Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચાણસ્મા મામલતદાર કચેરીમાં ઓપરેટર લાંચ લેતા ઝડપાયો:વિધવા સહાયના દાખલા માટે રૂ. 800ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યો

    1 day ago

    પાટણ એસીબીની ટીમે ચાણસ્મા મામલતદાર કચેરીમાં સફળ ડીકોય ઓપરેશન હાથ ધર્યું છે. વિધવા સહાયનો દાખલો કાઢી આપવા માટે રૂ. 800ની લાંચ લેતા એક આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટરને રંગેહાથ ઝડપી પાડવામાં આવ્યો છે. એસીબીએ લાંચની રકમ જપ્ત કરીને આરોપી સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. એસીબીને ગુપ્ત માહિતી મળી હતી કે, ચાણસ્મા મામલતદાર કચેરીમાં વિધવા સહાયના દાખલા કાઢી આપવા માટે અરજદારો પાસેથી રૂ. 100 થી રૂ. 2000 સુધીની લાંચની માંગણી કરવામાં આવે છે. આ માહિતીના આધારે, એસીબીની ટીમે લાંચનું ડીકોય છટકું ગોઠવવાનું આયોજન કર્યું. આ ડીકોય ઓપરેશન દરમિયાન, એક જાગૃત નાગરિક (ડીકોયર) પાસે વિધવા સહાયનો દાખલો કાઢી આપવા માટે આરોપીએ રૂ. 800ની લાંચની માંગણી કરી હતી. આરોપીએ આ લાંચની રકમ સ્વીકારતા જ તેને મામલતદાર કચેરી ચાણસ્માના કંપાઉન્ડની ખુલ્લી જગ્યામાંથી એસીબી દ્વારા રંગેહાથ પકડી લેવામાં આવ્યો. ઝડપાયેલા આરોપીની ઓળખ પ્રકાશકુમાર ભરતસિંહ પરમાર (ઉંમર 34) તરીકે થઈ છે. તે ચાણસ્મા મામલતદાર કચેરીની વિધવા સહાય શાખામાં આઉટસોર્સ કોમ્પ્યુટર ઓપરેટર તરીકે ફરજ બજાવે છે અને પાટણના જળચોક સ્થિત ઠાકોરવાસનો રહેવાસી છે. એસીબીએ આરોપી પાસેથી લાંચની રૂ. 800ની રકમ રીકવર કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ સફળ ડીકોય ઓપરેશન પાટણ એસીબી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એન.કે. ચૌધરી દ્વારા ફરિયાદી બનીને પાર પાડવામાં આવ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    રાજ્ય સરકારે ડીઝલ પર વેટ રાહત આપી:વેરાવળ ખારવા સમાજે આવકારી, માછીમારીને વેગ મળવાની આશા વ્યક્ત કરી
    Next Article
    વલસાડ જિ.પં. સભ્યના પતિ સામે કાર્યવાહીની માંગ:હિનાબેનના પતિ વિપુલ રાઉત સરપંચો અને તલાટી સામે રોફ જમાવતા હોવાનો આક્ષેપ; DDO અને કલેક્ટરને લેખિત રજૂઆત

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment