Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં શિબિરમાં 4,500થી વધુ લોકો જોડાયા:સન ટુ હ્યુમન ફાઉન્ડેશનની છ દિવસીય શિબિરમાં આહાર, વ્યાયામ અને ધ્યાનના પ્રયોગ

    6 hours ago

    મોરબીમાં સન ટુ હ્યુમન ફાઉન્ડેશનની છ દિવસીય શિબિરમાં છેલ્લા બે દિવસમાં 4,500થી વધુ લોકો જોડાયા છે. શિબિરમાં પ્રવચનને બદલે પ્રયોગ દ્વારા જીવનશૈલીમાં ફેરફાર લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. શિબિર 21થી 26 નવેમ્બર, 2026 સુધી લીલાપર કેનાલ રોડ પર આવેલા સાર્જનમ ગ્રાઉન્ડમાં યોજાઈ રહી છે. દરરોજ સવારે 6:30થી 8:30 વાગ્યા સુધી ચાલતી આ શિબિરમાં ઉદ્યોગકારો સહિતના નગરજનો ભાગ લઈ રહ્યા છે. પરમ આલયજીના માર્ગદર્શન હેઠળ યોજાતી શિબિરમાં સમ્યક આહાર, સમ્યક વ્યાયામ અને સમ્યક ધ્યાન પર ભાર મૂકવામાં આવ્યો છે. પ્રત્યક્ષ અનુભવ અને પ્રયોગ દ્વારા લોકોને શરીર, મન અને જીવનશૈલી અંગે જાગૃત કરવાનો હેતુ છે. ભાગ લેનારાઓ માટે 15થી 20 જેટલી વિવિધ વાનગીઓ સાથે વિશેષ અદૃશ્ય નાસ્તાની વ્યવસ્થા પણ રાખવામાં આવી છે. શિબિરમાં જોડાવા માટે 100 રૂપિયાનું ફરજિયાત કાર્ડ લેવું પડે છે. આયોજક ટીમના અપરેશભાઈ પટેલ, પ્રમોદભાઈ વરમોરા અને રાજુભાઈ ધમાસણાએ વધુમાં વધુ નગરજનોને શિબિરમાં જોડાવા અપીલ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ડમ્પિંગ સાઇટના ધુમાડાથી નવોદય વિદ્યાલય ખાલી કરાઈ:બોટાદમાં વાલીઓ બાળકોને ઘરે લઈ ગયા, વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ તંત્રની કામગીરી સામે આકરા સવાલો ઉઠાવ્યા
    Next Article
    રાજસ્થાન, હરિયાણા અને યુપીના આરોપીઓ ઝડપાયા:15 હજારની લાલચ આપી ફ્રોડ માટે ખાતા ખોલાવતી ગેંગના 4 ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment