Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વલસાડ જિ.પં. સભ્યના પતિ સામે કાર્યવાહીની માંગ:હિનાબેનના પતિ વિપુલ રાઉત સરપંચો અને તલાટી સામે રોફ જમાવતા હોવાનો આક્ષેપ; DDO અને કલેક્ટરને લેખિત રજૂઆત

    1 day ago

    વલસાડ જિલ્લાના ધરમપુર તાલુકાની ૧૬-માંકડબન જિલ્લા પંચાયત બેઠક પર એક વ્યક્તિ દ્વારા ખોટી ઓળખ આપી સરકારી કર્મચારીઓ અને સ્થાનિકોને ધમકાવવાનો મામલો સામે આવ્યો છે. વિપુલકુમાર શંકરભાઈ રાઉત નામનો આ ઈસમ પોતે જિલ્લા પંચાયત સભ્ય હોવાનો ખોટો દાવો કરી રહ્યો છે, જ્યારે આ બેઠક પર હિનાબેન નાનુભાઈ દીવા સત્તાવાર રીતે ચૂંટાયેલા સભ્ય છે. આ અંગે સ્થાનિક આગેવાનોએ વલસાડ જિલ્લા વિકાસ અધિકારી (DDO) અને જિલ્લા કલેક્ટરને લેખિત આવેદનપત્ર આપી કડક કાર્યવાહીની માંગ કરી છે. આવેદનપત્ર મુજબ, વિપુલ રાઉત છેલ્લા કેટલાક સમયથી માંકડબન બેઠક હેઠળ આવતા ગામોમાં ફરી રહ્યો છે. તે ગ્રામ પંચાયતના સરપંચો, તલાટીઓ અને અન્ય કર્મચારીઓ પર ખોટી ઓળખ આપી રોફ જમાવે છે. આ ઉપરાંત, તે કર્મચારીઓને સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરી બદનામ કરવાની ધમકીઓ આપી માનસિક ત્રાસ આપી રહ્યો છે. અરજીમાં સ્થાનિકોએ વિપુલ રાઉત સામે અન્ય ગંભીર આક્ષેપો પણ કર્યા છે. તેઓએ જણાવ્યું છે કે આ ઈસમ ક્રિપ્ટો કરન્સીના કારોબાર સાથે સંકળાયેલો છે અને લોકો સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી આચરી ચૂક્યો છે. વધુમાં, તૂતરખેડ ગામે આવેલી આશરે ૩ એકર જેટલી સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરી વાડી બનાવી દીધી હોવાનો પણ ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે. આ વ્યક્તિના ત્રાસથી કંટાળીને જેહીરામભાઈ રામાભાઈ ગાંગોડા સહિતના સ્થાનિક આગેવાનોએ તંત્રને આવેદનપત્ર સુપરત કરી તાત્કાલિક તપાસની માંગ કરી છે. આ નકલી સભ્ય સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી છે. અરજીની નકલો કલેક્ટર, ડી.ડી.ઓ., ધરમપુર મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને ધરમપુર પોલીસ સ્ટેશન સહિતના ઉચ્ચ અધિકારીઓને મોકલવામાં આવી છે. આ ફરિયાદના આધારે પ્રાથમિક તપાસ કરવા સંબંધિત વિભાગના અધિકારી અને પોલીસ વિભાગને તપાસના આદેશ આપવામાં આવ્યા છે. તેમ ADM મહિપાલ ચુડાસમાએ જણાવ્યું છે.
    Click here to Read More
    Previous Article
    ચાણસ્મા મામલતદાર કચેરીમાં ઓપરેટર લાંચ લેતા ઝડપાયો:વિધવા સહાયના દાખલા માટે રૂ. 800ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યો
    Next Article
    TRP ગેમઝોન અગ્નિકાંડમાં HCનો વચગાળાનો ચુકાદો:ફાયર સ્ટેશન ઓફિસર વિગોરા, TP વિભાગના ગૌતમ જોષી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણા ડિસમિસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment