Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મચ્છરજન્ય રોગો નિયંત્રણ માટે આરોગ્ય વિભાગની ઝુંબેશ:પોરબંદરમાં 2.89 લાખથી વધુ પાણીપાત્રો તપાસાયા; દવાનો છંટકાવ કરાયો

    8 hours ago

    પોરબંદર જિલ્લા આરોગ્ય વિભાગે જુલાઈ માસ દરમિયાન મચ્છરજન્ય રોગોના નિયંત્રણ માટે વિશેષ ઝુંબેશ હાથ ધરી હતી. આ ઝુંબેશ અંતર્ગત ઘરેઘરે સર્વેલન્સ કરવામાં આવ્યું હતું. જિલ્લા વિકાસ અધિકારી બી.બી. ચૌધરીના માર્ગદર્શન હેઠળ, આરોગ્ય વિભાગની 221 ટીમોએ જિલ્લાના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં વ્યાપક તપાસ હાથ ધરી હતી. ઝુંબેશ દરમિયાન કુલ 2,89,595 પાણીનાં પાત્રોની તપાસ કરવામાં આવી હતી. મચ્છરના પ્રજનનને રોકવા માટે તમામ પાણીનાં પાત્રોમાં એબેટ દવાનો છંટકાવ કરાયો હતો. આ કામગીરીનો મુખ્ય હેતુ મચ્છરના લાર્વાનો નાશ કરીને ડેન્ગ્યુ, મેલેરિયા અને ચિકનગુનિયા જેવા રોગોનો ફેલાવો અટકાવવાનો છે. આરોગ્ય વિભાગે નાગરિકોને ઘરની આસપાસ પાણી ભરાઈ ન રહે તેનું ધ્યાન રાખવા, પાણીનાં પાત્રોની નિયમિત સફાઈ કરવા અને વિભાગની કામગીરીમાં સહકાર આપવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    રહેમરાહે નોકરી મેળવનારા કર્મચારીઓ માટે મોટી રાહત:હવે જૂની પેન્શન યોજનાનો લાભ મળશે, 3 મહિનામાં અરજી કરવાની રહેશે
    Next Article
    Group Of Men Drag Couple Into Forest, Rob Them, Attempt To Rape Woman

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment