Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રહેમરાહે નોકરી મેળવનારા કર્મચારીઓ માટે મોટી રાહત:હવે જૂની પેન્શન યોજનાનો લાભ મળશે, 3 મહિનામાં અરજી કરવાની રહેશે

    7 hours ago

    ગુજરાત સરકારે રહેમરાહે એટલે કે અનુકંપા આધારિત નિમણૂક મેળવનારા કર્મચારીઓ માટે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. સામાન્ય વહીવટ વિભાગે તા. 1 ઓગસ્ટ, 2026ના રોજ ઠરાવ બહાર પાડી ચોક્કસ કેટેગરીના કર્મચારીઓને જૂની પેન્શન યોજનાનો લાભ આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણયથી વર્ષોથી પેન્શન અંગે રાહ જોતા કર્મચારીઓને મોટી રાહત મળશે. 1 એપ્રિલ, 2025 પહેલા નિમણૂક પામેલા કર્મચારીઓને લાભ મળશે સરકારના ઠરાવ મુજબ, સામાન્ય વહીવટ વિભાગના તા. 15 જૂન, 2004ના ઠરાવ હેઠળ 15 જૂન, 2004થી 31 માર્ચ, 2005 દરમિયાન એટલે કે 1 એપ્રિલ, 2005 પહેલાં રહેમરાહે નિમણૂક પામેલા કર્મચારીઓ જૂની પેન્શન યોજનાના લાભ માટે પાત્ર ગણાશે. આ ઉપરાંત, 1 એપ્રિલ, 2005 પહેલાં ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અથવા પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ દ્વારા રહેમરાહે નિમણૂક માટે ફાળવણી/ભલામણ કરવામાં આવી હોય, પરંતુ વાસ્તવિક નિમણૂક 1 એપ્રિલ, 2005 પછી થઈ હોય, તેવા કર્મચારીઓને પણ આ નિર્ણયનો લાભ મળશે. આવા કર્મચારીઓએ 1 એપ્રિલ, 2005 પછી ફિક્સ પગારનો નિયત સમયગાળો પૂર્ણ કરીને નિયમિત નિમણૂક મેળવી હોય, તો તેમને નાણા વિભાગના તા. 8 નવેમ્બર, 2024 અને તા. 16 એપ્રિલ, 2025ના ઠરાવ અનુસાર જૂની પેન્શન યોજનાનો લાભ આપવામાં આવશે. 3 મહિનામાં અરજી કરવાની રહેશે સરકારે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય હેઠળ પાત્રતા ધરાવતા અધિકારી-કર્મચારીઓએ ઠરાવ પ્રસિદ્ધ થયાની તારીખથી ત્રણ મહિનાની અંદર જૂની પેન્શન યોજનાનો લાભ મેળવવા અરજી કરવાની રહેશે. ત્યારબાદ નાણા વિભાગના અગાઉના બંને ઠરાવમાં દર્શાવેલી અન્ય તમામ સૂચનાઓ અને પ્રક્રિયા મુજબ કાર્યવાહી કરવામાં આવશે. કયા કર્મચારીઓને લાભ મળશે? 15 જૂન, 2004થી 31 માર્ચ, 2005 દરમિયાન રહેમરાહે નિમણૂક મેળવનારા કર્મચારીઓ. 1 એપ્રિલ, 2005 પહેલાં રહેમરાહે નિમણૂક માટે ફાળવણી/ભલામણ થયેલી, પરંતુ ત્યારબાદ નિમણૂક મેળવનાર કર્મચારીઓ. નિમણૂક બાદ ફિક્સ પગારનો નિયત સમયગાળો પૂર્ણ કરીને નિયમિત નિમણૂક મેળવનાર પાત્ર કર્મચારીઓ. પાત્ર કર્મચારીઓએ ત્રણ મહિનામાં અરજી કરવી ફરજિયાત રહેશે. સરકારના આ નિર્ણયથી 1 એપ્રિલ, 2005ની પેન્શન નીતિના સમયગાળામાં રહેમરાહે નિમણૂક પ્રક્રિયા હેઠળ આવેલા કર્મચારીઓને મોટી રાહત મળવાની શક્યતા છે.
    Click here to Read More
    Previous Article
    Woman journalist files FIR for assault, molestation during CJP protest coverage
    Next Article
    મચ્છરજન્ય રોગો નિયંત્રણ માટે આરોગ્ય વિભાગની ઝુંબેશ:પોરબંદરમાં 2.89 લાખથી વધુ પાણીપાત્રો તપાસાયા; દવાનો છંટકાવ કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment