Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભૂતિયા ડિમોલિશન મુદ્દે SMCને તાળા મારવાનો પ્રયાસ:નાસીરનગરવાસીઓનો મ્યુ.કમિ.ના બંગલાએ હલ્લાબોલ, તમામની અટકાયત; કોંગ્રેસે કહ્યું-ગોળી મારી દો તો પણ ઉભા નહીં થઈ

    1 week ago

    સુરતના નાસીરનગરમાં ભૂતિયા ડિમોલિશન મામલે સ્થાનિક રહીશો અને શહેર કોંગ્રેસ દ્વારા મહાનગરપાલિકાની મુખ્ય ઓફિસ તાપી ભવન ખાતે હલ્લાબોલ કરી ઉગ્ર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કોંગ્રેસ કાર્યકર્તાઓ દ્વારા SMC કચેરીને તાળા મારવાનો પ્રયાસ કરતા પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. ત્યારબાદ શહેર કોંગ્રેસ અને સ્થાનિકો દ્વારા મ્યુ. કમિશનર એમ નાગરાજનના બંગલા પર વિરોધ કરવા પહોંચ્યા હતા. પોલીસ દ્વારા નાસીરનગરના લોકો અને કોંગ્રેસ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, વહીવટી તંત્રએ કોઇપણ સૂચના કે વૈકલ્પિક આવાસની વ્યવસ્થા વિના ગરીબ પરિવારોના મકાનો તોડી પાડવામાં આવ્યા હતા. બિલ્ડરોના કથિત લાભ માટે પક્ષપાતી અને માનવતાહીન કાર્યવાહી કરવાનો પણ ગંભીર આક્ષેપ લગાવ્યો હતો. પીડિતોને તાત્કાલિક વૈકલ્પિક રહેઠાણ આપવા, નુકસાનીનું યોગ્ય વળતર ચૂકવવા અને જવાબદાર ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ સાથે તંત્રને રજૂઆત કરવા પહોંચ્યા હતા. મહાનગરપાલિકાના ગેટ પર ઘર્ષણ અને તાળાબંધીનો પ્રયાસ સુરત મહાનગરપાલિકાના મુખ્ય દ્વાર પર નાસિરનગરના લોકો અને કોંગ્રેસ કાર્યકરો ધરણા પર બેસતા રોડ પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. આ શાંતિપૂર્ણ વિરોધ ત્યારે ઉગ્ર બન્યો જ્યારે મહાનગરપાલિકાના પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલા અને કોર્પોરેટર અરશદ ઝરીવાલાને મનપાના ગેટમાં પ્રવેશવા દેવામાં ન આવ્યા. ત્રણ ભ્રષ્ટાચારી અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ આ પગલાથી રોષે ભરાયેલી પ્રજા અને કોંગ્રેસ કાર્યકરોએ મહાનગરપાલિકાને તાળા મારવાનો પ્રયાસ કર્યો હતો. પ્રદર્શનકારીઓએ ત્રણ ભ્રષ્ટાચારી અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ સાથે સ્પષ્ટ જણાવ્યું છે કે જ્યાં સુધી મુખ્ય જવાબદાર અધિકારી સામે કાર્યવાહી કરવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ કોઈ સામાન્ય અધિકારીને મળશે નહીં અને આ આંદોલન વધુ ઉગ્ર બનાવવાની ચીમકી ઉચ્ચારી હતી. મ્યુ. કમિશનરના બંગલા પર વિરોધ સુરત મહાનગરપાલિકાની મુખ્ય કચેરી પર મ્યુનિસિપલ કમિશનર એમ નાગરાજન ના મળતા નાસીરનગરના લોકો કમિશનના બંગલા પર પહોંચ્યા હતા. ઇતિહાસમાં પહેલી વખત સુરત મ્યુ. કમિશનરના બંગલા પર સ્થાનિક રહીશો અને કોંગ્રેસના કાર્યકરો ધરણા પર બેઠા હતા. સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો કે, અમે ઘર વગરના થઈ ગયા અને કમિશનર ઘરમાં સૂઈ રહ્યા છે. આ સાથે જ્યાં સુધી તેમની માંગ પૂર્ણ નહીં કરવામાં આવે ત્યાં સુધી અહીંયાથી ઉઠવામાં નહીં આવે તેવી પણ ચીમકી ઉચ્ચારી હતી. તમે ગોળી મારી દો અમે ગોળી ખાવા તૈયાર છીએ: અસલમ સાયકલવાલા આ દરમિયાન ACP મલ્હોત્રાએ કોંગ્રેસના કાર્યકરોને જણાવ્યું હતું કે, તમે અહીંયા વિરોધ નહીં કરી શકો. તમે SMC કચેરીએ જઈને વિરોધ કરો. અહીંયા વિરોધ કરી રહ્યા છો તેથી અમે તમને ડિટેઇન કરીશું, પરંતુ સામે કોંગ્રેસ અડગ રહી હતી અને પૂર્વ કોર્પોરેટર અસલમ સાયકલવાલાએ ACPને જણાવ્યું હતું કે, તમે ગોળી મારી દો અમે ગોળી ખાવા તૈયાર છીએ પરંતુ અમે અહીંયાથી ઊભા થવાના નથી. અમે અહીંયા ગુલાબના ફૂલથી સાહેબનું સન્માન કરવા માટે આવ્યા છીએ. જોકે, મ્યુનિસિપલ કમિશનરના બંગલા પર વિરોધ કરવા માટે ભેગા થયેલા નાસીરનગરના લોકો અને કોંગ્રેસ કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. વિવાદ વકરતા SMCના એક્ઝિક્યુટિવ એન્જિનિયર રજા પર ઉતર્યા નાસિરનગર ડિમોલિશન પ્રકરણમાં કેન્દ્ર સ્થાને રહેલા સેન્ટ્રલ ઝોનના એક્ઝિક્યુટિવ એન્જિનિયર જયંગ રામજીવાલા વિવાદ વકરતા જ અચાનક એક સપ્તાહની રજા પર ઉતરી ગયા છે. ડિમોલિશન પ્રક્રિયા દરમિયાન માથા પર રૂમાલ બાંધીને ઘટનાસ્થળે હાજર રહેલા જયંગ રામજીવાલાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઈરલ થતાં તેઓની હાલત કફોડી બની છે. છેલ્લા ત્રણ દિવસથી આ સમગ્ર કામગીરી બિલ્ડરના કથિત લાભ માટે જ રચાઈ હોવાની આશંકાઓ વચ્ચે તેમનું અચાનક રજા પર ઉતરી જવું અનેક સવાલો અને શંકાઓ ઊભી કરે છે. ટોરેન્ટ પાવર દ્વારા અરજી વિના જ મીટર કાપી નખાયા તાપી ભવન ખાતે વિરોધ કરી રહેલા સ્થાનિકોએ વહીવટી તંત્રની સાથે ટોરેન્ટ પાવર સામે પણ ભારે આક્રોશ ઠાલવ્યો હતો. રહીશોના જણાવ્યા મુજબ લોકો રસ્તા પર આવી ગયા હોવા છતાં ટોરેન્ટ પાવર દ્વારા ₹1700 થી ₹2000 સુધીના લાઈટ બિલ પકડાવી દેવાયા હતા. વીજ મીટર કાઢવા માટે કોઈએ સત્તાવાર અરજી કરી ન હોવા છતાં, કંપનીના કર્મચારીઓ આવીને નાસીરનગરના મીટર કાપી ગયા હતા. કોના ઈશારે અને કોના કહેવાથી આ મીટર કાપવામાં આવ્યા તે અંગે પણ મોટો સવાલ ઉઠ્યો છે. 'ભૂતિયા ડિમોલિશન' મુદ્દે MLAનો ધડાકો, અધિકારીઓ 100% શંકાના દાયરામાં સુરતના ચર્ચાસ્પદ ‘ભૂતિયા ડિમોલિશન’ મામલે કતારગામના ધારાસભ્ય વિનુ મોરડિયાએ મનપાના અધિકારીઓ સામે ગંભીર સવાલો ઉઠાવતા મોટો ધડાકો કર્યો છે. મોરડિયાએ કહ્યું કે, અત્યાર સુધી મીડિયા અને સોશિયલ મીડિયામાં સામે આવેલા દ્રશ્યો સ્પષ્ટપણે શંકા ઊભી કરે છે અને અધિકારીઓની ભૂમિકાને લઈને અનેક પ્રશ્નો ઉભા થયા છે. વિનુ મોરડિયાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, જે અધિકારીઓએ આ કાર્યવાહી કરી છે તેઓ 100 ટકા શંકાના દાયરામાં છે. તપાસમાં જે કોઈ દોષિત સાબિત થશે તેની સામે સરકાર કડક કાર્યવાહી કરશે. વાંચો સંપૂર્ણ અહેવાલ
    Click here to Read More
    Previous Article
    મધ્યપ્રદેશમાં કોંગ્રેસના રાજ્યસભા ઉમેદવાર મીનાક્ષી નટરાજનનું નામાંકન રદ:કોંગ્રેસે કહ્યું- નિર્ણય વિરુદ્ધ કોર્ટમાં જઈશું, ધારાસભ્યોને લઈને બેંગલુરુ જઈ રહેલું વિમાન રનવે પરથી પાછું ફર્યું
    Next Article
    ચોટીલા પાસે હિટ એન્ડ રનમાં બે પિતરાઈ ભાઈઓના મોત:પીપળીધામે રામદેવપીરના મંદિરે દર્શન કરી પરત આવતા બાઈક સવાર બંને ભાઈઓને વહેલી સવારે અજાણ્યા વાહન ચાલકે હડફેટે લીધા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment