Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગુજરાતના જાણીતા કવિ રાજેન્દ્ર શુક્લનું નિધન:શબ્દો અને સર્જનની ઐતિહાસિક વિરાસતને મૂકતા ગયા, જાણો કોણ હતા ગઝલકાર

    6 hours ago

    ગુજરાતના જાણીતા કવિ રાજેન્દ્ર શુક્લનું નિધન થયું છે. દેહ છોડ્યો પરંતુ શબ્દો અને સર્જનની ઐતિહાસિક વિરાસતને મૂકતા ગયા. રાજેન્દ્ર અનંતરાય શુક્લનો જન્મ 12 ઓક્ટોબર 1942માં જૂનાગઢ જિલ્લાના બાંટવા ગામે થયો હતો. આધુનિક ગુજરાતી સાહિત્યના એક અત્યંત પ્રતિષ્ઠિત કવિ, ગઝલકાર અને વિવેચક હતા. રાજેન્દ્ર શુક્લના સર્જન પર ગિરનારની તળેટી અને આદ્યકવિ નરસિંહ મહેતાની કવિતાઓનો ઊંડો પ્રભાવ રહ્યો છે. તેમને અમદાવાદની એલ. ડી. આર્ટ્સ કોલેજ અને ગુજરાત યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને પ્રાકૃત વિષયો સાથે અનુસ્નાતક (એમ.એ.)ની પદવી મેળવી હતી. 1982 સુધી વિવિધ કૉલેજોમાં અધ્યાપન કાર્ય કર્યા બાદ સ્વૈચ્છિક નિવૃત્તિ લીધી અને પૂર્ણપણે કાવ્યસર્જન તથા પોતાના સંતાનોને ઘરે જ શિક્ષણ (હોમ-સ્કૂલિંગ) આપવાના નવતર પ્રયોગમાં સમય ફાળવ્યો હતો. તેમના પત્ની નયના જાની પણ એક જાણીતા ગુજરાતી કવિયત્રી છે. ગુજરાતી ગઝલમાં સંસ્કૃત અને તળપદી ભાષાના અનોખા સમન્વય તેમજ આધ્યાત્મિક ઊંડાણ માટે રાજેન્દ્ર શુક્લ વિશેષ જાણીતા છે. તેમણે ગઝલ ઉપરાંત ગીત, છંદોબદ્ધ કાવ્યો અને અછાંદસ રચનાઓમાં પણ નોંધપાત્ર પ્રદાન કર્યું છે, જેમાં ભારતીય તત્વજ્ઞાન, સંગીત અને સૂક્ષ્મ સંવેદનાઓની ઝલક જોવા મળે છે. તેમના મુખ્ય કાવ્યસંગ્રહોમાં પ્રથમ પુરસ્કૃત સંગ્રહ ‘કોમલ રિષભ’ (1970), દીર્ઘકાવ્ય ‘સ્વવાચકની શોધ’ (1972) અને લોકપ્રિય સંગ્રહ ‘અંતર ગાંધાર’ (1981) નો સમાવેશ થાય છે. આ ઉપરાંત, તેમની 30 વર્ષની ગઝલયાત્રાને સમાવતો પાંચ ભાગનો બૃહદ ગ્રંથ ‘ગઝલસંહિતા’ (2005) ગુજરાતી સાહિત્યની એક અમૂલ્ય મૂડી છે. ગુજરાતી સાહિત્યમાં તેમના અવિસ્મરણીય યોગદાન બદલ તેમને લગભગ તમામ પ્રતિષ્ઠિત સન્માનો પ્રાપ્ત થયા છે. જેમાં 2006માં રણજિતરામ સુવર્ણચંદ્રક અને નરસિંહ મહેતા એવોર્ડ, તેમજ 2007માં તેમના ગ્રંથ ‘ગઝલસંહિતા’ માટે રાષ્ટ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કારનો સમાવેશ થાય છે. આ ઉપરાંત તેમને નર્મદ સુવર્ણચંદ્રક (2008), વલી ગુજરાતી ગઝલ એવોર્ડ (2009), કવિ શ્રી ન્હાનાલાલ પારિતોષિક અને ઉમા-સ્નેહરશ્મિ પારિતોષિક જેવા અનેક મહત્વપૂર્ણ પુરસ્કારોથી નવાજવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    વલસાડમાં લઘુતમ તાપમાન 17 ડિગ્રી રહેવાની શક્યતા:વહેલી સવારે ઠંડીમાં મોર્નિંગ વોક માટે લોકો નીકળ્યા; આગામી દિવસોમાં ઠંડી વધે તેવી આગાહી
    Next Article
    દિવસમાં તાપમાનમાં બેથી ત્રણ ડિગ્રીનો ઘટાડો નોંધાયો:રાજ્યમાં ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા ઠંડીનું જોર વધ્યું, નલિયા 11 ડિગ્રી સાથે સૌથી ઠંડુ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment