Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગીરગઢડા નજીક રૂપેણ નદીમાં આયશર ખાબક્યો, એકનું મોત, બે ગંભીર:માછલી ભરેલો ટ્રક 15 ફૂટ નીચે પટકાયો; ત્રણ સંતાને પિતાની છત્રછાયા ગુમાવી

    1 day ago

    ગીર ગઢડા તાલુકાના ઉમેદપરા નજીક રૂપેણ નદીના પુલ પર ગત 15 સપ્ટેમ્બરે રાત્રે 9:30 કલાકે એક અકસ્માત થયો હતો. માછલી ભરેલો એક આયશર ટ્રક પુલ પરથી લગભગ 15 ફૂટ નીચે નદીમાં ખાબક્યો હતો. આ ઘટનામાં એક વ્યક્તિનું ઘટનાસ્થળે જ મોત થયું હતું, જ્યારે અન્ય બે વ્યક્તિને ગંભીર ઈજાઓ થઈ હતી. ગીર ગઢડા તાલુકાના દ્રોણ ગામના 42 વર્ષના જગદીશ રામભાઈ બાંભણીયાનું આ અકસ્માતમાં મોત થયું હતું. ટ્રકચાલક કાળુભાઈ માવજીભાઈ ડાભી અને રમેશ ગોવિંદભાઈ સાંખટને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેમને વધુ સારવાર માટે વેરાવળ ખસેડવામાં આવ્યા છે. અકસ્માતની તસવીરો આયશર રેલિંગ તોડીને નદીમાં પટકાયો આયશર માછલી ભરીને પોરબંદર તરફ જઈ રહ્યો હતો. ત્યારે ઉમેદપરા નજીક રૂપેણ નદીના પુલ પર વળાંક લેતી વખતે ચાલકે વાહન પરનો કાબૂ ગુમાવ્યો હતો. આયશર રેલિંગ તોડીને નદીમાં પટકાયો હતો. આયશર લગભગ 15 ફૂટ ઊંડે નદીમાં ખાબક્યો અકસ્માતની જાણ થતાં જ આસપાસના લોકો તરત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરી શરૂ કરી હતી. આયશર લગભગ 15 ફૂટ ઊંડે નદીમાં ખાબક્યો હોવાથી તેમાં ફસાયેલા જગદીશભાઈને બહાર કાઢવામાં મુશ્કેલી પડી હતી. ઘણી મહેનત બાદ તેમનો મૃતદેહ આયશરમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક જગદીશના પરિવારમાં પત્ની તેમજ 2 દીકરી અને દીકરો છે. તેમના મોતથી ત્રણ બાળકોએ પિતાની છત્રછાયા ગુમાવી છે. ગંભીર રીતે ઘાયલ બે લોકોને વેરાવળ સારવાર માટે ખસેડાયા ઘટનાની જાણ થતાં ગીર ગઢડા પોલીસસ્ટાફ પણ સ્થળ પર પહોંચ્યો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. ઈજાગ્રસ્ત કાળુભાઈ અને રમેશભાઈને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવાયા હતા. પ્રાથમિક સારવાર પછી તેમની હાલત ગંભીર જણાતાં તેમને વેરાવળની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. જગદીશભાઈના મોતની જાણ તેમના પરિવારજનોને થતાં પરિવારમાં શોક છવાઈ ગયો હતો. પોલીસે અકસ્માત અંગે વધુ તપાસ શરૂ કરી છે. આયશર કયા સંજોગોમાં પુલ પરથી કાબૂ ગુમાવી નદીમાં ખાબક્યો તે અંગે પણ તપાસ ચાલી રહી છે. આ પણ વાંચો, એક્ટિવા પર હવન કરવા જતા બે ભૂદેવને ટેન્કરે કચડ્યા, CCTV
    Click here to Read More
    Previous Article
    ઈરાન યુદ્ધથી તેલ મોંઘું, દુનિયાભરમાં ગુસ્સો વધ્યો:બાંગ્લાદેશની ફેક્ટરીઓમાં કામ અટક્યું, ફિલિપાઇન્સમાં માછીમારોએ બોટ રોકી દીધી
    Next Article
    ચોર સાથે ‘લાલો’ ફિલ્મ જેવો સીન થયો, VIDEO:સુરતમાં NRIનાં બંધ ઘરમાં ઘુસ્યો ને ભરાઇ ગયો, 'ગેનીબેનને પાડી દેવાનો પ્લાન હતો’, ગુલાબસિંહે કોંગ્રેસીઓની કુંડળી ખોલી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment