Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    TRP ગેમઝોન અગ્નિકાંડમાં HCનો વચગાળાનો ચુકાદો:ફાયર સ્ટેશન ઓફિસર વિગોરા, TP વિભાગના ગૌતમ જોષી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણા ડિસમિસ

    1 day ago

    રાજકોટ TRP ગેમઝોન અગ્નિકાંડની સુઓમોટો પિટિશનમાં ગુજરાત હાઈકોર્ટનો વચગાળાનો મોટો ચુકાદો આવ્યો છે. જેમાં મનપાના ફાયર સ્ટેશન ઓફિસર રોહિત વિગોરા, ટાઉન પ્લાનિંગ વિભાગના અધિકારીઓ ગૌતમ જોષી, મુકેશ મકવાણા, જયદીપ ચૌધરી અને રાજેશ મકવાણાને ડિસમિસ કરાયા છે. મનસુખ સાગઠિયાને પ્રોવિઝનલ પેન્શન ચૂકવાશે તત્કાલીન ટીપીઓ મનસુખ સાગઠિયા નિવૃત્તિવય વટાવી જતાં તેનું રજાનું રોકડ રૂપાંતર સસ્પેન્ડ કરી માત્ર પ્રોવિઝનલ પેન્શન ચુકવવા નિર્ણય કરાયો છે. મે, 2024માં TRP ગેમઝોન અગ્નિકાંડ રાજકોટ સહિત દેશભરના લોકોને હચમચાવી મૂકનાર TRP ગેમઝોન અગ્નિકાંડ 25 મે, 2024ની સાંજે થયો હતો. જેમાં જીવ ગુમાવનારા 27 લોકોના પરિવારજનો અને રાજકોટવાસીઓ ક્યારેય નહીં ભૂલી શકે. રાજકોટના નાના મવા રોડ પર આવેલા TRP ગેમઝોનમાં અચાનક લાગેલી આગ ગણતરીની મિનિટોમાં વિકરાળ બની હતી અને જોતજોતામાં 27 લોકો ભડથું ગયા હતા. ગેમઝોનમાં આનંદ માણવા આવેલા લોકો અને પરિવારજનોમાં માતમ છવાયો હતો. ઘટનાસ્થળે અને હોસ્પિટલે દૃશ્યો એવા સર્જાયા કે મૃતદેહોના પોટલા વાળીને લઈ જવા પડ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    વલસાડ જિ.પં. સભ્યના પતિ સામે કાર્યવાહીની માંગ:હિનાબેનના પતિ વિપુલ રાઉત સરપંચો અને તલાટી સામે રોફ જમાવતા હોવાનો આક્ષેપ; DDO અને કલેક્ટરને લેખિત રજૂઆત
    Next Article
    Stock Market Highlights, Sensex Today: Sensex Settles 827 Points Higher Amid Positive Global Cues

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment