે 405 વિદ્યાર્થીઓના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થયું છે. શ્વાસ લેવામાં તકલીફ અને પ્રદૂષણની ગંભીરતાને જોતા ભયભીત થયેલા વાલીઓએ પોતાના બાળકોને શાળામાંથી ઘરે લઈ જવાની ફરજ પડી હોવાનું સામે આવ્યું છે. શિક્ષણનું મંદિર ઝેરી ધુમાડાની ભઠ્ઠી બન્યું: કોંગ્રેસ આ સમગ્ર મામલે બોટાદ શહેર કોંગ્રેસ પ્રમુખ હિંમત કટારીયાએ સ્થાનિક વહીવટી તંત્રની કામગીરી સામે આકરા પ્રહારો કર્યા છે. તેમણે રોષ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બાળકોના ઉજ્જવળ ભવિષ્યના ઘડતર માટે બનાવાયેલી શાળાની નજીક ડમ્પિંગ સાઈટ કેવી રીતે ઊભી થઈ શકે? હાલ શાળા જાણે શિક્ષણનું મંદિર નહીં, પરંતુ ઝેરી ધુમાડાની ભઠ્ઠી બની ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. કલેક્ટરની દેખરેખ હેઠળની શાળા છતાં તંત્રની ઘોર બેદરકારી હિંમત કટારીયાએ તંત્રની કાર્યપદ્ધતિ પર સવાલ ઉઠાવતા કહ્યું કે, વર્ષ 2024માં આ શાળાનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શાળાની પાછળ જ ડમ્પિંગ સાઈટ ઊભી કરવાની મંજૂરી કોણે આપી? જિલ્લા કલેક્ટરની સીધી દેખરેખ હેઠળ ચાલતી શાળાની આસપાસ કચરાના ઢગલા અને આગની ઘટનાઓ જવાબદાર અધિકારીઓને કેમ દેખાતી નથી? આ માત્ર બેદરકારી છે કે પછી કોઈની ઈરાદાપૂર્વકની નિષ્ક્રિયતા, તે અંગે પણ તેમણે શંકા વ્યક્ત કરી છે. તંત્રની નિષ્ક્રિયતા સામે વાલીઓમાં રોષ વિદ્યાર્થીઓના આરોગ્ય સાથે થઈ રહેલા ચેડાંને પગલે વાલીઓ અને સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. હવે સવાલ એ ઊભો થયો છે કે 405 વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યની જવાબદારી કોણ લેશે? વહીવટી તંત્ર ક્યારે કુંભકર્ણની નિદ્રામાંથી જાગશે અને શાળાના માસૂમ બાળકોને આ ઝેરી ધુમાડામાંથી ક્યારે મુક્તિ મળશે, તે જોવું રહ્યું.
    Click here to Read More
    Previous Article
    પાણી ભરાયેલા રસ્તા પર બાઇક સ્લીપ થતાં એકનું મોત:પરશુરામ ભઠ્ઠા પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો, પોલીસે વધુ તપાસ હાથ ધરી
    Next Article
    The Secret Deal That Broke the Middle East

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment