Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાજ્ય સરકારે ડીઝલ પર વેટ રાહત આપી:વેરાવળ ખારવા સમાજે આવકારી, માછીમારીને વેગ મળવાની આશા વ્યક્ત કરી

    17 hours ago

    રાજ્ય સરકારે માછીમારી માટે વપરાતી યાંત્રિક બોટના ડીઝલ પર વેટમાં રાહત આપવાનો મહત્વનો નિર્ણય લીધો છે. વેરાવળ ખારવા સમાજે આ નિર્ણયને આવકાર્યો છે અને જણાવ્યું છે કે તેનાથી માછીમારોની પ્રવૃત્તિઓને વેગ મળશે. સરકારના આ નિર્ણય અંતર્ગત, ૨૦ મીટરથી વધુ લંબાઈ ધરાવતી માછીમારી બોટને પણ વેટ રાહતનો લાભ મળશે. આ પગલું માછીમારોના હિતમાં લેવામાં આવ્યું છે. વેરાવળ ખારવા સમાજના પ્રમુખ જીતુભાઈ કુહાડાએ આ નિર્ણય અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, રાજ્યભરની ૧૮,૦૦૦થી વધુ માછીમારી બોટ અને ખાસ કરીને વેરાવળની છ થી સાત હજાર બોટને આ નિર્ણયથી સીધો ફાયદો થશે. તેમણે આ નિર્ણયને સમગ્ર માછીમાર સમાજ માટે આવકારદાયક ગણાવ્યો. કુહાડાએ વધુમાં ઉમેર્યું હતું કે, ગીર સોમનાથ જિલ્લામાં વેરાવળ સમગ્ર રાજ્યમાં મત્સ્યોદ્યોગનું સૌથી મોટું કેન્દ્ર છે. આ નિર્ણયથી માછીમારી સાથે સંકળાયેલા અનેક આનુષંગિક ઉદ્યોગો પણ મજબૂત બનશે, જેનાથી મત્સ્યોદ્યોગને નવું બળ મળશે. રાજ્ય સરકાર માછીમારોના હિતને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્રના દરિયાઈ પટ્ટા પર મત્સ્યોદ્યોગના વિકાસ માટે અનેક યોજનાઓ અને સબસિડીઓ દ્વારા સતત પ્રયત્નશીલ છે. વેટનો લાભ મેળવવા માટે ફિશિંગ બોટની નોંધણી અને માન્ય માછીમારીનું લાયસન્સ હોવું ફરજિયાત છે. જીતુભાઈ કુહાડાએ સાગરખેડૂઓને આ પ્રક્રિયા સત્વરે પૂરી કરવા અપીલ કરી છે, જેથી તેમને સહાય મેળવવામાં કોઈ મુશ્કેલી ન પડે. રાજ્ય સરકાર મત્સ્યસંપદાના વિકાસ અને સંવર્ધન માટે વખતોવખત કાર્યરત રહી છે, અને આ નિર્ણય પણ માછીમારોના હિતમાં લેવાયેલો છે. કિશોરભાઈ કુવાડા અને જીતુભાઈ કુહાડાએ માછીમાર સમાજ વતી આ નિર્ણયને આવકાર્યો હતો.
    Click here to Read More
    Previous Article
    દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી:11 અને 12 જુલાઈ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના, રાજ્યમાં સામાન્ય કરતાં 13% ઓછો વરસાદ નોંધાયો
    Next Article
    ચાણસ્મા મામલતદાર કચેરીમાં ઓપરેટર લાંચ લેતા ઝડપાયો:વિધવા સહાયના દાખલા માટે રૂ. 800ની લાંચ લેતા ACBએ રંગેહાથ ઝડપ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment