Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના સચિવના હસ્તે ક્લિનિકનું ઉદ્ઘાટન:પ્રાગપરમાં લીગલ એઇડ ક્લિનિક શરૂ, ગ્રામજનોને મળશે કાનૂની માર્ગદર્શન

    7 घंटे पहले

    રાપર તાલુકાના પ્રાગપર ગામે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, કચ્છ-ભુજ દ્વારા નાલ્સાના મેગા ડ્રાઇવ અવેરનેસ કેમ્પેન અંતર્ગત લીગલ એઇડ ક્લિનિકની સ્થાપના કરવામાં આવી છે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હી તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદની સૂચના અનુસાર શનિવારે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, જિલ્લા ન્યાયાલય, કચ્છ-ભુજના સચિવ અમિત એમ. પાટડિયાના હસ્તે ક્લિનિકનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ ક્લિનિકનો મુખ્ય હેતુ સામાન્ય નાગરિકો અને કાનૂની સેવાઓ, સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓ તેમજ નાલ્સાની વિવિધ યોજનાઓના લાભાર્થીઓ વચ્ચે સેતુરૂપ ભૂમિકા ભજવવાનો છે. તાલુકા કાનૂની સેવા સમિતિ, રાપર-કચ્છના પેરા લીગલ વોલેન્ટિયર નવીનભાઈ પરમાર દ્વારા આ ક્લિનિકનું સંચાલન કરવામાં આવશે. ઉદ્ઘાટન પ્રસંગે અમિત પાટડિયાએ ગ્રામજનોને સંબોધિત કરી નાલ્સાના મેગા ડ્રાઇવ કેમ્પેન તથા કાનૂની જાગૃતિ કાર્યક્રમ અંગે માહિતી આપી હતી. કાર્યક્રમમાં ISSAR સંસ્થાના સેજલબેન જોશી, ગામના તલાટી શૈલેશભાઈ ચૌધરી, રાપરના હેલ્થ વિભાગના ડૉ. કેતન શર્મા, નામેરીભાઈ પરમાર, પૂર્વ સરપંચ દેવરાજભાઈ ચામરિયા, FHW ભાવનાબેન, MPHW અલીમામદ હિંગોરજા, રાપર કોર્ટના ક્લાર્ક સુરેશભાઈ મકવાણા, જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, કચ્છ-ભુજના સિનિયર ક્લાર્ક એસ.એ. ચૌધરી તથા હરપાલસિંહ દયાતર ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અધિકારીઓએ તળાવોનું જાત નિરીક્ષણ કરી પશુપાલકો સાથે સંવાદ સાધ્યો:બન્નીમાં કલેક્ટર અને DDOની મુલાકાત: સેટલમેન્ટના પ્રશ્નો ઉકેલવાની ખાતરી
    Next Article
    અવ્યવસ્થા બાદ વહીવટી તંત્ર હવે સો. મીડિયાના સહારે:પ્રવાસીઓની નારાજગી દૂર કરવા તંત્ર દ્વારા વિદેશી પ્રવાસીઓના સુખદ અનુભવોના ઈન્ટરવ્યુ શેર કરી બ્રાન્ડિંગની કવાયત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment