Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છ સિસ્ટમ સક્રિય, બે દિવસ ભારે વરસાદની આગાહી:15 ઓગસ્ટે 4 જિલ્લામાં યલો એલર્ટ, 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા ચેતવણી; બાલાસિનોરમાં ધોધમાર વરસાદ

    20 hours ago

    હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં આગામી સાત દિવસ સુધી વરસાદી માહોલ યથાવત્ રહેવાની આગાહી કરવામાં આવી છે. હાલમાં છ વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી આજે 14 ઓગસ્ટે રાજ્યના 9 જિલ્લામાં અને આવતીકાલે 15 ઓગસ્ટે 4 જિલ્લામાં યલો એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 494.5 મિમી (19.44 ઈંચ) વરસાદની થવો જોઈએ, જેની સામે 501.6 મિમી (19.72 ઈંચ) વરસાદ નોંધાયો છે, જે 1 ટકા વધુ છે. આજે સવારના અમદાવાદમાં આશ્રમ રોડ, રિવરફ્રન્ટ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટાં વરસ્યા હતાં. તો બપોર બાદ મહીસાગર જિલ્લામાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી હતી. બાલાસિનોરમાં તો દિવસભર વરસાદી માહોલ જોવા મળ્યો હતો. સાંજના સમયે ધોધમાર વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જેના કારણે વાહનચાલકો પરેશાન થયા હતા. બે દિવસ ભારે વરસાદની આગાહી, ત્રણ દિવસ માછીમારો માટે ચેતવણી હવામાન વિભાગના ડાયરેક્ટર ડૉ. એ. કે. દાસના જણાવ્યા અનુસાર, અત્યારે કુલ 6 સિસ્ટમ શિયર ઝોન, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ડિપ્રેશન, મોન્સૂન ટ્રફ, સાયક્લોનિક સર્ક્યુલેશન, અન્ય એક ટ્રફ સિસ્ટમ સક્રિય છે, જેથી વરસાદી માહોલ સર્જાયો છે. આજે રાજ્યમાં દમણ અને દાદરા નગર હવેલી સહિત નવ જિલ્લામાં ભારે વરસાદને પગલે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આવતીકાલ (15 ઓગસ્ટ) પણ તાપી- ડાંગ સહિતમાં યલો એલર્ટ અપાયું છે. 14, 16 અને 17 ઓગસ્ટે માછીમારો દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    હિંદુ દેવીને સ્ટેજ પર અપમાનજનક રીતે રજૂ કરાયા!:અશ્લીલ વસ્ત્ર અને મુદ્રાઓથી વિવાદ વકર્યો, કોલકાતામાં ડાન્સ પરફોર્મન્સ પર ભડક્યા લોકો; ગ્રૂપે માફી માગી
    Next Article
    બે દિવસ ભારે વરસાદની આગાહી:ગુજરાત માથે છ સિસ્ટમ સક્રિય, 9 જિલ્લામાં એલર્ટ, સુરતમાં ધાર્મિક મંચ પર અશ્લીલ ડાન્સ, ટેન્કર-કારની ટક્કરમાં 3 લોકોનાં મોત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment