Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    નિજ જેઠ પૂનમે ચોટીલામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું:અસહ્ય ગરમી છતાં ભક્તોએ મા ચામુંડાના દર્શન કર્યા

    3 days ago

    નિજ જેઠ પૂનમના પવિત્ર દિવસે સુપ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. અસહ્ય ઉકળાટ અને કાળઝાળ ગરમી હોવા છતાં હજારો ભક્તોએ મા ચામુંડાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. વહેલી સવારથી જ માતાજીના ચરણોમાં શીશ ઝુકાવવા ભક્તોની લાંબી કતારો જોવા મળી હતી. સૌરાષ્ટ્રના રાજકોટ નજીક આવેલા ચોટીલા ડુંગર પર બિરાજમાન મા ચામુંડાના દર્શનાર્થે દેશભરમાંથી ભક્તો આવે છે. આશરે 650 પગથિયાં ચડીને ભક્તો ડુંગર પર આવેલા મંદિરે પહોંચે છે. સામાન્ય દિવસોમાં પણ અહીં હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે. ચોટીલાનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. પૌરાણિક કથા અનુસાર, ચંડ અને મુંડ નામના રાક્ષસોના ત્રાસથી પ્રજાને બચાવવા ઋષિમુનિઓએ માતાજીની આરાધના કરી હતી. યજ્ઞમાંથી પ્રગટ થયેલા મા આદ્યશક્તિએ આ બંને રાક્ષસોનો વધ કર્યો, ત્યારથી તેઓ ચંડી અને ચામુંડા તરીકે ઓળખાયા અને ચોટીલાના ડુંગર પર જોડિયા સ્વરૂપે બિરાજમાન થયા.
    Click here to Read More
    Previous Article
    સાબલી ડેમમાં સૌની યોજનાનું પાણી છોડવા ખેડૂતોની ઉગ્ર રજૂઆત:​વરસાદ ખેંચાતા પાક સુકાવાની ભીતિ: 15-20 ગામના ખેડૂતોને દુષ્કાળથી બચાવવા સાબલી ડેમમાં સૌની યોજનાનું પાણી નાખવા ખેડૂતો મેદાને
    Next Article
    ગોતાલાવાડીની શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો:ધારાસભ્ય કાંતિભાઈ બલર સહિત મહાનુભાવોએ બાળકોને પ્રેરણા આપી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment