Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બાય-લોઝ’ને સ્ટેન્ડિંગની લીલીઝંડી:હવે કચરા માટે ચાર ડબ્બા રાખવા પડશે, ભીનો, સૂકો, સેનિટરી, સ્પે. કેર વેસ્ટ અલગ આપવો પડશે

    12 hours ago

    સુપ્રીમ કોર્ટની ફટકાર બાદ સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બાય-લોઝ 2026 ની અમલવારી માટે પાલિકાઓ દોડતી થઈ છે. શનિવારે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં આ બાય-લોઝને મંજૂરી આપવામાં આવી છે. હવે આ દરખાસ્તને અંતિમ મંજૂરી માટે સામાન્ય સભા સમક્ષ રજૂ કરવામાં આવશે. આ નવા નિયમોના અમલ સાથે જ સુરતીઓએ હવે કચરાના વર્ગીકરણની જૂની પદ્ધતિ બદલીને ફરજિયાતપણે ચાર અલગ-અલગ પ્રકારના ડબ્બામાં કચરો આપવો પડશે. જ્યારે 100 કિલો વેસ્ટ, 20,000 ચો.મી.થી મોટી સોસાયટી-કોમ્પ્લેક્સો અને દૈનિક 40 હજાર લિટર પાણી વાપરતા એકમો ‘બલ્ક વેસ્ટ જનરેટર’ ગણાશે. વધેલું ભોજન, શાકભાજી-ફળ દૈનિક 100 કિ.ગ્રા. કે વધુ કચરો, 20000 ચો.મી. કે વધુ ફ્લોર એરિયા, દૈનિક 40000 લિટર કે વધુ પાણીનો વપરાશ. આમાંથી કોઈ એક માપદંડ લાગુ પડે તે એકમ BWG ગણાશે. જૂના નિયમોમાં કચરાને 2 ભાગમાં વહેંચવામાં આવતો હતો, નવા બાય-લોઝ મુજબ દરેક નાગરિક, વેપારી સંસ્થા અને ઉદ્યોગે ઉત્પત્તિ સ્તરે જ કચરાનું 4 પ્રવાહમાં વર્ગીકરણ કરવું ફરજિયાત રહેશે. કચરા કલેક્શનમાં બેદરકારી દાખવનાર એજન્સી કે વેન્ડરને રૂ. 50,000 સુધીનો દંડ 4 ભાગમાં કચરો નહીં અલગ કરનાર, સળગાવનારને રૂ. 250નો દંડ કરાશે 1.લઘુત્તમ દંડ રૂ.250: 4-પ્રવાહમાં કચરો અલગ ન આપવો, કચરો સળગાવવો, ગંદકી કરવી, જાહેરમાં થૂંકવું, મચ્છરની ઉત્પત્તિ કે જળાશયોમાં કચરો ફેંકવા બદલ ઓછામાં ઓછો 250નો દંડ થશે. 2.વારંવાર ભંગ બદલ બમણો-ત્રણ ગણો દંડ: બીજી વખત નિયમ ભંગ કરવા પર બમણો અને ત્રીજી વખત ભંગ કરવા પર ત્રણ ગણો દંડ વસૂલાશે, તેમજ દર 3 વર્ષે દંડની રકમમાં આપોઆપ 10 ટકા વધી જશે. 3.બલ્ક વેસ્ટ જનરેટરને રૂ.10 હજાર સુધીનો દંડ: સ્થળ પર ભીના કચરાનું પ્રોસેસિંગ ન કરવું, EBWGR સર્ટિફિકેટ ન મેળવવું કે અનધિકૃત ડમ્પિંગ કરવા બદલ રૂ.5,000થી 10,000 સુધીનો દંડ ફટકારાશે. 4.એજન્સી-કોન્ટ્રાક્ટર સામે પણ લાલઆંખ: કચરા કલેક્શનમાં બેદરકારી દાખવનાર એજન્સી કે વેન્ડરને રૂ.50,000 સુધીનો દંડ અને કોન્ટ્રાક્ટ રદ કરવા સુધીની સત્તા રહેશે. 5.બલ્ક જનરેટર માટે લઘુત્તમ પ્રોસેસિંગ ફી: 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેર તરીકે સુરતમાં બલ્ક વેસ્ટ જનરેટર પાસેથી ભીના કચરા માટે રૂ.1 કિ.ગ્રા., સૂકા કચરા માટે રૂ.1.21/કિ.ગ્રા. અને બંને કચરા માટે રૂ.1.08/કિ.ગ્રા. લેખે લઘુત્તમ પ્રોસેસિંગ ફી નક્કી કરાઈ છે.
    Click here to Read More
    Previous Article
    જિલ્લા સંકલનની બેઠક : ટ્રાફિક, ડ્રેનેજ, પ્રદૂષણના મુદ્દા ગાજ્યા:‘અમને માત્ર અધિકારીઓના જવાબ નહીં, પરંતુ કામનું પરિણામ જોઈએ’
    Next Article
    શેરબજારમાં ઊંચા નફાની લાલચે સાયબર ઠગાઈ:કડોદરાની મિલના આસિ. ડાઇંગ માસ્ટર સાથે 15 લાખની છેતરપિંડી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment