Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા સંકલનની બેઠક : ટ્રાફિક, ડ્રેનેજ, પ્રદૂષણના મુદ્દા ગાજ્યા:‘અમને માત્ર અધિકારીઓના જવાબ નહીં, પરંતુ કામનું પરિણામ જોઈએ’

    12 hours ago

    સંકલન સમિતિની બેઠક શનિવારે જિલ્લા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી. તેમાં પ્રજાના પ્રશ્નોને લઈને ધારાસભ્યોએ અધિકારીઓને ઘેર્યા હતા. ધારાસભ્ય વિનુ મોરડિયા, સંગીતા પાટીલ અને સંદીપ દેસાઈએ પોતપોતાના વિસ્તારની સમસ્યાઓ રજૂ કરીને તેના ઝડપી નિરાકરણની માગ કરી હતી. બેઠકમાં પાણી, ડ્રેનેજ, પ્રદૂષણ, ટ્રાફિક, સરકારી રેશનિંગની ગુણવત્તા જેવા મુદ્દાઓ મુખ્યત્વે ઊઠ્યા હતા. બેઠક દરમિયાન એક અધિકારીના જવાબથી અસંતુષ્ટ થયેલા વિનુ મોરડિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, ‘અમને માત્ર જવાબ નહીં, પરંતુ કામનું પરિણામ જોઈએ છે.’ સમસ્યાઓના ઝડપી ઉકેલ માટે કલેક્ટરની સૂચના સંગીતા પાટીલે ભેસ્તાન બ્રિજને નવાગામ રોડ સાથે જોડવા માટે નંદનવન સોસાયટી પાસે રેમ્પ બનાવવાનું કામ, પ્રમુખસ્વામી બ્રિજ પાસે રસ્તા પર નડતરરૂપ હાઈટેન્શન ટાવર હટાવવા, જંત્રીના દર બમણા કરવાના વાંધા સહિતના મુદ્દા ઉઠાવ્યા હતા. બેઠકમાં પાણી, ડ્રેનેજ અને પ્રદૂષણનો મુદ્દો ઊઠ્યો સંદીપ દેસાઈએ ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં પીવાનું પાણી, ડ્રેનેજ લાઇન અને વધતા પ્રદૂષણની સમસ્યાઓ રજૂ કરી હતી. તેમણે કહ્યું હતું કે, તેમના વિસ્તારની આ ત્રણેય મુદ્દાઓ સાથે જોડાયેલી સમસ્યાઓને અધિકારીઓ સમક્ષ મૂકવામાં આવી છે. રેશનિંગની દુકાનો પર જથ્થાનું બોર્ડ લગાવો: મોરડિયા વિનુ મોરડિયાએ વેડ ગામમાં અંબાજી મંદિર પાસે આવેલું ટોરેન્ટ પાવરનું સબ-સ્ટેશન હટાવવાની સાથે લલિતા ચોકડી પર ટ્રાફિકની સમસ્યા અને રસ્તામાં નડતરરૂપ કેબિનો હટાવવાનો મુદ્દો ઉઠાવ્યો હતો. આ ઉપરાંત તેમણે કહ્યું હતું કે, રેશનિંગની દુકાનો સમયસર ખૂલવી જોઈએ અને લોકોને સારી ગુણવત્તાનું અનાજ મળવું જોઈએ. તેમણે ખરાબ અનાજની નિયમિત તપાસ કરવા અને દરેક રેશનિંગની દુકાન પર મળતા અનાજના જથ્થાનું બોર્ડ લગાવવાની પણ માગ કરી હતી.
    Click here to Read More
    Previous Article
    સન્ડે ફોટો સ્ટોરી:98.47 કરોડના ખર્ચે બની રહેલું નેચરપાર્ક મેટ્રો સ્ટેશનનું કામ સૌથી ધીમું
    Next Article
    સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ બાય-લોઝ’ને સ્ટેન્ડિંગની લીલીઝંડી:હવે કચરા માટે ચાર ડબ્બા રાખવા પડશે, ભીનો, સૂકો, સેનિટરી, સ્પે. કેર વેસ્ટ અલગ આપવો પડશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment