Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સન્ડે ફોટો સ્ટોરી:98.47 કરોડના ખર્ચે બની રહેલું નેચરપાર્ક મેટ્રો સ્ટેશનનું કામ સૌથી ધીમું

    13 hours ago

    ડ્રીમ સિટી અને ભેસાણ-અડાજણ રૂટ પર મેટ્રોના ટ્રાયલ રન દોડી રહ્યા છે, પરંતુ શહેરની સૌથી વધુ વસ્તી ધરાવતા વરાછા, સીમાડા અને યોગી ચોકના લાખો મુસાફરોને હજુ ડિસેમ્બર-2027 સુધી રાહ જોવી પડશે. સીમાડા નાકા અને રણછોડ નગરને અડીને બનતું નેચર પાર્ક મેટ્રો સ્ટેશન મૂળ સમયમર્યાદા 24 મહિના મોડું ચાલી રહ્યું છે. GMRCના 286 કરોડના અંદાજ સામે 34.4% વધુ એટલે કે 384.47 કરોડમાં કોન્ટ્રાક્ટ અપાયો હતો. આમ છતાં, 70% સિવિલ વર્ક બાદ પણ નવેમ્બર-2026માં સ્ટેશન પર સ્ટીલની છત કે ફિનિશિંગનું કામ હજુ અધૂરું છે. ગોપનીયતા અને અવાજનો પ્રશ્ન, ગીચ વિસ્તારમાં પાર્કિંગ ક્યાં? : સ્થાનિકો સ્થાનિકોએ ચિંતા વ્યક્ત કરતાં કહ્યું કે, ‘સ્ટેશનનું કોન્કોર્સ અને પ્લેટફોર્મ લેવલ રહેણાંક મકાનોને બિલકુલ અડીને છે. મેટ્રો શરૂ થયા બાદ મુસાફરોની સીધી નજર ઘરોની અગાસી અને બારીઓમાં પડશે. ગોપનીયતા માટે વ્યૂ-કટર અને તીવ્ર વળાંક પર ટ્રેનના ઘર્ષણનો અવાજ રોકવા નોઈઝ બેરિયર લગાવાશે કે કેમ તે અંગે હજુ સ્પષ્ટતા કરાઈ નથી.’ હાઈવે પરથી તીવ્ર વળાંક-સાંકડા રોડ પર સ્ટેશન સરથાણા જકાતનાકા તરફથી આવતો મેટ્રો ટ્રેક મુખ્ય સુરત-કામરેજ હાઈવે પરથી તીવ્ર વળાંક લઈને અંદરના સીમાડા નાકા-રણછોડ નગર રોડ પર પ્રવેશે છે. સુરતનું સૌથી ઊંચું મેટ્રો સ્ટેશન મજુરા ગેટ છે, પરંતુ રણછોડ નગરના 2થી 3 માળના મકાનોને અડીને આવેલું અંદાજે 20થી 22 મીટર ઊંચું આ સ્ટ્રક્ચર અસાધારણ ઊંચું દેખાય છે.
    Click here to Read More
    Previous Article
    રાજસ્થાન, હરિયાણા અને યુપીના આરોપીઓ ઝડપાયા:15 હજારની લાલચ આપી ફ્રોડ માટે ખાતા ખોલાવતી ગેંગના 4 ઝડપાયા
    Next Article
    જિલ્લા સંકલનની બેઠક : ટ્રાફિક, ડ્રેનેજ, પ્રદૂષણના મુદ્દા ગાજ્યા:‘અમને માત્ર અધિકારીઓના જવાબ નહીં, પરંતુ કામનું પરિણામ જોઈએ’

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment