Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગોતાલાવાડીની શાળાઓમાં પ્રવેશોત્સવ કાર્યક્રમ યોજાયો:ધારાસભ્ય કાંતિભાઈ બલર સહિત મહાનુભાવોએ બાળકોને પ્રેરણા આપી

    3 days ago

    આજરોજ ગોતાલાવાડી વિસ્તારમાં આવેલી પ્રાથમિક શાળા નં. 117, 118, 120 અને 331 ખાતે રાજ્ય સરકાર આયોજિત શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે સ્થાનિક ધારાસભ્ય કાંતિભાઈ બલર, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વ ઉપાધ્યક્ષ ડૉ. સ્વાતિ સોસા, પૂર્વ મેયર દક્ષેશભાઈ માવાણી, સ્ટેન્ડિંગ કમિટીના કારોબારી સભ્યો કેતાબેન દેસાઈ, જયશ્રીબેન વરીયા અને રમેશભાઈ બોરડ સહિત અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમમાં નવા પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓનું કુમકુમ તિલક અને કંકુ પગલાં દ્વારા ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું. ઉપસ્થિત મહાનુભાવો, મોટી સંખ્યામાં વાલીઓ, SMC સભ્યો અને દાતાઓએ બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે ધારાસભ્ય કાંતિભાઈ બલર અને અન્ય અતિથિઓએ બાળકોને સંસ્કાર સાથે ઉચ્ચ લક્ષ્યાંકો નક્કી કરવા, મન લગાવીને અભ્યાસ કરવા અને શિક્ષકો તથા વાલીઓનું સન્માન કરવા પ્રેરણા આપી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે આ બાળકો જ આવતીકાલના વિકસિત ભારતના મજબૂત સ્તંભ બનશે. રાજ્ય સરકાર દ્વારા શિક્ષણને સર્વોપરી પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. “ન્યૂ ટુ સ્કૂલ, બેક ટુ સ્કૂલ અને કન્ટિન્યુ સ્કૂલ”ના અભિગમને કેન્દ્રસ્થાને રાખીને દરેક બાળક શાળામાં પ્રવેશ મેળવે, અભ્યાસ ચાલુ રાખે અને ગુણવત્તાયુક્ત શિક્ષણ મેળવે તે સુનિશ્ચિત કરવામાં આવી રહ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન દાતાશ્રીઓ દ્વારા વિદ્યાર્થીઓને નોટબુક, સ્વેટર, ટોપી, મોજા અને છોકરીઓને માળા-પોચો જેવી શૈક્ષણિક તથા ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરવામાં આવ્યું હતું, જે બાળકો માટે પ્રોત્સાહનરૂપ બન્યું હતું.
    Click here to Read More
    Previous Article
    નિજ જેઠ પૂનમે ચોટીલામાં શ્રદ્ધાળુઓનું ઘોડાપૂર ઉમટ્યું:અસહ્ય ગરમી છતાં ભક્તોએ મા ચામુંડાના દર્શન કર્યા
    Next Article
    9499 MOUથી 13 લાખ 30 હજાર કરોડનું રોકાણ આવ્યું:CM:2027માં વાયબ્રન્ટ ગુજરાત સમિટને મોટો ફાયદો થશે:મનોહરલાલ ખટ્ટર, વડોદરામાં વાયબ્રન્ટ ગુજરાત રિજનલ સમિટનો પ્રારંભ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment