Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રોહીબીશનના ગુનામાં બે આરોપી પાસા હેઠળ જેલમાં:ટંકારા પોલીસે રાજકોટથી અટકાયત કરી, એકને વડોદરા અને બીજાને જૂનાગઢની મધ્યસ્થ જેલમાં મોકલ્યા

    6 hours ago

    મોરબી જિલ્લા પોલીસે પ્રોહીબીશનના ગુનામાં સંડોવાયેલા બે આરોપીઓની પાસા હેઠળ અટકાયત કરી તેમને જેલમાં મોકલ્યા છે. ટંકારા પોલીસની દરખાસ્તને જિલ્લા મેજિસ્ટ્રેટે મંજૂરી આપી હતી.મોરબી જિલ્લા પોલીસ અધિક્ષક મુકેશ પટેલની સૂચના અને નાયબ પોલીસ અધિક્ષક સમીર સારડાના માર્ગદર્શન હેઠળ ટંકારા પોલીસે દરખાસ્ત તૈયાર કરી હતી. તે જિલ્લા મેજિસ્ટ્રેટ સ્વપ્નિલ ખરે સમક્ષ મોકલવામાં આવી હતી. પાસા વોરંટ ઇશ્યૂ થયા બાદ ટંકારા પોલીસની અલગ-અલગ ટીમોએ રાજકોટથી મચ્છાભાઈ પરબતભાઈ વરૂ (ઉંમર 26) અને મોમભાઈ કરમણભાઈ વરૂ (ઉંમર 36)ની અટકાયત કરી હતી. મચ્છાભાઈ વરૂ કાલાવડ રોડ, કોટેચા ચોક, રાજકોટના રહેવાસી છે. મોમભાઈ વરૂ 150 ફૂટ રિંગ રોડ પર એસઆરપી કેમ્પ સામે રહે છે. બંનેમાંથી એકને વડોદરા મધ્યસ્થ જેલ અને બીજાને જૂનાગઢ જેલમાં મોકલવામાં આવ્યા છે.
    Click here to Read More
    Previous Article
    સોમવારે વૈકુંઠ ચતુર્દશી:ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવની એકસાથે પૂજા કરવાનો પર્વ, જાણો માન્યતાઓ અને કથા
    Next Article
    વિજયનગરની આશાપુરી ખાડીમાંથી નવજાત શિશુનો સડી ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો:તપાસ કરવા ગયેલા SMCના સુપરવાઈઝરની નજર પડી'તી, હોસ્પિટલમાંથી ફેંકી દેવાયાની શંકા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment